આ છે લતાજીની અધૂરી પ્રેમ કહાની...આ મહારાજા સાથે પાંગર્યો હતો પ્રેમ - Chel Chabilo Gujrati

આ છે લતાજીની અધૂરી પ્રેમ કહાની…આ મહારાજા સાથે પાંગર્યો હતો પ્રેમ

ઈન્દોર/સ્વર કોકિલા અને દેશની બુલબુલ અનેક નામોથી ઓળખાતા ભારત રત્ન લતાજી હવે પૃથ્વી પર નથી રહ્યા. છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોરોના સંક્રમિત થયા પછી તેમને 8મી જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો. તેમની સ્થિતિ સ્થિર થઈ ગઈ હતી ત્યારે વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યુ હતું. પણ અચાનક જ શનિવારે સવારે તેમની સ્થિતિ ફરી એકવાર ગંભીર થઈ જતા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની લવ સ્ટોરી વિશે. બોલીવુડની સૌથી મહાન ગાયિકા લતાજીને કોણ પ્રેમ નથી કરતું. પણ શું તમે જાણો છો તેમને કેમ લગ્ન નહોતા કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ? પ્રેમ હતો તો લગ્ન કેમ ન કર્યા ? સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ સંગીતને ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લતાજી ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના પ્રેમમાં હતા. કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.

લતા મંગેશકર જેને પ્રેમ કરતા હતા તે વ્યક્તિ ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યા છે. આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયાસાથે પણ જોડાયેલા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

લતાજીને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે તેમનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે.

સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાદીદીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે. લતાદીદીના અવસાનના શોકમાં ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ બે દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ઝૂકેલો રહેશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

admins

disabled