છેલ્લા 8 વર્ષથી એકબીજાના ગાઢ પ્રેમમાં હતા આ બે યુવકો, ભારતના આ શહેરમાં ખૂબ જ શાનથી કર્યા લગ્ન, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

છેલ્લા 8 વર્ષથી એકબીજાના ગાઢ પ્રેમમાં હતા આ બે યુવકો, ભારતના આ શહેરમાં ખૂબ જ શાનથી કર્યા લગ્ન, જુઓ તસવીરો

પહેલેથી હેવાતુ આવ્યુ છે કે પ્રેમ નાત, જાત અને ઉંમર કોઇ પણ સીમાઓના બંધનમાં નથી બંધાતો, હવે તો દેશમાં સમલૈંગિક સંબંધોને મંજૂરી મળતો કાયદો પણ આવી ગયો છે ત્યારે એ કહેવું પણ ખોટું નથી કે પ્રેમ વિજાતીય લોકોમાં જ થઇ શકે. આપણે પણ ઘણા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં સમલૈંગિક યુવકો અને યુવતીઓ પોતાના પ્રેમને લગ્નના બંધન સુધી લઇ જાય છે.

હાલ આપણા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે,  લગ્નને લઈને ઘણી બધી ખબરો અને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણા લગ્ન ખુબ જ ખાસ પણ જોવા મળે છે, પરંતુ આ દરમિયાન એક એવા લગ્નની ખબર આવી રહી છે જેને મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાવી છે.

તેલંગાણામાં સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમને લગભગ પોતાના એક દાયકા સુધીના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો અને આખરે તે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ જોડાને તેલંગાણાનું પહેલું સમલૈંગિક જોડું માનવામાં આવી રહ્યું છે.

આ લગ્ન હૈદરાબાદના એક રિસોર્ટમાં થયા. જેમાં 31 વર્ષીય સુપ્રિયો અને 34 વર્ષીય અભયે એકબીજાને વીંટી પહેરાવી અને પછી લગ્ન સમારંભમાં સાથ નિભાવવાનું વચન પણ આપ્યું. આ સમલૈંગિક જોડાની મિત્રતા સોફિયા ડેવિડે કરાવી. સોફિયા પોતે પણ LGBTQ સમુદાયમાંથી છે.

પોતાના લગ્નને લઈને સુપ્રિયોએ કહ્યું કે “આ લગ્નએ બધાને સંદેશ આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. આ લગ્નની અંદર બંનેના પરિવારજનો અને કેટલાક નજીકના મિત્રો પણ ભેગા થયા હતા.

આ સમારંભની અંદર બંગાળી અને પંજાબી લગ્નના રિવાજો જોવા મળ્યા હતા. કારણ કે સુપ્રિયો કોલકાત્તાથી છે અને અભય દિલ્હીથી છે. આ લગ્નમાં બેન્ડ વાજા, મહેંદી, પીઠી, રિંગ સેરેમની જેવા રિવાજો પણ  નિભાવવામાં આવ્યા.

સુપ્રિયો અને અભયના લગ્ન ખુબ જ ધામધૂમથી કકરવામાં આવ્યા. બંને હૈદરાબાદમાં નોકરી કરે છે. સુપ્રિયો જ્યાં હોટલ મેનેજમેન્ટના ફિલ્ડમાં નોકરી કરે છે તો અભય એક મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત છે. આ જોડી 8 વર્ષથી સંબંધમાં હતી. પરંતુ હવે તે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા.

આ લગ્નમાં આવેલા એક મહેમાને જણાવ્યું કે ધીમે ધીમે લોકોના વિચાર બદલાઈ રહ્યા છે. આજનો નજારો જોઈને મને અહેસાસ થઇ રહ્યો છે. સમાજ બદલી રહ્યો છે. લોકો સ્વીકારી રહ્યા છે. હાલ આ લગ્ન ખુબ જ ચર્ચામાં છે.

આ બંનેએ રોયલ અંદાજમાં લગ્ન કર્યા. તેમને કહ્યું કે લગ્નને પંજીકૃત નહીં કરી શકાય, પરંતુ સમારંભમાં પરિવારના લોકો અને મિત્રો ભેગા થયા. સુપ્રિયો અને અભયે એક બીજાને વીંટી પહેરાવી અને શનિવારે નજીકના એક રિસોર્ટમાં થયેલા લગ્ન સમારંભમાં જીવનભર સાથ આપવાનું વચન આપ્યું.

Live 247 Media

disabled