નાની ઉંમરમાં જ મોટું નામ બનાવનારા "માટલું અને ચાંદ વાલા મુખડા" ફેમ જીગર ઠાકોરના પિતાની થયું નિધન, નાની ઉંમરમાં જ ગુમાવ્યો પિતાનો પડછાયો - Chel Chabilo Gujrati

નાની ઉંમરમાં જ મોટું નામ બનાવનારા “માટલું અને ચાંદ વાલા મુખડા” ફેમ જીગર ઠાકોરના પિતાની થયું નિધન, નાની ઉંમરમાં જ ગુમાવ્યો પિતાનો પડછાયો

દરેક વ્યક્તિ માટે તેના પિતા ખાસ હોય છે, ભલે પિતા ગુસ્સે થયા હોય કે પછી કોઈ વાતે ફટકારતા હોય, પરંતુ પિતા હંમેશા પોતાના સંતાનોના ભવિષ્ય માટે જ વિચારતા હોય છે, પરંતુ જો નાની ઉંમરમાં જ પિતા દુનિયાને અલવિદા કહી દે તો દીકરાનું જીવન કેવું બની જાય ? હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં ગુજરાતના નાની ઉંમરના ગાયક જીગર ઠાકોરના પિતાનું અકાળે અવસાન થયું છે.

8 વર્ષની ઉંમરે પોતાની ગાયિકી શરૂ કરનારા જીગર ઠાકોરના પિતાનું અવસાન થતા જ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જીગરના પિતાનું 5 ડીસેમબરના રોજ અવસાન થઈ હતું.  જીગર ઠાકોર મૂળ બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ મડાણાનો વતની છે, તેના એક ભાઈ અને બહેન છે. જિગરે થોડા સમય પહેલા જ નાની ઉંમરમાં પોતાની મહેનતથી એક શાનદાર કાર પણ ખરીદી હતી.

માટલા પર માટલું અને ચાંદ જેસા મુખડા ગીતે જીગરને ખુબ જ મોટી લોકપ્રિયતા અપાવી હતી. જિગરની આ સફળતાથી તેના પિતા પણ ખુબ જ ખુશ હતા, પરંતુ જીગરની આગળની સફર જોવા માટે આજે તે હયાત નથી. જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. સોરાબજીને પણ ગાયક બનવું હતું, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તે ગાયક બની ના શક્યા, પરંતુ તેમની આ સપનું તેમને દીકરા દ્વારા પૂર્ણ કર્યું.

જીગર પણ તેના પિતાની ખુબ જ નજીક હતો અને પિતાના નિધનના કારણે તેની માથે પણ દુઃખોનો પહાડ તૂટી ગયો છે. જીગર ઠાકોર ખુબ જ નાની ઉંમરમાં ખુબ જ મોટું નામ બનાવી લીધું હતું. ગાયક દેવ પગલી સાથે ગયેલા તેના બે ગીતો તો ખુબ જ લોકપ્રિય બની ગયા છે જેમાં “માટલા પર માટલું” આખા ગુજરાતમાં લોકપ્રિય બન્યું અને તેના બાદ “ચાંદ જેસા મુખડા” ગીતે તો દેશભરમાં એક રેકોર્ડ બનાવી દીધો હતો અને આ ગીતો દ્વારા જીગર ઠાકોરને એક નવી ઓળખ પણ મળી હતી.

Uma Thakor

disabled