સુરતમાં વેસુ વિસ્તારમાં ફેમિલી સ્પામાં ચાલતો હતો ધબાધબ કરવાનો ખરાબ ધંધો, પોલીસે અંદર જઈને જોયું તો હાલત ખરાબ થઇ ગઈ - Chel Chabilo Gujrati

સુરતમાં વેસુ વિસ્તારમાં ફેમિલી સ્પામાં ચાલતો હતો ધબાધબ કરવાનો ખરાબ ધંધો, પોલીસે અંદર જઈને જોયું તો હાલત ખરાબ થઇ ગઈ

સુરતમાં શરમ વગરના આટલા બધા લોકો ઝડપાયા, સ્પાની અંદર ચાલતો તો જીસ્મનો ધંધો, જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ખોટા કામ પણ થતા જોવા મળે છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા ગોરખધંધાનો પ્રદફાશ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં આવા સ્પા અને પાર્લર ખુબ જ ધમધમતા હોય છે, હાલ પણ એવા જ એક એવા જ ફેમેલી સ્પાની અંદર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.

સુરતમાં છેલ્લા થોડા સમયમાં જ આવા ઘણા સ્પાની અંદર ચાલતા ગંદા કામોનો પર્દાફાશ થયો છે ત્યારે હાલમાં જ સુરતના વેસુ વિસ્તરમાં આવેલા લકી ફેમેલી સ્પામાં પણ સ્પાના નામ પર ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. આ આખું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલામાં પોલીસે કુલ 13 લોકોની ધરપકડ કરી છે જેમાંથી 9 મહિલાઓ અને 4 પુરુષો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચ મિસિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે વેસુના આભવા વિસ્તારમાં આવેલા વેસ્ટ ફીલ કોમ્લેક્સના બીજા માળ પર આવેલી દુકાન નંબર 4માં લકી ફેમેલી સ્પા અને દુકાન નંબર 1માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા લાયસન્સ મેળવીને દેહ વેપારનો ગોરખ ધન્ધો ચાલે છે. જેના આધારે સુરત મિસિંગ સેલની ટીમે આ જગ્યા પર દરોડા પાડ્યા હતા.

જેમાં પોલીસે આ ધંધામાં સામેલ 2 મહિલા સંચાલકો સાથે ત્યાં કામ કરતી 7 મહિલાઓ અને ચાર ગ્રાહકો મળીને કુલ 13 લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા. તો ફીલ ફેમિલી સ્પાના એક સંચાલક હતું પણ ફરાર છે જેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે તમામની ધરપકડ કર્યા બાદ તમામ મુદ્દામાલ કબ્જે કર્યા બાદ પકડાયેલ આરોપીઓ તેમજ ઝડપી પાડેલ 9 મહિલાઓને વધુ પૂછપરછ માટે વેસુ પોલીસ મથકને સોંપી છે.

Uma Thakor

disabled