મોડલના કપડાં જોઈને ફલાઇટ એટેન્ડન્ટને પણ આવી ગઈ શરમ, ખુલ્લેઆમ એવું કામ કરી બેઠી કે…

ઇન્ટરનેટ ઉપર મોડલની ઘણી બોલ્ડ અને હોટ તસવીરો વાયરલ થતી હોય છે, જેને ચાહકો જોવાનું પણ ખુબ જ પસંદ કરે છે, પરંતુ જાહેર સ્થળ ઉપર કોઈ મોડલ શરમ આવે એવા કપડાં પહેરીને જાય તો કેવું લાગે ?

આવી જ એક ઘટના હાલમાં બની છે. ઇન્સ્ટાગ્રામ મોડલ ઇઝાબેલ એલેનોર જયારે ફલાઇટમાં જવા માટે નીકળી હતી ત્યારે ફલાઇટ એટેન્ડેન્ટ દ્વારા તેને રોકી દેવામાં આવી. જેટસ્ટાર એરવેઝના એક કૃ મેમ્બરે કહ્યું કે તે આ કપડાં સાથે યાત્રા નહીં કરી શકે.

ઇઝાબેલે માત્ર બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. જેના બાદ તેને પૂછવામાં આવ્યું કે તેની પાસે કોઈ જેકેટ નથી ? ત્યારે તેને પહેલા ના પાડી, ત્યાર બાદ ક્રૂ મેમ્બરે તેના માટે જેકેટની વ્યવસ્થા કરી હતી.મોડલના જણાવ્યા પ્રમાણે આ ઘટના તેની સાથે ત્યારે બની જયારે તે  ગોલ્ડ કોસ્ટથી મેલબર્ન જઈ રહી હતી. ઇઝાબેલ આ ફ્લાઈટમાં પોતાના પતિની સાથે સફર કરી રહી હતી.

મોડલે કહ્યું કે, “પ્લેનની એક ફલાઇટ  એટેન્ડન્ટે મારી તરફ જોતા પૂછ્યું કે “મારી પાસે કોઈ જંપર અથવા જેકેટ નથી જે હું પહેરી શકું ? મને એમ લાગ્યું કે આ એટલા માટે પૂછી રહી છે કે ક્યાંય મને ઠંડી ના લાગી જાય. કારણે કદાચ મેલબોર્નમાં અત્યારે ઠંડી હોઈ શકે છે.” ઇઝાબેલે આગળ જણાવ્યું કે તે મહિલાએ મને આગળ જણાવ્યું કે તમે જે પહેરીને આવ્યા છો તેનાથી યાત્રા નહીં કરી શકો. તમે બિકીની પહેરીને યાત્રા નહિ કરી શકો. ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા  ક્રુને બોલાવવામાં આવ્યા અને જેકેટ વિશે તે પૂછવા લાગી.

ત્યારબાદ ફલાઇટ એટેન્ડન્ટ દ્વારા તેને જેકેટ પહેરવા માટે આપવામાં આવ્યું. આ દરમિયાન ઇઝાબેલને શરમિંદગીનો સામનો પણ કરવો પડ્યો. બધા જ લોકો તેને જ જોઈ રહ્યા હતા.

હવે આ મામલામાં જેટસ્ટારનું કહેવું છે કે ફ્લાઇટ એટેડન્ટને એરલાઈન્સની પોલીસ વિશે કેટલીક ગેરસમજ હતી. એરલાઇન કંપની દ્વારા મોડલની માફી પણ માંગવામાં આવી છે.

disabled