કેનેડામાં બરફ નીચેથી 4 ગુજરાતીઓના રામ રમી ગયા...કલોલના પટેલ પરિવારના મોભીએ કહ્યું, અમારો પરિવાર 4 દિવસથી ગુમ છે, 10 દિવસ પહેલાં - Chel Chabilo Gujrati

કેનેડામાં બરફ નીચેથી 4 ગુજરાતીઓના રામ રમી ગયા…કલોલના પટેલ પરિવારના મોભીએ કહ્યું, અમારો પરિવાર 4 દિવસથી ગુમ છે, 10 દિવસ પહેલાં

મિત્રો કેનેડા અને અમેરિકા જવું એ દરેક ગુજરાતીઓનું સપનું હોય છે અને આજકાલ કેનેડા તો ભારે હિમવર્ષાને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-અમેરિકાની બોર્ડર પર -35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 બોડી મળી આવી છે. હાલમાંજ સમાચાર મળ્યા છે કે આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં દિવ્ય ભાસ્કર દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.

રોયલ માઉન્ટેન પોલીસને ત્રણ બોડી બરફ નીચેથી મળ્યા હતા. જ્યાં વધુ તપાસ કરતાં વધુ એક બોડી પણ મળ્યો હતો. આ ચારેય બોડી મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. તે સાત જેટલા શખસને બોર્ડર ઓળંગામાં કરાવવામાં સામેલ હોવાની સંભાવના વર્તાઈ રહી છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

કલોલમાં નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ જેમની (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન જેમની (ઉ. 33), પુત્રી વિહંગા(ગોપી) જેમની (ઉ. 12) અને પુત્ર ધાર્મિક જેમની (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. આ આખો પરિવાર કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ અંગે નવા ડિંગુચા ગામમાં રહેતા જગદીશભાઈના પિતા બળદેવભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની જાણ કોઈને નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.

admins

disabled