યુવકના સગી ભાભી સાથે હતા ઘાપઘાપના સંબંધો, લગ્નના 21 દિવસમાં જ પત્ની સાથે કર્યુ એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે - Chel Chabilo Gujrati

યુવકના સગી ભાભી સાથે હતા ઘાપઘાપના સંબંધો, લગ્નના 21 દિવસમાં જ પત્ની સાથે કર્યુ એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

જેઠાણી સાથે પતિના હતા અવૈદ્ય સંબંધ, લગ્નના 21 દિવસ બાદ જ પતિએ ભાભી સાથે મળી પાડી દીધો ખેલ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર હત્યા અને અવૈદ્ય સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાંના ઘણા જ ચોંકાવનારા પણ હોય છે. ભાભી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના હાલ સામે આવી છે. ઘટનાનું દર્દનાક પાસું એ હતું કે જે મહિવાની હત્યા કરવામાં આવી હતી તેના લગ્ન 21 દિવસ પહેલા જ થયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપી કાર્યવાહી કરી અને 24 કલાકમાં જ હત્યા કેસનો ખુલાસો પણ કર્યો. ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહારના કૈમુર જિલ્લાનો છે.

ચૈનપુરના સિકંદરપુર ગામમાં નવ પરિણીત હત્યા કેસનો 24 કલાકમાં ખુલાસો કરતા પોલીસે પતિ અને જેઠાણીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવપરિણીત મહિલાની અવૈધ સંબંધમાં દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે હત્યામાં વપરાયેલ દુપટ્ટો પણ કબજે કર્યો છે. ડીએસપી સુનીતા કુમારી અનુસાર, 6 જુલાઈ 2022ના રોજ ચેનપુર પોલીસ સ્ટેશનને યુપીના ચંદૌલી જિલ્લાના બસિલા પોલીસ સ્ટેશનના રહેવાસી મૃતક નવદંપતીના સંબંધી મુસરત ખાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે નિયાઝ ખાને ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને બહેન રૂકસાના ખાતૂનની દહેજ માટે હત્યા કરી દીધી.

જે બાદ બંને લોકો મળીને લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ચૈનપુર પોલીસ દ્વારા સિકંદરપુર ગામમાં પહોંચીને ઝડપી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લેવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં મુસરત ખાનની લેખિત અરજીના આધારે નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન વિરુદ્ધ ચૈનપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. રૂક્સાના ખાતૂનના લગ્ન 15 જૂન 22ના રોજ જ થયા હતા. તેના પતિ અને જેઠાણીએ પોતાના ગેરકાયદે સંબંધો છુપાવવા રૂકસાના ખાતુનની હત્યા કરી હતી અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ખૂબ જ પ્રયત્નો બાદ 12 કલાકમાં જ પકડી પાડ્યા હતા.

નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે સંબંધો હતા, જેના કારણે રૂબીના આ લગ્નથી ખુશ નહોતી. લગ્ન બાદથી નિયાઝ અને રૂબીના દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી અને રૂકસાના ખાતૂન આ માંગણી પુરી ન કરી શકી. આખરે નિયાઝ ખાને તેની ભાભી સાથે મળીને પત્ની રૂકસાના ખાતૂનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. 6 જુલાઈના રોજ રૂકસાના ખાતૂન ઘરમાં સૂતી હતી ત્યારે બંનેએ ગળું દબાવી રૂકસાના ખાતૂનની હત્યા કરી નાખી હતી.આ ઉપરાંત હત્યા બાદ લાશને લટકાવી દીધી જેને કારણે લોકો અને પોલીસને શંકા ન થાય કે તેની હત્યા થઇ છે.

Live 247 Media

disabled