કીર્તિ પટેલે એર હોસ્ટેસને માર મારવા વાળા કેસમાં કર્યો ધડાકો, મગજ ફરી જશે એવું એવું કહ્યું - Chel Chabilo Gujrati

કીર્તિ પટેલે એર હોસ્ટેસને માર મારવા વાળા કેસમાં કર્યો ધડાકો, મગજ ફરી જશે એવું એવું કહ્યું

ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેની સામે હાલમાં થોડા સમય પહેલા જ અમદાવાદમાં એક યુવતિને લોખંડની પાઇપ મારવાનો આરોપ લાગ્યો હતો. તે બાદ તે વધુ એક વિવાદમાં ફસાઇ હતી. તેના પર વિમાનમાં થયેલી માથાકૂટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી અને આ મદ્દે હવે કીર્તિ પટેલે જણાવ્યું કે એરહોસ્ટેસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી, અને મને પણ એરહોસ્ટેસ દ્વારા માર મરવામાં આવ્યો હતો.

કીર્તિ પટેલે જણાવ્યું કે, એરહોસ્ટેસ સાથે થયેલી ઘટના તો 7 તારીખની છે. કીર્તિએ કહ્યુ કે તેની તો મેટર જ નહોતી. કીર્તિ આગળ કહે છે કે તેની પાછળ બેઠેલા બે ત્રણ છોકરાઓ કે જે સુરતના હતા અને તેઓ કીર્તિના ઓળખીતા પણ ન હતા. ત્યારે ડોમેસ્ટીક પ્લેન હતું અને તે તો તમને ખબર જ હશે કે ડોમેસ્ટિક પ્લેન નાનું એવું હોય.જયારે ફ્લાઇટ શરૂ થઇ ત્યારે એસી, પંખાને એવું બધું બંધ હોય. તેને કારણે પાછળ બેઠેલા છોકરાએ માસ્ક પહેર્યુ ન હતું. તેને એરહોસ્ટેસ દ્વારા ત્રણ-ચાર વાર કહેવામાં આવ્યુ પરંતુ તેને માસ્ક નીચે રાખ્યુ તેને ઉપર સુધી ચઢાવ્યુ નહિ ત્યારે એરહોસ્ટેસે ખૂબ જ ક્રૂર વ્યવહાર કર્યો હતો અને તેને કહ્યું કે, તમે અહીં કોરોના ફેલાવવા આવો છું, હું તમને નીચે ઉતારી દઈશ.

આખા વિમાનની અંદર તે છોકરાની બધાની સામે બેઇજ્જતી કરી નાખી. તે છોકરો ખૂબ જ સારા ઘરનો હતો અને ખૂબ જ ભણેલો-ગણેલો અને સધ્ધર ઘરનો હતો. તે છોકરાને તમામ કાયદાકીય કલમની પણ ખબર હતી. જે બાદ છોકરાએ પ્રેમથી તે એરહોસ્ટેસને નામ પૂછ્યું અને ત્યારે સામે એરહોસ્ટેસે કહ્યું કે તારે મારું નામ જાણીને શું કામ છે ?, તો તે છોકરાએ કહ્યું મારે તમારી સામે ફરિયાદ કરવી છે..તમે મને આવી રીતે કહી ના શકો તેને કારણે મારે તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવી છે. એક વખત બોર્ડિંગ થઈ જાય પછી કોઈ અમને ફલાઇટમાંથી ઊતરી શકે નહીં. અને તે છોકરાએ કહ્યું હતું કે જો કોરોના હોઈ તો તમે અમને ફ્લાઈટમાં બેસવા પણ દેતા નથી.

કીર્તિ આગળ કહે છે કે, એરહોસ્ટેસે સો વાર કહેવુ પડે કે સર તમે માસ્ક પહેરી લો. જે બાદ નીચે ઉતરતા સમયે એર હોસ્ટેસની તે છોકરા સાથે માથાકૂટ થઇ હતી અને ત્યારે તેની પાસે કોઈ, મહિલા નહોતી. તેના કારણે એરહોસ્ટેસ તેની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી રહી હતી. જે બાદ મેં એરહોસ્ટેસને કહ્યુ કે, મેડમ તમારે તમારી વાત કરવાની રીત બદલવી જોઇએ. આ વીડિયોની અંદર કીર્તિ કહે છે કે, આ મેટર 7 તારીખની છે જયારે આકૃતિ પટેલે વીડીયો બનાવ્યો હતો તે 28 તારીખનો હતો. કીર્તિ કહે છે કે, અમે તે વખતે એરહોસ્ટેસની નોકરી ન જાય તે માટે ફરિયાદ કરી નહિ પરંતુ તેમ છતાં આજે આટલા દિવસો પછી મારા પર ફરિયાદ.. મને કંઈ સમજાતું નથી.

Live 247 Media

disabled