ખેડામાં 46 વર્ષીય રાજુ પટેલે 15 વર્ષની કૃપા પટેલની હત્યા કરી, લાચાર પિતાએ કહ્યું 'કોઈ દિવસ ચા ન બનાવતી દિકરીએ મને કહ્યું- પપ્પા, ઊભા રહો મારા હાથની ચા પીવડાવું, મારી લાડલીને .... - Chel Chabilo Gujrati

ખેડામાં 46 વર્ષીય રાજુ પટેલે 15 વર્ષની કૃપા પટેલની હત્યા કરી, લાચાર પિતાએ કહ્યું ‘કોઈ દિવસ ચા ન બનાવતી દિકરીએ મને કહ્યું- પપ્પા, ઊભા રહો મારા હાથની ચા પીવડાવું, મારી લાડલીને ….

46 વર્ષીય રાજુ પટેલે 15 વર્ષની કૃપા પટેલનું ગળું ચીર્યું, લાચાર પિતાએ કહ્યું ‘કોઈ દિવસ ચા ન બનાવતી દિકરીએ મને કહ્યું- પપ્પા, ઊભા રહો મારા હાથની ચા પીવડાવું, મારી લાડલીને ….

સુરતમાં ગ્રીષ્માની છડેચોક હત્યા બાદ ખેડાના માતરના ત્રાજ ગામમાંથી પણ લગભગ આઠેક દિવસ પહેલા આવો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક 16 વર્ષની સગીરા દુકાન ઉપર ઠંડુ પીણું લેવા માટે ગઈ હતી અને ત્યાં 46 વર્ષીય આધેડે ચપ્પાના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 16 વર્ષીય કૃપા પટેલ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી અને દર્શન કરીને પરત ફરતા સમયે ગામના જ બસસ્ટેન્ડ પાસે આવેલા ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડ્રીંક લેવા માટે ગઈ હતી.ત્યારે ત્રાજ ગામના જ રહેવાસી 46 વર્ષીય રાજુ પટેલે તેની પાસે રહેલા ધારદાર હથિયારના એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. આ હત્યા આરોપીએ એકતરફી પ્રેમમાં કરી હતી. આ બાબતે જ્યારે દિવ્યભાસ્કરે મૃતક સગીરાનાં માતા-પિતા સાથે વાતચીત કરી

ત્યારે તેમણે કહ્યુ કે, તે દિવસે મારે નાઇટ શિફ્ટ હતી અને સાત વાગ્યે નોકરી પર જવાનું હતું. દીકરીને મંદિરે જવું હતું અને તે દિવસે તેણે કહ્યું- પપ્પા ઊભા રહો, મારા હાથની ચા પીવડાવું. તમે ચા પીને નોકરી જાઓ. તે ક્યારેય પણ ચા નહોતી બનાવતી, પણ એ દિવસે તેણે ચા બનાવી પીવડાવી. તે પછી એ મંદિરે જવા નીકળી અને તેના પિતા નોકરીએ ગયા. જે બાદ થોડીવાર પછી ફોન આવ્યો અને ત્યારે તેમણે આવીને જોયુ તો નરાધમે તેમની લાડલીને રહેંસી નાખી હતી.’ આટલું બોલતાં બોલતા તો મૃતક સગીરાના પિતા દિલીપભાઈ પટેલના ગળે ડૂમો ભરાઈ ગયો. લાડલીની હત્યાના 8 દિવસ બાદ પણ તેનાં માતા-પિતાની આંખોના આંસુ હજી સુકાયા નથી.

તેઓ તેમની દીકરીને યાદ કરીને રડ્યાં જ કરે છે. કૃપાના પિતાને બે દીકરીઓ અને એક દીકરો છે. કૃપા વચેટ હતી. દિલીપભાઇ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કૃપા શ્રાવણ મહિનો કરતી અને તે દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. તેને ઉપવાસ હતો એટલે એ દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ અને ત્યાં જ આરોપી રાજુ પટેલે પાછળથી આવીને છરીના ઘા ઝીંકીં કૃપાની હત્યા કરી દીધી. દિલીપભાઇએ જણાવ્યુ કે, તેઓ ગામમાં રહે છે અને મંદિર તળાવ પર છે. ઘટનાસ્થળથી તેમનું ઘર અડધો કિલોમીટર જેટલું દૂર છે. ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો.જો કે, 10 મિનિટમાં જ પોલીસ આવી અને પછી તેને પકડી લીધો હતો.

