ડાયરા કલાકાર માયાભાઇ આહીરના દીકરાએ ખરીદી લાખો રૂપિયાની ચમચાતી લક્ઝુરિયસ કાર, વીડિયોમાં જુઓ કેવી એન્ટ્રી પડે છે જયરાજની - Chel Chabilo Gujrati

ડાયરા કલાકાર માયાભાઇ આહીરના દીકરાએ ખરીદી લાખો રૂપિયાની ચમચાતી લક્ઝુરિયસ કાર, વીડિયોમાં જુઓ કેવી એન્ટ્રી પડે છે જયરાજની

ગુજરાતમાં થતા ડાયરાઓની રમઝટ તમે તો જોઈ જ હશે, જેમાં ડાયરાની અંદર લાખો રૂપિયા પણ ઉડતા જોવા મળે છે. આ બતાવે છે કે ગુજરાતમાં ડાયરા કલાકારો અને ડાયરાનું શું મહત્વ છે. ગુજરાતમાં ઘણા બધા ડાયરા કલાકારો થઇ ગયા જેમને ડાયરામાં અનેરી રમઝટ જમાવી હતી. ત્યારે એવું જ એક નામ માયાભાઇ આહિરનું પણ છે.

માયાભાઇ આહીરે પણ પોતાની મહેનતથી ડાયરામાં એક મોટું નામ ઉભું કર્યું છે અને  ગુજરાતના દરેક ઘરમાં પોતાની એક આગવી ઓળખ પણ ઉભી કરી છે.  ગુજરાતના કોઈપણ ખૂણે જયારે તેમના ડાયરાનો કાર્યક્રમ હોય ત્યારે જનમેદની ઉમટી પડતી હોય છે.  ત્યારે તેમનો ચાહક વર્ગ પણ દુનિયાભરમાં ફેલાયેલો જોવા મળે છે.

માયાભાઇના પરિવાર વિશે પણ ઘણા લોકો જાણે છે, વળી તેમનો દીકરો જયરાજ આહીર પણ સોશિયલ મીડિયા સ્ટાર છે, તેના પણ 2 લાખથી વધુ ફોલોઅર્સ ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છે.  જયરાજ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ નામના ધરાવે છે અને તેના સોશિયલ મીડિયામાં નજર કરતા તે કારનો શોખીન હોય તેમ દેખાઈ રહ્યું છે.

જયરાજે સોશિયલ મીડિયામાં પોતાના કાર સાથેની ઘણી બધી તસવીરો શેર કરી છે ત્યારે હાલમાં તેને એક નવી કાર ખરીદીને પોતાના ગેરેજમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે. જેનો વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જયરાજ કાર સાથે ઉભા રહીને શાનદાર પોઝ આપતો જોવા મળે છે. સાથે જ શોરૂમમાંથી કવર હટાવી અને કાર લઈને જતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળ્યા અનુસાર જયરાજ આહીરે MG Gloster કાર ખરીદી છે. જો કે તેને આ કારનું કયું મોડલ ખરીદ્યુ છે તે હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ આ કાર દેખાવમાં ખુબ જ શાનદાર દેખાઈ રહી છે. MG કંપનીની આ કાર ખુબ જ બલ્કિ લુકમાં આવે છે અને તેની એક શોરૂમ પ્રાઈઝ 32 લાખથી લઈને 40.78 લાખ સુધીની ઓનલાઇન વેબસાઈટ અનુસાર જણાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

Uma Thakor

disabled