શું તમે ઓછા બજેટમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જોઈ લો આ લિસ્ટ, જ્યા સસ્તું છે ખાવા-પીવાનું અને હોટેલનું ભાડુ - Chel Chabilo Gujrati

શું તમે ઓછા બજેટમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જોઈ લો આ લિસ્ટ, જ્યા સસ્તું છે ખાવા-પીવાનું અને હોટેલનું ભાડુ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારામાં સારી જગ્યાઓએ ફરવા જાય. જો કે બજેટ વધી જતું હોવાથી આ ઇચ્છાઓ અધુરી રહી જતી હોય છે. જો કે અમે તમને એવી 10 જગ્યાઓ વિશે જણાવીશું જે તમારા બજેટમાં બરાબર બેસી જશે. જો તમે ત્યાં ગયા પછી ખાનપાનના ખર્ચને લઈને હેરાન હોવ તો તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશોમાં રૂ. 60થી 70માં આરામથી જમી શકશો. આ સુંદર દેશોમાં 67 રૂપિયામાં ડિનર મળી રહે છે.

1. થાઈલેન્ડ: થાઈલેન્ડ બહુ જ સુંદર હોવાની સાથે ઘણું સસ્તો છે. ત્યાં જઈને પણ તમે પૈસા બચાવી શકો છે. અહીં રહેવું, ખાવું-પીવું બધુ બજેટમાં છે. અહીં તમે 250 રૂપિયા સુધીમાં રૂમ મળી જશે અને જમવાના રૂ. 200 જ થશે.

2. ચીન: ચીનની સૌથી સારી વાત એ છે કે અહીં ફરવું બહુ સસ્તું છે. એક સ્થળેથી બીજે પહોંચવા માટે બજેટ વધારવાની જરૂર નથી પડતી. માત્ર એટલું જ નહીં અહીં તમે માત્ર રૂ. 67માં ટેક્સી બુક કરી શકો છો. અહીં રૂ. 300માં તમે હોટલ બુક કરી શકો છો અને 150 રૂપિયામાં જમી પણ શકો છો.

3. બુલ્ગારિયા: બુલ્ગારિયા ઈસ્ટર્ન યૂરોપમાં છે. યૂરોપ સાઉથ-ઈસ્ટ એશિયા અને અમેરિકા કરતાં મોંધુ છે. પરંતુ અહીં ભોજન વેસ્ટર્ન કુઝિન (ડિશ) કરતા પણ સસ્તા છે. અહીં 1 લીટર બિયર 130 રૂપિયામાં મળે છે. અહીં રૂ.600માં બુક કરાવી શકો છો અને 250 રૂ. માં જમી શકો છો.

4. કમ્બોડિયા: બજેટ ટ્રાવેલર્સ માટે આ એક સારું ઓપ્શન છે. અહીં પ્રાચીન ખંડેર અને ઘણાં બીચ છે. તેમ જ આ બહુ અફોર્ડેબલ રહેશે કારણ કે અહી તમે માત્ર 300 રૂ.માં સારામાં સારી રેસ્ટોરન્ટમાં જમી શકો છે. અહીં રૂમ બુકિંગ માટે તમારે 200થી 250 રૂ. જ ખર્ચવા પડશે.

5. લાઓસ:લાઓસ સાઉથ-ઈસ્ટ એશિયન કન્ટ્રી છે. આ સુંદર પહાડો માટે જાણીતો છે. બુદ્ધિસ્ટ મૉનેસ્ટરીની સાથે બહુ જ સુંદર પ્લેસ છે. અહીં તમે 700થી 2000 રૂ.માં એક રાત માટે રૂમ લઈ શકો છો. 70 રૂ. માં સ્ટ્રીટ ફૂડની મજા માણી શકો છો.

6. ઇન્ડોનેશિયા: આ એક અત્યંત સુંદર દેશ છે. અહીં તમે આઈસબર્ગ જોઈ શકો છે. અહીં રહેવું, ખાવું-પીવું બધુ બજેટમાં છે. ઇન્ડોનેશિયામાં તમે માત્ર 67 રૂ. માં ડિનર કરી શકો છો.

7. પેરૂ: તમે ગમે ત્યાં જાવ પરંતુ લિસ્ટમાં માચ્ચુ પિચ્ચુને ચોક્કસ રાખશો. આ દુનિયાનું સૌથી કૂલ અને મેજિકલ પ્લેસ છે. અહીં 500 રૂ.માં રૂમ બુક કરાવી શકાય છે અને 350માં એક ટાઈમનું ભોજન મળી રહે છે.

8. વિયેતનામ: વિયેતનામ એક શાનદાર દેશ છે. અહીં 600 મીલ લાંબી ફિરોજી રંગની Ha Long Bay ખાડીને અડીને જ ઘણાં સ્થળો આવેલા છે. વિયેતનામની સ્વાદિષ્ટ ડિશીસ 66 રૂ. મળે છે. 200 રૂ. માં રૂમ બુક કરાવી શકો.

9. નિકારગુઆ: નિકારગુઆ વિશે કહેવાય છે કે અહીંનું કોસ્ટા રિકા છે બહુ પોપ્યુલર ડેસ્ટિનેશન છે. આ દેશ હાઈ એડવેન્ચર્સ માટે જાણીતો છે. અહીં તમારે કોઈપણ વસ્તુ માટે વધારે પે નહીં કરવું પડે. અહી રૂ. 350 રૂમ બુક થાય છે અને જમવા માટે તમારે 150 રૂપિયા જ ખર્ચવા પડશે.

10. નેપાળ: 2015માં ભૂકંપ આવ્યા પછી આ દેશ ટૂરિઝમને સમર્પિત છે. આ પ્લેસ સસ્તો હોવાની સાથે જ અત્યંત સુંદર છે. અહીં 67 રૂપિયામાં એક સમયનું જમી શકો છો. બહુ મોંઘુ હોય તો પણ તમે 600 રૂપિયામાં તમે 3 ટાઈમ જમી શકો છો. માત્ર રૂ. 270 હોટલ બુક કરી શકો છો.

Uma Thakor

disabled