બેશરમ છોકરીઓ કોલેજમાં ભણવા આવે છે કે ઘપાઘપ માણવા અને ડગની પાર્ટીઓ કરવા? એક વિદ્યાર્થીનીની મોત અને 9 કોલેજની યુવતીઓ ઝડપાઇ - Chel Chabilo Gujrati

બેશરમ છોકરીઓ કોલેજમાં ભણવા આવે છે કે ઘપાઘપ માણવા અને ડગની પાર્ટીઓ કરવા? એક વિદ્યાર્થીનીની મોત અને 9 કોલેજની યુવતીઓ ઝડપાઇ

સ્ટુડન્ટ્સ કોલેજમાં ભણવા જાય છે, પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં કોલેજમાં ડગ પાર્ટી ચાલી રહી છે. એક મેડિકલ કોલેજમાં આવી પાર્ટી ચાલે છે, અને તે વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીનું છત પરથી પડી જવાથી મોત થયું. પોલીસે આ કેસમાં 9 છોકરીઓ અને 9 છોકરાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કિસ્સો રાજસ્થાનની રાજધાની જયપુરની એક કોલેજમાંથી સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ કિસ્સો જયપુરના ચોમુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મેડિકલ આયુષ કોલેજનો છે.

જ્યાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતીને તેના મિત્રો અને કોલેજના કેટલાક છોકરાઓએ કોલેજની છત પરથી નીચે ફેંકી દીધી અને આ હત્યાને આપઘાત ગણાવ્યો. થોડા દિવસો પહેલા તે કોઈ કામ અર્થે તેની કોલેજની હોસ્ટેલના ભોંયરામાં ગઈ હતી જેથી ત્યાં તેણે કેટલાક છોકરાઓ અને છોકરીઓને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. તે લોકો સફેદ પાવડર જેવી દવાઓ લેતા હતા અને ગંદા કામો કરતા હતા. તે ઉપરના માળે પાછી આવી, પરંતુ છોકરા-છોકરીઓએ તેને જોઇ લીધી, ત્યારપછી તેના ખરાબ દિવસો શરૂ થયા.

તેઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેણે આ વાતની જાણ કોઈને કરી તો તેને જાનથી મારી નાખશે એવી ધમકી આપી. ડરી ગયેલી વિદ્યાર્થીનીએ તેની માતા અને ભાઈને ફોન પર આ અંગે જાણ કરી તો તેઓએ પુત્રીને થોડા દિવસ ઘરે આવવાની સલાહ આપી. માતા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે 19 એપ્રિલ 2022ના રોજ પુત્રી ઘરે આવવાની હતી. અગાઉ 17 એપ્રિલે તે ઘરે આવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ પ્રેક્ટિકલ આપવાના નામે તેને 19મી સુધી રોકી દેવામાં આવી હતી.

19ના રોજ જ્યારે તે ઘરે આવવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે તે શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવી હતી. તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ત્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી. મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું કે બહેનને સતત તેના જીવનો ડર સતાવતો હતો. તેણે કહ્યું હતું કે તેણે ભોંયરામાં કેટલાક લોકોને ડ્ગ્સ લઇને ગંદા કામ કરતા જોયા હતા. ભાઈનો આરોપ છે કે તેની સાથે ભણતી છોકરીઓએ તેને ઓશીકું વડે ગૂંગળાવી મારી નાખી અને પછી તેને કોલેજની છત પરથી નીચે ફેંકી દીધી.

જ્યાં તેને ફેંકવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ કોલેજ મેનેજમેન્ટનું કહેવું છે કે કેમેરા બંધ છે. ભાઈએ આક્ષેપ કર્યો હતો કે કોલેજના અન્ય કેમેરા અકબંધ અને ચાલુ હોવા છતાં તે દિવસે જ કેમ કેમેરા સ્વીચ ઓફ રાખવામાં આવ્યા હતા. હત્યાની આ ઘટનામાં મૃતક વિદ્યાર્થીની સાથે ભણતી 9 છોકરીઓ સહિત 10 અન્ય લોકો પણ આરોપી છે. હત્યાની આ ઘટના બાદ હવે પોલીસ મોટાપાયે પૂછપરછ કરી રહી છે. ત્યાં હત્યાની એફ.આઈ.આર. કોલેજની માહિતી વિદ્યાર્થીઓને મળતા જ તેમાંથી ઘણાએ કોલેજ છોડી દીધી હતી.

Live 247 Media

disabled