નાનકડી ઓરડીમાં રહેતી કિંજલ દવે પાસે આજે છે અધધધ મોંઘી બેગ, કિંમત જાણી માથુ ચકરાવા લાગશે - Chel Chabilo Gujrati

નાનકડી ઓરડીમાં રહેતી કિંજલ દવે પાસે આજે છે અધધધ મોંઘી બેગ, કિંમત જાણી માથુ ચકરાવા લાગશે

સૌની ફેવરિટ અમેરિકા જતા પહેલા કોયલ કંઠી કિંજલ દવેએ આપ્યા ક્યૂટ પોઝ…હાથમાં દેખાતી બેગનો ભાવ જાણો છો? આંખે અંધારા વી જશે

હાલમાં જ નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે. નવરાત્રી દરમિયાન ગુજરાત સહીત દુનિયાભરમાં ગરબાની રમઝટ જામી હતી. ચાલુ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે શેરી ગરબામાં પણ ગરબા રસિકો દિલથી ઝુમતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગરબા કલાકારો પણ વિવિધ જગ્યાએ સ્ટેજ શો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની ખ્યાતનામ ગાયિકા કિંજલ દવે અમેરિકામાં લોકોને ઝુમાવી રહી છે.

કિંજલ દવે હાલ અમેરિકામાં પોતાના સ્ટેજ શો કરી રહી છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ કિંજલના તાલ ઉપર ઝુમતા જોવા મળી રહ્યા છે. કિંજલ દવેએ પોતાના અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી, જેમાંની એક તસ્વીરમાં તે પ્લેનની સફર માણતી જોવા મળી રહી છે. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને પણ તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

હાલમાં તો કિંજલ દવે અમેરિકામાં છે અને તે તેની તસવીરોને કારણે હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ત્યારે કિંજલ દવેએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેના હાથમાં ક્રિસ્ટન ડિઓરની બેગ જોવા મળી રહી છે.

કિંજલ દવે આજે ગુજરાતના દરેક ગામમાં, દરેક ઘરમાં એક આગવી ઓળખ ધરાવે છે, તેનું “ચાર ચાર બંગડી” ગીત તો દેશમાં જ નહિ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રક્ષાબંધનના પ્રસંગે પણ કિંજલે તેના ભાઈ આકાશ દવે સાથે સુંદર વીડિયો રજૂ કર્યો હતો.

કિંજલ દવે માત્ર તેની ગાયિકીના કારણે જ નથી પ્રસિદ્ધ, તેના આગવા અંદાજ અને તેની જીવન શૈલીના કારણે પણ હંમેશા છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં પણ કિંજલ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે પોતાની  મનમોહક તસવીરો અને વીડિયોને પણ શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધુ હતુ. તેમના પિતા એક રૂમના ભાડાના મકાનમાં રહેતા હતા અને હિરા ઘસતા હતા. તેનું બાળપણ ઘણુ સંઘર્ષમય વીત્યુ છે. કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ થયો હતો.

તેનો જન્મ પાટણના નાનકડા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તેઓ મિત્ર સાથે મળી ગીતો લ ખતા પણ હતા. કિંજલ દવેને પિતાને જોઇને જ ગીતો ગાવાનો શોખ જાગ્યો હતો.

દોસ્તો હવે તમને જણાવી દઇએ કે, આ સિંગારનું બેગ એક મોટી બ્રાંડ છે અને તેનું નામ Christian Dior છે.જણાવી દઇએ કે, આ બેગની કિંમત ઓનલાઇન વેબસાઈટ પ્રમાણે 2,58,236 છે. આ કંપનીની બેગ ઘણી મોટી મોટી સેલિબ્રિટીઓ વાપરે છે. તે જાણીને તમે હવે આઇડિયા આવી ગયો હશે કે કિંજલ દવેનું સ્ટારડમ કેટલું  મોટુ છે.

કિંજલ દવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક પ્રસિદ્ધ ગાયિકા છે અને ઘણા લાંબા સમયથી સંગીત જગતનો ભાગ છે. તેણે જાણિતા નિર્માતા અને સંગીતકારો સાથે ઘણા પ્રોજેક્ટ કર્યા છે. કિંજલ 100થી પણ વધુ આલ્બમ બનાવી ચૂકી છે. તે અનેક જગ્યાએ પોતાના મધુર અવાજથી લોકોને ઘૂમાવી ચૂકી છે.

કિંજલ તેના કાર્યક્રમ માટે અંદાજે 1 લાખથી 2 લાખ સુધી ચાર્જ વસૂલે છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેની ફેવરેટ અભિનેત્રી દીપિકા પાદુકોણ છે. તેમજ દીવ તેનું પસંદગીતા સ્થળ છે. કિંજલને મા ચેહરમાં ઘણી આસ્થા છે. તેનું ફેવરેટ ભોજન ખીચડી, કઢી, ભાખરી અને તળેલા મરચા છે.

Live 247 Media

disabled