જસદણમાં ફોટોગ્રાફર સાથે કરી 20 લાખનો કાંડ થઇ ગયો, 9 વર્ષની દીકરીના નામે વીડિયો બનાવ્યો, સુસાઇડ નોટ પણ લખી અને 3 દિવસ બાદ મળી પિતાની લાશ - Chel Chabilo Gujrati

જસદણમાં ફોટોગ્રાફર સાથે કરી 20 લાખનો કાંડ થઇ ગયો, 9 વર્ષની દીકરીના નામે વીડિયો બનાવ્યો, સુસાઇડ નોટ પણ લખી અને 3 દિવસ બાદ મળી પિતાની લાશ

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ બરોજ કોઈને કોઈ વ્યક્તિ આર્થિક તંગીના કારણે અથવા તો પારિવારિક કંકાશ કે પછી પ્રેમમાં નાસીપાસ થઇ જવાના કારણે આપઘાત કરી લેતા હોવાનું જાણવા મળે છે. ત્યારે હાલ રાજકોટના જસદણમાંથી પણ એક રહસ્યમય આપઘાતની ખબર આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જસદણમાં આવેલા ગંગાભુવન વિસ્તારમાં રહેતા મૂળ સાજડિયા ગામના વતની અને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલા અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયાએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા તેમને એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તે તેમની 9 વર્ષની દીકરીને કહેતા જોવા મળી રહ્યા હતા કે “બેટા કોઈ પાસેથી કઈ લેતી નથી.” આ વીડિયો બનાવ્યા બાદ તે લાપતા થઇ ગયા હતા.

પરંતુ હવે 3 દિવસ બાદ સ્યુસાઇડ નોટ સાથે તેમની લાશ મળવાના કારણે ચકચારી મચી ગઈ છે. અશોકભાઈની લાશ આટકોટ રોડ ઉપર SPS સ્કૂલ પાસે મળી આવી હતી. જેના બાદ પોલીસે તપાસનો ધમધમત શરૂ કર્યો. અશોકભાઈ 17 જાન્યુઆરીના રોજ તેમના ઘરેથી લાપતા થયા હતા અને ત્યારબાદ બે દિવસ પહેલા જ તેમની લાશ મળી આવી.

તેમના પરિવારજનોએ તેમના ગુમ થવાની ફરિયાદ પણ નોધાવી હતી. અશોકભાઈની લાશ મળી આવ્યા બાદ પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે, તો તેમની 9 વર્ષની દીકરીએ પણ તેના પિતાનો પડછાયો ગુમાવ્યો છે. અશોકભાઈએ જે વીડિયો બનાવ્યો હતો તેમાં તેમને પોતાની વ્યથા પણ રજૂ કરી હતી.

આ વડીયોની અંદર તેમને યોગેન ભુવા નામના વ્યક્તિએ તેમની સાથે છેતરપીંડી કરી હોવાનું પણ જણાવ્યું હતું. તો અશોકભાઈએ લખેલી સુસાઇડ નોટમાં તેમને યોગેન ભુવાનો મોવબાઈલ નંબર સાથે ઉલ્લેખ કર્યો હતો. યોગેને તેમની પાસેથી ધીમે ધીમે કરીને 20 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ તેમને સુસાઇડ નોટમાં જણાવ્યું હતું.

અશોકભાઈએ જણાવ્યું હતું કે તેમના નામ ઉપર યોગેને ગાડી લીધી હતી અને તેના હપ્તા પણ તે ભરી રહ્યા નહોતા, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડમાંથી પણ તેઓ પૈસા ઉપાડતા હતા.  છેલ્લા ત્રણ મહિનાથી યોગેન તેમના ફોન પણ ઉપડતો ના હોવાનો ઉલ્લેખ પણ તેમને સુસાઇડ નોટમાં કર્યો છે.  ત્યારે હવે આ ઘટનાને લઈને  આટકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Uma Thakor

disabled