કિંજલ દવેની જેઠાલાલ સાથે પોઝ આપતી તસવીરો થઇ વાયરલ, તારક મહેતાના સેટ ઉપર પહોંચી ગાયિકા, જુઓ શાનદાર અંદાજ - Chel Chabilo Gujrati

કિંજલ દવેની જેઠાલાલ સાથે પોઝ આપતી તસવીરો થઇ વાયરલ, તારક મહેતાના સેટ ઉપર પહોંચી ગાયિકા, જુઓ શાનદાર અંદાજ

કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની શાનદાર તસવીરો પણ તે શેર કરતી રહે છે, કિંજલ દવેની તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. તેની તસવીરો પોસ્ટ થવાની સાથે વાયરલ પણ થઇ જાય છે અને ચાહકો ભરપૂર કોમેન્ટ કરીને તેની પ્રસંશા પણ કરતા હોય છે.

પોતાની ગાયિકી દ્વારા ગુજરાતની અંદર આગવું નામ ઉભું કરનાર લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ચાહકો આજે ગુજરાતના દરેક ખૂણામાં તમને જોવા મળી જશે. કિંજલ દવેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનથી પણ લોકો પરિચિત છે અને તેના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ તેના ચાહકોને ખુબ જ રસ હોય છે.

કિંજલ દવે તેના કાર્યક્રમોની ઝાંખી પણ તેના સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે, ઘણીવાર લાઈવ વીડિયોમાં પણ કિંજલ દવે ચાહકો સાથે જોડાતી હોય છે, દૂર દૂર બેઠેલા લોકો પણ કિંજલ દવે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી રુબરુ પણ તથા જોવા મળે છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશીએ ભારતની સૌથી લોકપ્રિય ટીવી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સાથે મુલાકાત કરી છે. જેની તસવીરો પણ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરી છે.

કિંજલ દવેના અંગત જીવનની જો વાત કરવામાં આવે તો તેને પવન જોશી સાથે સગાઈ કરી છે અને કિંજલ પવન સાથે ઘણીવાર તસ્વીરોમાં પણ જોવા મળતી હોય છે. ઘણીવાર તેમનો રોમાન્ટિક અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવતો હોય છે. પવન જોશી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.

કિંજલ દવે અને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની સાથે પોઝ આપતી તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો આ તસ્વીરને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. જેઠાલાલ જેવા ખ્યાતનામ કલાકાર સાથે ગુજરાતની લોકપ્રિય ગાયિક કિંજલ દવેને જોવાનું ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે અને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ચાહકો પણ પવન જોશી સાથે દિલીપ જોશીને જોવાનું ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરને પવન જોશીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. પવન જોશીએ ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં એક તસ્વીરની અંદર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી કુર્તો પહેરી અને પવન જોશી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

પવન જોશી દ્વારા શેર કરવામાં આવેલી અન્ય એક તસ્વીરની અંદર તે પોતાની ભાવિ પત્ની કિંજલ દવે સાથે હિંચકા ઉપર બેઠેલો જોઈ શકાય છે, અસ હિંચકા ઉપર એક સમયે જેઠાલાલ અને દયાબેન ઝૂલતા હતા. તો ત્રીજી તસ્વીરની અંદર પવન જોશી, કિંજલ દવે, આકાશ દવે, લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ અને અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પવન જોશી અને આકાશ દવે બંને તારક મહેતામાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવી રહેલ અભિનેત્રી સુનૈના ફોજદાર સાથે પણ જોવા મળે છે.

તો આ ઉપરાંત પ્રીતિ જેઠવાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે તસવીરો શેર કરી છે જેમાં તે કિંજલ દવે સાથે જોવા મળી રહી છે. પ્રીતિ જેઠવા હાલમાં જ આવેલી વેબ સિરીઝ “હ્યુમન”માં મંગુનું પાત્ર નીભવાનારા અભિનેતા વિશાલ જેઠવાની રિયલ લાઈફ મધર છે. પ્રીતિ જેઠવા દ્વારા શેર કરવામાં આવેલી બીજી તસવીરની અંદર કિંજલ દવે, પ્રીતિ જેઠવા, આકાશ દવે અને પવન જોશી જોવા મળી રહ્યા છે.

Uma Thakor

disabled