સુરતમાં ભાજપના આ પટેલ નેતાનો બીભત્સ વીડિયો આવ્યો સામે, પાર્ટીએ ધુંઆપૂંઆ લઈને લીધો મોટો નિર્ણય - Chel Chabilo Gujrati

સુરતમાં ભાજપના આ પટેલ નેતાનો બીભત્સ વીડિયો આવ્યો સામે, પાર્ટીએ ધુંઆપૂંઆ લઈને લીધો મોટો નિર્ણય

અભિનેતાઓ અને રાજકીય નેતાઓના વૈભવી જીવન વિષે તો આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે ઘણીવાર નેતાઓની રંગરેલીઓના વીડિયો પણ સામે આવતા હોય છે અને આવા વીડિયોના કારણે પાર્ટીની પણ ઈજ્જત માટીમાં ભળી જતી હોય છે. હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક ભાજપના નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થતા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા ભાજપના રાજકીય અને સહકારી અગ્રણી અજિત પટેલનો એક બીભત્સ વીડિયો વાયરલ થતા જ હાહાકાર મચી ગયો હતો. અજિત પટેલ બારડોલી તાલુકા પંચાયતના સાશક પક્ષના નેતા અને સુમુલ ડેરીના ડાયરેક્ટર છે. તેમનો આવો બીભત્સ વીડિયો વાયરલ થતા જ રાજકીય માહોલ પણ ગરમાયો હતો.

અજિત પટેલનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તે એક મહિલાને બાહોપાશમાં લઈને ચુંબન કરતા જોવા મળ્યા હતા. અસ વીડિયોને લઈને ખરવાસા ગામની અંદર એક બેઠક યોજીને અજિત પટેલને ગામની સમિતિ તેમજ મંડળમાંથી રાજીનામુ આપવા માટે જણાવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભાજપની છબી ઉપર પણ કીચડ ઉછળતા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાથમિક અને સક્રીય પદ પરથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ત્યારે આ મામલે રાજકારણ પણ ખુબ જ ગરમાયુ છે અને કોંગ્રેસ મહિલા મોરચો પણ આવતી કાલે મેદાનમાં ફૂટશે. જેના બાદ બારડોલી પ્રાંત અધિકારીને અજિત પટેલના આ બીભત્સ વીડિયોને લઈને આવેદન પત્ર આપવામાં આવશે. તેમનો આ વીડિયો જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપ એમ બે વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયો હતો.  બીભસ્ત વીડિયો વાયરલ થતાં ભાજપ અને દૂધ મંડળીના હોદેદારો ચોંકી ગયા હતા. અજીત પટેલની કથિત મહિલા સાથેની રંગરેલીયા કેમેરામાં કેદ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Uma Thakor

disabled