શું હત્યા પહેલા પ્રેગ્નેટ હતી શ્રદ્ધા ? નરાધમ અફતાબે ગર્ભ રાખી દીધો હતો? જાણો અંદરની વાત - Chel Chabilo Gujrati

શું હત્યા પહેલા પ્રેગ્નેટ હતી શ્રદ્ધા ? નરાધમ અફતાબે ગર્ભ રાખી દીધો હતો? જાણો અંદરની વાત

શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસની તપાસ ચાલી રહી છે. આ ઘટના સાથે જોડાયેલી નવી નવી વાતો બહાર આવી રહી છે. જો કે, દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનને હજુ સુધી આવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, જેનાથી તે ચોક્કસ કહી શકે કે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી છે. પોલીસે શરીરના અંગો મેળવવા માટે દસ ટીમોની રચના કરી છે, જેઓ છત્તરપુર એન્ક્લેવ વિસ્તારના જંગલોમાં, એમબી રોડના 100 ફૂટ, ડાંગર મિલ કમ્પાઉન્ડની પાછળ અને સ્મશાન નજીકના નાળાની આસપાસ શરીરના ટુકડાઓ શોધી રહી છે. બીજી તરફ હત્યા સમયે શ્રદ્ધા ગર્ભવતી હોવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આફતાબ પોલીસને જે પણ માહિતી આપી રહ્યો છે, તે તમામ માહિતી સાચી છે કે નહિ તેની પણ પોલિસ તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે હત્યા પહેલા શ્રદ્ધા ગર્ભવતી હતી કે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે આટલા લાંબા સમય પછી હાડકાં મળ્યા હોવાથી તે ગર્ભવતી હતી કે નહીં તે જાણવાની શક્યતા ઓછી છે. મહેરૌલી પોલીસ સ્ટેશન શરીરના અંગો શોધવા માટે ડોગ સ્ક્વોડ સાથે બુધવારે સવારે છતરપુરના જંગલોમાં પહોંચી હતી. જોકે, ડોગ સ્ક્વોડને શરીરના અંગોની કોઈ ગંધ આવી નહોતી. જેથી ડોગ સ્ક્વોડને જંગલોમાં પડેલા માણસો અને પ્રાણીઓના કેટલાક હાડકાં શોધવામાં મદદ મળી હતી.

મંગળવારે, પોલીસને જંગલમાંથી પેલ્વિક બોન મળ્યું, જે શ્રદ્ધાની પીઠના નીચેના ભાગનું હોવાનું માનવામાં આવે છે. પોલીસને આશા છે કે આ પેલ્વિક બોન શ્રદ્ધાના મૃતદેહની ઓળખ પુરવાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા સમયે શ્રદ્ધા ગર્ભવતી હતી. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અથવા ચેટિંગથી જ આ રાઝ ખુલશે. શ્રદ્ધાની હત્યા કર્યા પછી પણ આફતાબે તેનું ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ રાખ્યું, જેથી કોઇને શક ન જાય કે શ્રદ્ધા સાથે કંઇ થયુ છે.

તેણે શ્રદ્ધાનો મોબાઈલ ફોન જૂન મહિના સુધી ચાલુ રાખ્યો હતો, પરંતુ તે કોઈની સાથે વાત કરતો નહોતો અને માત્ર મેસેજ દ્વારા જ જવાબ આપતો હતો. તેણે 26 મેના રોજ શ્રદ્ધાના ખાતામાંથી 54,000 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. આફતાબના પરિવારમાં તેના માતા-પિતા અને એક નાનો ભાઈ છે. તે મહારાષ્ટ્રના વસઈ વિસ્તારમાં રહે છે. કહેવાય છે કે હત્યાનો ઘટસ્ફોટ થયાના થોડા દિવસ પહેલા જ આખો પરિવાર અહીંથી અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયો હતો. પોલીસ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે પણ અરજી કરી શકે છે.

પરંતુ મોટી સમસ્યા એ સામે આવી રહી છે કે પોલીસને પુરાવા એકત્ર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તમામ પુરાવા મળ્યા બાદ પોલીસ વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કરશે. આ માટે પોલીસ છેલ્લા એક વર્ષથી આફતાબના મોબાઈલ ફોનની ડિટેઈલ પણ મેળવી રહી છે, જેમાં હત્યા પહેલા અને પછી ક્યાંક તેના લોકેશનની માહિતી મળી શકે છે. પોલીસે બુધવારે છતરપુર પહાડી વિસ્તારમાં આફતાબના ભાડાના મકાનની પણ તપાસ કરી હતી. કહેવાય છે કે આ દરમિયાન પોલીસને લેડીઝ બેગ સહિત અન્ય કેટલીક વસ્તુઓ મળી હતી.

Live 247 Media

disabled