રાજકોટના લોકગાયક દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી, કોને આપી તે સાંભળીને હોંશ ઉડી જશે - Chel Chabilo Gujrati

રાજકોટના લોકગાયક દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી, કોને આપી તે સાંભળીને હોંશ ઉડી જશે

અવાર નવાર ઘણા સેલેબ્સ અથવા જાણિતી હસ્તિઓને સોશિયલ મીડિયા પર કોઇ વાતે ટ્રોલ કરવામાં આવે છે. આમ તો હવે આ સામાન્ય વસ્તુ બની ગઇ છે. ઘણીવાર તો નેતાઓને પણ ટ્રોલિંગનો સામનો કરવા પડતો હોય છે. હાલમાં જ રાજકોટના જાણીતા લોકગાયક દેવાયત ખવડે ટ્રોલિંગથી કંટાળીને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમને યુનાઈટેડ કિંગ્ડમમાં રહેતા જીત મોડાસિયા નામના NRI સામે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપમાનજક શબ્દોનો ઉપયોગ અને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

વકીલ ઉત્કર્ષ દવે દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દેવાયત ખવડે મોડાસિયાનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સસ્પેન્ડ કરવાની અને વિદેશથી તેમને ધમકી આપવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. આ બાબતે રાજકોટમાં દેવાયત ખવડે ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે કાર્યવાહી ન કરતા હવે તેમને હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા છે. દેવાયત ખવડ એ રજૂઆત કરી હતી કે, તેઓ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા ધરાવતા ગાયક છે

અને સમાજમાં તેઓ આદરણીય વ્યક્તિ છે. તેમને સોશિયલ મીડિયા પર બદનામ અને અપમાનિત કરવા સિવાય ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું છે. લાઇવ કરીને પણ તેમને ધમકી આપવામાં આવી રહી છે.ટુંક સમયમાં હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે. એક અરજીમાં દેવાયત મોડાસિયાનું ઈન્સ્ટા દૂર કરવા અથવા તો સસ્પેન્ડ કરવાની અપીલ કરી છે.

મોડાસિયાના અકાઉન્ટને સસ્પેન્ડ કરવા સિવાય તેમણે આઈડી પર શેર કરવામાં આવેલા વીડિયો અને રિલ્સ પણ દૂર કરવાની માગ કરી હતી. હાલ તો એવી શક્યતા સેવાઇ રહી છે કે, દિવાળી વેકેશન બાદ હાઈકોર્ટ આ અરજીઓ પર સુનાવણી હાથ ધરશે.

Live 247 Media

disabled