આણંદના મંદિરમાં 70 વર્ષના પુજારીની 15 વર્ષની સગીરા ઉપર દાનત બગડી, કચરા પોતું કરવા આવતી સગીરાના ગંદા ફોટો પાડ્યા અને 6 મહિના સુધી.... - Chel Chabilo Gujrati

આણંદના મંદિરમાં 70 વર્ષના પુજારીની 15 વર્ષની સગીરા ઉપર દાનત બગડી, કચરા પોતું કરવા આવતી સગીરાના ગંદા ફોટો પાડ્યા અને 6 મહિના સુધી….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ યુવતીઓ અને સગીરાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો તેમને બ્લેકમેઇલ કરીને તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે. પરંતુ જયારે તેમનો ભાંડો ફૂટે છે ત્યારે તેમનું અસલી રૂપ સામે આવતું હોય છે. હાલ એવો જ એક મામલો આણંદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક  લંપટ પૂજારીની કામલીલા નો પર્દાફાશ થયો છે.

આ મામલો સામે આવ્યો છે આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલા ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાંથી. જ્યાં મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા 70 વર્ષના પૂજારી અમરનાથ વેદાંતીએ મંદિરમાં કચરા પોતું કરવા આવતી એક 15 વર્ષની સગીરાના અશ્લીલ ફોટો પાડી તેને બેલ્કમેઇલ કરવા લાગ્યો અને છેલ્લા 6 મહિનાથી તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ પણ આચરતો રહ્યો.

આ મામલો ત્યારે સામે આવ્યો જયારે સગીરા ગુમસુમ રહેતા તેની માતાએ તેની પુછપરછ કરી હતી. જેના બાદ પૂજારીની કાળી કરતૂત બહાર આવી હતી. આ મામલે પરિવારજનોએ આણંદ સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે લંપટ પુજારીની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો હતો. શ્રમજીવી પરિવારની 15 વર્ષની સગીરા છેલ્લા 6 મહિનાથી મંદિરમાં કચરા પોતાનું કામ કરવા જતી હતી, ત્યારે જ તેને જોઈને આ લંપટ પૂજારીની દાનત બગડી હતી, જેના બાદ તેના અશ્લીલ ફોટો મોબાઈલમાં પડી તેને બ્લેકમેઇલ કરી રહ્યો હતો.

તો મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂજારીની કામલીલા માત્ર એક સગીરા પૂરતી જ સીમિત નથી, તેને અન્ય સગીરાઓ અને મહિલાઓ સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ પૂજારી વર્ષ 2007માં ઉત્તર પ્રદેશથી આ મંદિરમાં પૂજારી તરીકે જોડાયો હતો. મંદિરમાં જોડાયાના ત્રણ જ વર્ષમાં તેને સ્થળની કાયાપલટ કરી નાખી હતી. પુજારીએ ભક્તોના પૈસાથી મંદિરમાં આલીશાન ત્રણ રૂમ પણ બનાવ્યા હતા. જેમાં એસી, ડનલોપના ગાદલાં, બે એલઈડી ટીવી જેવી સુખ સવિધાઓ પણ વસાવી લીધી હતી.

ઉપરાંત આ રૂમમાં જવાની પરવાનગી ફક્ત મહિલાઓને જ આપવામાં આવી હતી. જ્યાં મંદિરમાં દર્શન કરવા માટે આવતી અને મોટાભાગે ગરીબ, દુઃખી અને દારૂડિયા પતિના ત્રાસથી આવેલી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. મહિલાઓને તે પોતાના રૂમમાં લઇ જતો અને પછી મોરપીંછની સાવરણી તેમના ઉપર મારીને તેમને વશમાં કરી લેતો હતો.  ઉપરાંત સમગ્ર મંદિર અને તેના રહેઠાણમાં તેણે સીસીટીવી કેમેરા મૂકાવ્યા હતા. જેને પગલે બહારથી આવેલી વ્યક્તિઓને તે જોઈ શકે.

પોલીસે ટેક્નોલોજીના જાણકાર આ પુજારીના રૂમમાંથી 3 મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ સમેત કુલ 46 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જમાથી તપાસ કરતા સગીરાના 4 અશ્લીલ ફોટા મળી આવ્યા હતા. જેના પર સગીરાનું નામ લખ્યું હતું. ત્યારે પોલીસે હવે આ મામલે વધુ તપાસ માટે આ સામાન એફએસએલમાં મોકલી આપ્યા છે.

Uma Thakor

disabled