જૂનાગઢનો બહાદુર બાળક: 10 વર્ષના બાળકનો પગ અજગરે પોતાના મોઢામાં લઇ લીધો પછી, આ બહાદુર બાળકે કર્યું એવું કે વાંચીને હેરાન રહી જશો

ગીર વિસ્તારની અંદર જંગલી પ્રાણીઓ અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં પણ ઘુસી આવતા આપણે જોઈએ છીએ. સિંહોને પણ રોડ ઉપર ફરતા ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે ત્યારે હાલમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમના પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સભ્યનો દસ વર્ષીય પુત્ર ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો.

પરંતુ બાળકે હિંમતભેર અજગરના મોઢા પર મુક્કો અને પથ્થર મારી પોતાનો પગ અજગરના મોઢામાંથી છોડાવી લેતા બચી ગયો હતો. બાદમાં બાળકને ઇજા થઇ હોવાથી તાત્કાલીક સારવારમાં લઈ જવાયો હતો. આ ઘટનાની સભ્યએ વનવિભાગને જાણ કરતા સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ અજગરનું રેસ્ક્યુ કરી કેદ કરી લીધો હતો.

આ બાબતે મળી રહેલી વશુ માહિતી અનુસાર માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષીય પુત્ર આશિષ પોતાના ખેતરમાં આવેલા ઘર પાસે ખેતરમાં રમી રહ્યો હતો. એ સમયે અચાનક જ શિકારની શોધમાં 14 ફૂટનો અજગર ચડી આવી આશિષના પગમાં ચોટી જકડી લઈ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે આ સમયે જ આશીષે ડરવાના બદલે હિંમત દાખવી અજગરના મોઢા પર પ્રથમ મુક્કો મારી બાદમાં બાજુમાં રહેલા પથ્થર મારી પ્રતિકાર કર્યો હતો. જેથી અજગરે પગને મુખમાંથી છોડી દીધો હતો. આમ દસ વર્ષીય આશિષએ દાખવેલી સતર્કતાના લીધે પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં આશિષએ પિતા સહિત પરીવારજનોને સમગ્ર હકકિત જણાવી હતી.

જેના બાદ  તેના પિતાએ તરત  જ વન વિભાગને જાણ કરી હતી. બાદમાં સ્થળ પર પહોંચેલા વન વિભાગના સ્ટાફે મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકના મેંદરડા ખાતે લઈ જવાયો હતો. જ્યાં તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાત બેસાડી દીધા હતા.

After post

disabled