ચકચારી શ્રદ્ધા કેસમાં શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણે કર્યો ચોંકાવનારો ખુલાસો, પહેલા પણ માગી હતી બચવા માટે મદદ...પણ - Chel Chabilo Gujrati

ચકચારી શ્રદ્ધા કેસમાં શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણે કર્યો ચોંકાવનારો ખુલાસો, પહેલા પણ માગી હતી બચવા માટે મદદ…પણ

નરાધમ આફતાબે ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના 35 ટુકડા કર્યા, લક્ષ્મણે કર્યો ચોંકાવનારો ખુલાસો, પહેલા પણ માગી હતી બચવા માટે મદદ…પણ

મહેરૌલી વિસ્તારના લિવઇનમાં રહેતી 27 વર્ષીય શ્રદ્ધા વાકપની તેના પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ લાશનો નિકાલ કરવા તેણે શ્રદ્ધાના શરીરના આરીથી 35 ટુકડા કરી નાખ્યા અને ટુકડાઓ છુપાવવા માટે તેણે એક રેફ્રિજરેટર ખરીદ્યું. તે બાદ તેણે મૃતદેહના ટુકડાઓ અલગ અલગ પોલિથીન બેગમાં રાખ્યા અને પછી 15-20 દિવસ સુધી તે પોલીથીનમાં પેક કરેલા ટુકડાને છતરપુરના જંગલોમાં આરોપી ફેંકતો રહ્યો. પોલીસે મૃતકના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી છે. હત્યાના છ મહિના બાદ આ મામલો બહાર આવ્યો છે. શ્રદ્ધા વોકરની ભયાનક હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

મૃતકના મિત્રએ જણાવ્યું કે હત્યા પહેલા તેના બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ તેની સાથે ઘણી વખત મારપીટ કરી હતી. એક સમય એવો આવ્યો જ્યારે શ્રદ્ધાને ખબર પડી કે તેની હત્યા થઈ શકે છે અને તેણે પોતાને બચાવવા માટે મિત્રોની મદદ માંગી હતી. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે, શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરે કહ્યું, ‘તેમની વચ્ચે ઘણી લડાઈ થતી હતી. એકવાર તેણે મને વોટ્સએપ પર મેસેજ કર્યો અને મને તેના ઘરેથી દૂર લઈ જવા કહ્યું. તેણે કહ્યું હતું કે ‘જો હું આજે તેની (આફતાબ) સાથે રહીશ તો તે મને મારી નાખશે’.

અમે તેને તે દિવસે તેના ઘરેથી બચાવીને લઈ આવ્યા હતા. અમે આફતાબને ચેતવણી પણ આપી હતી કે અમે તેની પોલીસને જાણ કરીશું. જોકે, અમે શ્રદ્ધાના કહેવાથી આવું કર્યું ન હતું. નાદરે જ ઓગસ્ટમાં શ્રદ્ધાના ભાઈને કહ્યું હતું કે તે અઢી મહિનાથી વધુ સમયથી મિત્રોના સંપર્કમાં નથી. શ્રદ્ધાના ભાઈએ આ વાત તેના પિતાને જણાવી, જે બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. નાદરે કહ્યું, ‘હું ઓગસ્ટ મહિનાથી ચિંતા કરવા લાગ્યો હતો કારણ કે શ્રદ્ધાએ બે મહિનાથી વધુ સમયથી કોઈની સાથે વાત કરી નહોતી.

તેણે મારા કોઈપણ મેસેજનો જવાબ આપ્યો ન હતો, તેનો ફોન સ્વિચ ઓફ હતો. આ કારણે મને ચિંતા થવા લાગી. મેં બીજા મિત્રોને તેના વિશે પૂછવાનું શરૂ કર્યું અને પછી તેના ભાઈને આ વિશે જાણ કરી. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી આફતાબ બે દિવસ શ્રદ્ધા વોકરના શરીરને કાપતો રહ્યો. તેણે એક દિવસ લાશને બાથરૂમમાં રાખી અને બીજા દિવસથી તે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા લાગ્યો. તે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ડરી ગયો હતો અને પછી તેને વિદેશી ક્રાઈમ સિરિયલ ડેક્સ્ટર યાદ આવી. આરોપી બાળપણમાં આ સિરિયલ જોતો હતો.

18 મેના રોજ શ્રદ્ધાનો મૃતદેહ બાથરૂમમાં રાખ્યા બાદ 19 મેના રોજ તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવાનું શરૂ કર્યું. તેણે પહેલા તેના હાથ અને પગ કાપી નાખ્યા. ત્યાર બાદ તે બે દિવસ સુધી મૃતદેહને કાપતો રહ્યો. તે ટુકડાને ધોઈને સાફ કરતો અને બોરિક પાવડર લગવતો. ત્યાર બાદ તે તેને પોલીથીનમાં પેક કરીને ફ્રીજમાં રાખતો હતો.પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આફતાબના ફ્લેટમાં અન્ય યુવતી પણ આવતી-જતી હતી. શ્રદ્ધાના મૃત્યુ પછી બીજી છોકરી આફતાબ પાસે આવવા લાગી.પરંતુ આરોપીએ બીજી છોકરીને ખબર ન પડવા દીધી કે શ્રદ્ધાની તેણે હત્યા કરી શરીરના ટુકડા ફ્રિજમાં રાખ્યા છે.

Live 247 Media

disabled