સુર કોકિલા લતા મંગેશકરનું થયું અવસાન, કરોડો ચાહકોની આંખોમાં આંશુ આવી ગયા

બસ હવે જેનો ડર હતો, તે જ થયું. આપણા દેશે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધુ. કોરોનાના કર્કશ અવાજે ભારતની સ્વર કોકિલાનો જીવ લઈ લીધો. આજે સુર સામ્રજ્ઞી લતા મંગેશકર કોરોના સામે હારી ગયાં. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગયા મહિને જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તે સમાચાર બે દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીએ આવ્યા હતા.

લતા મંગેશકરના નામે સૌથી વધારે ગીત રેકોર્ડ કરવાનો વિશ્વ વિક્રમ છે. 1974માં ગિનેસ બૂકે કરેલી નોંધ મુજબ તેમણે 25 હજારથી વધારે ગીતો ગાયા હતા. એ પછી ગિનેસ બૂકે 1987માં સુધારો કર્યો હતો કે ગીતોની સંખ્યા 30 હજારથી વધારે થાય છે. આ ગીતો વિવિધ 20 ભાષામાં 1948થી લઈને 1974 દરમિયાન રેકોર્ડ થયા હતા. એ પછી તેમણે ખાસ ગીતો ગાયા નથી. કેટલાક લોકો તો એમણે 50 હજાર ગીતો ગાયા હોવાનો પણ દાવો કરે છે. તો બીજી તરફ એમણે 36 ભાષામાં ગીતો ગાયાની નોંધ પણ કરાઈ છે. આ ભાષાઓમા તમિલ, મરાઠી, ભોજપુરી, કન્નડ, બંગાળી, આસામી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. લતા મંગેશકરની મુખ્ય ઓળખ હિન્દી ગીતોના ગાયક તરીકેની છે. હિન્દી ગીતો તો હજારોની સંખ્યામાં ગાયા છે. એ ઉપરાંત વિવિધ પાંચ ભાષામાં ગીતો ગાયા છે.

After post

disabled