ઇન્સ્ટાગ્રામ ગંદી રીલ બનાવનાર આ સેલિબ્રિટી BMW માં ફરતી, એવા એવા કાંડ કરતી કે પોલીસે બોચી પકડીને ઝડપી લીધી, રુવાડા ઉભા કરી દે એવી કહાની - Chel Chabilo Gujrati

ઇન્સ્ટાગ્રામ ગંદી રીલ બનાવનાર આ સેલિબ્રિટી BMW માં ફરતી, એવા એવા કાંડ કરતી કે પોલીસે બોચી પકડીને ઝડપી લીધી, રુવાડા ઉભા કરી દે એવી કહાની

બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવનાર હસીનાનો પર્દાફાશ થયો છે. તે અર્ધનગ્ન થઈને ઈન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને બિઝનેસમેનને ફસાવતી હતી. પછી તે તેની સાથે ચેટ કરતી અને પછી કપડા વગરનો ફોટો મોકલી પૈસાની માગણી કરી તેને ફસાવતી અને બ્લેકમેઇલ કરતી. જો કોઈ પૈસા ન આપે તો તેને ગુંડાઓ તરફથી ધમકીઓ અપાવતી હતી. લુધિયાણા પોલીસે જસનીત કૌર કે જે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે તેની ધરપકડ કરી છે.

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સ્કેન કરવામાં આવી રહ્યું છે જેથી અન્ય લોકોને કરવામાં આવી રહેલા બ્લેકમેઇલિંગને શોધી શકાય. જસનીતની સાથે કથિત કોંગ્રેસી નેતા લકી સંધુ પણ આ કામમાં હતા અને તેમની પણ શોધ કરવામાં આવી રહી છે. જસનીત કૌર સંગરુરની રહેવાસી છે. તેના પિતા મૃત્યુ પામ્યા છે. આ પછી તેણે પૈસા કમાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર એડલ્ટ રીલ્સ મૂકવાનું શરૂ કર્યું. તેને આશા હતી કે આનાથી તેના ફોલોઅર્સ વધશે અને તે ફેમસ થવાની સાથે મોટી કમાણી કરશે.

જો કે તેનો ઇરાદો પૂરો ન થયો, તો તેણે બ્લેકમેઇલિંગનો આશરો લીધો. તેણે અમીર લોકોને પોતાની જાળમાં ફસાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ. ત્યારે એક વેપારી પાસેથી તેણે એક કરોડની ખંડણી માગી તો તે ફસાઇ ગઇ અને આ મામલે બિઝનેસમેને તેના વિરૂદ્ધ કેસ નોંધાવ્યો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. મોડલ ટાઉન પોલીસ સ્ટેશનના SHOના જણાવ્યા અનુસાર, 2022માં ફરિયાદીએ જસનીત કૌર વિરુદ્ધ મોહાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, તેની માહિતી પણ પોલીસ પાસે છે.

જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે ધમકી આપનાર વ્યક્તિ લકી સંધુ તેનો નજીકનો મિત્ર નીકળ્યો. પોલીસના જણાવ્યા અનુસાર લકી સંધુના ગેંગસ્ટરો સાથે સંબંધો છે. પોલીસ લકી સંધુની કોલ ડિટેઈલની તપાસ કરી રહી છે. જસનીત કૌરે પોલીસને જણાવ્યું કે તે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માંગતી હતી. પહેલા તે સામાન્ય વીડિયો મૂકતી હતી પરંતુ તેના પર ફોલોઅર્સ અને વ્યુઝ નહોતા મળતા. આ પછી તેણે અશ્લીલ વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

જે બાદ તેના અકાઉન્ટ પર ફોલોઅર્સ વધવાની સાથે વ્યુઝ પણ વધવા લાગ્યા. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જસનીત કૌરના વીડિયો જોયા બાદ મેસેજ આવતા અને જ્યારે વાતચીત શરૂ થાય ત્યારે તે પોતાના કેટલાક કપડા વગરના ફોટા મોકલતી. ચેટિંગ ચાલતું અને પછી તે તેના રેકોર્ડના સ્ક્રીનશોટ લઈને બ્લેકમેલિંગની રમત શરૂ કરતી. પોલીસ તપાસ મુજબ, જસનીત કૌર 75 લાખની કિંમતની BMW કારમાં સફર કરે છે.

Live 247 Media

disabled