સ્વર્ગમાં જતા પહેલા મરનાર વ્યક્તિમાં જોવા મળે છે આ 5 સંકેત, શાસ્ત્રમાં છે આ વર્ણન

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવા મહિનામાં લોકો તેના મૃત્યુ પામેલા પરિવારજનો માટે શ્રાદ્ધ કર્મ કરતા હોય છે. આ દરમિયાન આપણા મનમાં સ્વર્ગ-નર્ક, લોક-પરલોક જેવી ચીજો આવવાની શરૂ થઇ જાય છે. આ સમયે આપણને વિચાર આવે છે કે, કોઈ આપણું નજીનું વ્યક્તિ મૃત્યુ પામીને સ્વર્ગમાં જશે કે નર્કમાં જશે. માનવામાં આવે છે કે, મૃત્યુ સમયે અથવા તેના અંતિમ સમયે જો તમને વિશેષ ચીજ જોવા મળે તો મર્યા બાદ સ્વર્ગમાં જઈએ છીએ.

આવો જાણીએ કયો સંકેત જોવા મળે તો સ્વર્ગમાં જાય છે શખ્સ

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે છે કે માનવ શરીરમાં 9 મુખ્ય દરવાજા છે. જીવનમાં સારા કાર્ય કરનારા મહાન આત્માઓ આંખો, નાક, મોં અને કાન જેવા શરીરના ઉપરના દ્વારથી સ્વર્ગમાં જાય છે. તેથી એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનું નાક મૃત્યુ સમયે થોડું આડુ થઈ જાય એટલે કે તેનો પ્રાણ નાકમાંથી નીકળે છે. આ રીતે આંખ બંધ ના થવી, કાન ખેંચાઈ જવો અથવા મોઢું ખુલ્લું રહી જવું એ પણ આ જ દર્શાવે છે.

જે સત્પુરુષ મૃત્યુ સમયે મળ-મૂત્રનો ત્યાગ નથી કરતા તે સ્વર્ગમાં જાય છે. જ્યારે પાપી અને ખોટું કામ કરનાર લોકોમાં આત્મા અંતિમ સમયમાં યમદૂત ને જોઈને ભયના કારણે શરીરના નીચેના હિસ્સામાં છુપાઈ જાય છે. તેથી તે અંતિમ સમયમાં મળમૂત્રનો ત્યાગ કરે છે તે લોકો નર્કમાં જાય છે.

જો કોઈ વ્યક્તિને મરતી વખતે સંતોષની લાગણી જોવા મળે છે, તો તે સ્વર્ગમાં જાય છે. આનો અર્થ એ કે તેણે જીવનમાં ઘણા સારા કાર્યો કર્યા છે. તેથી, છેલ્લા મિનિટમાં પણ તેના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો છે.પરંતુ જે લોકોએ પાપ અથવા ખોટું કામ કર્યું હોય તેમના ચહેરા પર મૃત્યુનો ભય દેખાય છે. આવા લોકો નર્કમાં જાય છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામતા સમયે યમદૂત કાળા વસ્ત્રોમાં જોવા મળે છે. પરંતુ કેટલાક મહાન અને સજ્જન લોકોને પીળા કપડામાં દેવ પુરુષને દેખાઈ છે. આ લોકો સ્વર્ગમાં જાય છે. આ દેવ પુરુષ મૃત્યુ પામનાર વ્યક્તિને તેના વિમાનમાં સ્વર્ગમાં લઈ જાય છે.

જો અંતિમ ક્ષણે મૃત્યુને પામનાર વ્યક્તિ પાસે ગંગા જળ, તુલસી અને કુશ જેવી વસ્તુઓ હોય તો તે સ્વર્ગમાં જાય છે. જો કે, અંતિમ સમયમાં આ વસ્તુઓ ફક્ત મહાન આત્માઓના નસીબમાં જ હોય છે. ઘણીં વખત આ વસ્તુ ગોતવા જતા જ માણસના પ્રાણ ચાલ્યા જાય છે.

disabled