તેમણે આગળ જણાવ્યુ કે, હત્યારો ઘરથી 10 મિનિટના અંતરે આવતા બીજા ફળિયામાં જ રહે છે. તેમણે દીકરી વિશે વાત કરતા જણાવ્યુ કે, દીકરીને બ્યૂટિપાર્લરનો ઘણો શોખ હતો અને એ બધાં કામમાં બહુ હોશિયાર પણ હતી. તેને ફોટાનો પણ બહુ શોખ હતો. ઘરમાં એના પાડેલા ફોટા પણ બહુ જ છે. મોબાઇલમાં બહુ ફોટા પાડતી હતી. તેની સાથે જે છોકરી હતી, તેણે એવું કહ્યું હતું કે એ વખતે દુકાન પર કોઈ નહોતું. દુકાન આગળ ઓટલો છે, તેઓ ત્યાં ઠંડુ લેવા ચઢ્યા ત્યારે પેલો પાછળથી આવી છરીના ઘા મારી ત્યાંથી નાસી ગયો, એટલે તેની મિત્ર ઘરે દોડતી દોડીતી આવી અને મારી પત્નીને ઘટના વિશે કહ્યું.

તેમણે કહ્યુ કે, તેમને ગામવાળા અને પોલીસે ખૂબ સારો સહકાર આપ્યો છે. તેમણે કહ્યુ કે, તેમણે એવી વાત પણ સાંભળી છે કે આરોપીના પરિવાર એમ કહે છે કે તમારે એનું જે કરવું હોય એ કરો. અમારે એની સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે આગળ જણાવ્યું કે, કૃપા અને આરોપીની ભત્રીજી બંને નાનપણથી સાથે જ ભણતા અને એના કારણે તેના ઘરે અવરજવર હતી. પરંતુ હમણાં એક વર્ષથી એના ઘરે જવાનું બંધ કરી દીધું હતું અને બીજી બહેનપણીઓને ત્યાં મળતા હતા. દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું. મેં મારી પત્નીને પણ આ અંગે સવાલ કર્યો હતો, પરંતુ તેને પણ કંઈ જ ખબર નથી. જો દીકરીએ અમને કંઈક કહ્યું હોત તો હું તેની પર એક્શન તો લેત.મૃતકના પિતાએ કહ્યુ કે, તેઓ આરોપીને પહેલેથી ઓળખતા હતા,

પરંતુ તે આવું કંઈ કરશે તેવું વિચાર્યું નહોતું. તેમની દીકરીએ ક્યારેય એવું પણ નહોતું કહ્યું કે તે તેને હેરાન કરે છે, કારણ કે એ 46-47 વર્ષનો એટલે કે મોટી ઉંમરનો છે. પહેલાં એના વિષે સાંભળ્યું હતું કે એણે 8-9 વર્ષની બાળકીની છેડછાડ કરી હતી. એ પછી છોકરીની માતા એને બોલી હતી અને બાળકીના પિતાએ ફટકાર્યો માર્યો હતો. આ ઘટનાને લગભગ છ મહિના જેવુ થયું છે. એ છેડછાડ કરતો હોય તો નાની છોકરીને કંઈ ખબર પડે નહીં પણ છોકરીએ કદાચ કીધું હશે એટલે ઘરવાળાને ખબર પડી હશે. તેના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા, પણ તેના છૂટાછેડા પણ થઇ ગયા હતા. તે તેની માતા સાથે ઉપર રહેતો

અને તેનો મોટોભાઈ એના પરિવાર સાથે નીચે રહેતો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે બહેનપણી સાથે હતી અને એ જરાયે ડરી નહિ અને પોલીસને તેણે બધા જવાબ ફટાફટ પણ આપ્યા. પોલીસે પણ તેની પીઠ થાબડીને કહ્યું કે, ‘બેટા, ગામમાં તું એકલી જ મર્દ લાગે છે.કૃપાના પિતાએ કહ્યુ કે, મારી એક જ માગણી છે કે આરોપીને જાહેરમાં ફાંસી થવી જોઈએ. જેથી બીજું કોઈ પણ આવું કરતાં પહેલાં વિચાર કરે. આ ઉપરાંત કૃપાની મમ્મીએ કહ્યું કે, ‘દીકરી શ્રાવણ મહિનો કરતી હતી. એટલે એણે મને કહ્યું હતું, ‘મમ્મા મારે ઠંડુ પીવું છે.’ મેં તો બીજા દિવસે લઈ આપવાની વાત કરી હતી. પછી મેં જ પૈસા આપ્યા અને તે દુકાને લેવા લઈ હતી. ખબર નહીં કંઈ ઘડીએ એ આવ્યો અને દીકરીને પાછળથી મારી ગયો.

Live 247 Media

disabled