જામનગરના બઝારમાં બીભત્સ કઢંગી હાલતમાં ક્રિડા કરતા ઝડપાયા પછી યુવકે કરી આત્મહત્યા, કારણ સાંભળીને ધ્રુજી ઉઠશો - Chel Chabilo Gujrati

જામનગરના બઝારમાં બીભત્સ કઢંગી હાલતમાં ક્રિડા કરતા ઝડપાયા પછી યુવકે કરી આત્મહત્યા, કારણ સાંભળીને ધ્રુજી ઉઠશો

કેટલાક દિવસો પહેલા જ ગુજરાતના જામનગરમાંથી એક એવો વીડિયો વાયરલ થયો હતો, જેણે સમગ્ર જગ્યાએ ભારે ચર્ચા જગાવી હતી. જામનગરના ચાંદીબજારમાં યુવકનો મહિલા સાથેનો આપત્તિજનક ક્રીડા કરતો વીડિયો વાયરલ થયો હતો, જે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. ત્યારે હવે આ વીડિયોમાં જે યુવક દેખાતો હતો તેણે બદનામીના ડરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ ઘટના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં જે યુવક હતો તેને કેટલાક વેપારીઓ દ્વારા બ્લેકમેઈલ કરી પરેશાન કરવામાં આવી રહ્યો હતો જેથી કંટાળી આ યુવકે આપઘાત જેવું ખૌફનાક પગલું ભર્યું હતુ.

આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે પોલિસે ખસેડી હતી અને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. વિગત જોઇએ તો થોડા સમય પહેલા જામનગરના ચાંદીબજારમાં દુકાનોના બુગદામાં એક કપલ બિભત્સ ક્રીડા કરતો સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોની ભારે ચર્ચા પણ જાગી હતી અને આ વીડિયોમાં જે યુવક દેખાઇ રહ્યો હતો તેણે અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

representative image

બીજી બાજુ આપઘાત કરનાર યુવકના પરિવારજનોએ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે બે વેપારીઓ દ્વારા જાણી જોઈને વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને તે બાદ તેને નોકરીથી કાઢી મુકવા તથા માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હતો, આથી આ બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને કડક સજા કરવામાં આવે. આ યુવકને કેટલાક વેપારીઓ દ્વારા બ્લેકમેઈલ કરી પરેશાન પણ કરાતો હતો જેથી કંટાળી આ યુવકે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

representative image

ગત 13મી તારીખે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જામનગરના ચાંદી બજાર વિસ્તારના આવેલી એક દુકાન પાસે એક યુવક અને યુવતી કઢંગી હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આ દરમિયાન જામનગરમાં કાલાવડ નાકા બહાર બચુ નગર વિસ્તારમાં રહેતા બુખારી સૈયદ આરીફભાઇ સલીમભાઈએ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. સીટી-એ ડિવિઝનના પી.આઇ. એમ.જે.જલુ અને તેની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે, અને કેટલાક સોની વેપારીઓના નિવેદનો નોંધ્યા છે.

Live 247 Media

disabled