દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક પત્નીને છૂટાછેડા આપી પોતાનાથી અડધી ઉંમરની પ્રેમિકા સાથે કરવા જઇ રહ્યા છે લગ્ન, જાણો લવ સ્ટોરી - Chel Chabilo Gujrati

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક પત્નીને છૂટાછેડા આપી પોતાનાથી અડધી ઉંમરની પ્રેમિકા સાથે કરવા જઇ રહ્યા છે લગ્ન, જાણો લવ સ્ટોરી

આ પૈસાદાર બુઢો પોતાનાથી 32 વર્ષ નાની હસીનાને પટાવી ગયો, યુઝર્સ બોલ્યા ઘણી રાતો રંગરેલિયો માનવી હશે, હવે કરવા જઈ રહ્યો છે એક મોટું કામ

કહેવાય છે ને કે પ્રેમ કશું જોતો નથી. જ્યારે પ્રેમ થાય છે ત્યારે લોકો પોતાનો જીવ પણ આપી દે છે. જયારે પ્રેમનો તાવ ચઢે છે ત્યારે વ્યક્તિ પોતાનો રંગ, અમીર-ગરીબ, જાતિ-ધર્મ અને સામાજિક રૂઢિઓ બધુ જ બાજુ પર મૂકી દે છે. ઘણા લોકો તો પ્રેમમાં મારવા મરવા પર પણ આવી જતા હોય છે. આવું જ કંઈક અમેરિકન અબજોપતિ અને વૃદ્ધ બિઝનેસમેન જોન પોલસન સાથે થયું,

જેને 66 વર્ષની ઉંમરે 32 વર્ષ નાની અને ખૂબ જ સુંદર ડાયટિશિયન એલિના સાથે પ્રેમ થયો. એલિના સાથેના પ્રેમમાં તેણે પોતાના 21 વર્ષ જૂના લગ્નને તોડવાનો નિર્ણય લીધો. તેમના લિવ-ઈન રિલેશનશિપના ખુલાસા બાદ આ કપલની તસવીરો વાયરલ થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ ટાયકૂન જોન વૃદ્ધાવસ્થામાં તેની અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કરવાના મૂડમાં છે,

પરંતુ આ નિર્ણય સાથે તે છૂટાછેડાના નવા હોબાળામાં પણ ફસાઈ ગયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અબજોપતિ ઉદ્યોગપતિ જોનની નેટવર્થ 4.8 અબજ ડોલર એટલે કે લગભગ 24 હજાર કરોડ રૂપિયા છે. વિશ્વના 177મા સૌથી અમીર વ્યક્તિ આ ખૂબ જ સુંદર ડાયટિશિયન, લાઇફસ્ટાઇલ એક્સપર્ટ અને મીડિયા ઇન્ફ્લુઅન્સર એલિનાના પ્રેમમાં પડી ગયા છે. હવે બંને મેનહટનમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં સાથે રહે છે.

જોનની પત્ની જેની પોલસન 50 વર્ષની છે અને બંનેના લગ્નને 21 વર્ષ થઇ ગયા છે. બંનેને બે દીકરીઓ પણ છે. જેનીને તેના પતિના અફેર વિશે મીડિયા દ્વારા ખબર પડી અને તે પછી બંનેના છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ. હવે જોનને જેનીને માતબર રકમ ચૂકવવી પડશે, પરંતુ જોન તેની ગર્લફ્રેન્ડમાં વ્યસ્ત છે. જોન ખાવા-પીવાનો ઘણો શોખીન છે,

પરંતુ તેની ગર્લફ્રેન્ડ ફિટનેસને લઈને ચિંતિત છે. ડાયટિશિયન એલિના ઓછી કેલરી એનર્જી ડ્રિંક પીવાની શોખીન છે. તેમના લગ્નેતર સંબંધોની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. એલેના ડી અલ્મેડાની વાત કરીએ તો, તે ફિટનેસ પ્રભાવક છે અને જોનને મળ્યા પહેલા તે માત્ર 9 હજાર રૂપિયામાં ડાયેટ પ્લાન વેચતી હતી. ઘણા અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે

જોન એલિના સાથે લગ્ન કરીને પોતાનો પરિવાર વધારવા માંગે છે. તેમના સંબંધોના સમાચાર દુનિયામાં આવતા જ લોકોએ ડાયટિશિયન એલીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો તેમને લોભી અને પૈસાની ભૂખી કહી રહ્યા છે. પરંતુ લોકોની ચિંતા કર્યા વગર બંને પોતાના સંબંધોથી ખુશ છે.

Live 247 Media

disabled