એવી કઈ વસ્તુ છે જેને ગરીબ લોકો ફેંકી દે છે અને અમીર લોકો પોતાના ખિસ્સામાં રાખી લે છે? જાણો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા આવાજ રોમાંચક સવાલોના જવાબ - Chel Chabilo Gujrati

એવી કઈ વસ્તુ છે જેને ગરીબ લોકો ફેંકી દે છે અને અમીર લોકો પોતાના ખિસ્સામાં રાખી લે છે? જાણો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા આવાજ રોમાંચક સવાલોના જવાબ

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે ખુબ જ મહેનત કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ લેવામાં આવતા ઇન્ટરવ્યૂની અંદર ઘણા લોકો નિષ્ફળ જતા હોય છે. આવા ઇન્ટરવ્યૂની અંદર ઘણા એવા સવાલો પૂછવામાં આવે છે જેના જવાબ આપણી આસપાસ હોવા છતાં પણ આપણે નથી જણાવી શકતા, તો ચાલો આજે અમે તમને એવા જ રોમાંચક સવાલોના જવાબો જણાવીશું.

પ્રશ્ન:1- ધારો કે 2 એક કંપની છે અને 2 ભીડ છે. તો 4 અને 5 શું હશે ?
જવાબ: 4 અને 5 હંમેશા 9 થાય છે.

પ્રશ્ન: 2- ભારતની પ્રથમ મહિલા IAS ઓફિસર કોણ હતી ?
જવાબ: અન્ના રામજન મલ્હોત્રા

પ્રશ્ન:3- એક ટેબલ ઉપર પ્લેટની અંદર બે સફરજન છે અને તેને ખાવા વાળા ત્રણ માણસ છે તો કેવી રીતે ખાઈ શકશે ?
જવાબ: પ્રશ્નમાં જ જવાબ છપાયેલો છે. એક ટેબલ ઉપર છે અને બે પ્લેટમાં છે તો થઇ ગયા ત્રણ સફરજન. હવે બધાના ભાગમાં એક એક આવશે.

પ્રશ્ન:4- મનુષ્યની એક આંખનું સામાન્ય વજન કેટલા ગ્રામ હોય છે ?
જવાબ: મનુષ્યની એક આંખનું વજન સામાન્ય રીતે 8 ગ્રામ હોય છે.

પ્રશ્ન:5- સ્ત્રીનું એવું કયું રૂપ છે જે દરેક વ્યક્તિ જોઈ શકે છે, પરંતુ તેનો પતિ નથી જોઈ શકતો?
જવાબ: વિધવા રૂપ

પ્રશ્ન: 6- બે ઘરની અંદર આગ લાગી છે. એક ઘર અમીરનું છે અને બીજું ઘર ગરીબનું તો પોલીસ પહેલા ક્યાં ઘરની આગ બુઝાવશે ?
જવાબ: આગ પોલીસ નહીં ફાયર બ્રિગેડ બુઝાવે છે.

પ્રશ્ન: 7-વિશ્વની અંદર ક્યાં દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષનો હોય છે ?
જવાબ: સ્વીત્ઝર્લેન્ડ:

પ્રશ્ન: 8- એક છોકરો એક છોકરી સાથે એવું શું કરે છે જેના કારણે છોકરી રડવા લાગે છે ?
જવાબ: એક છોકરો એક છોકરી સાથે જયારે લગ્ન કરે છે ત્યારે છોકરી રડવા લાગે છે.

પ્રશ્ન:9- એવું શું છે જે એક બાપ પોતાની દીકરીને જન્મ થતા આપે છે, અને લગ્ન થવા ઉપર લઇ લે છે ?
જવાબ: ઉપનામ

પ્રશ્ન: 10- એક માણસ સુઈ ગયા વગર 8 દિવસ કેવી રીતે રહી શકશે ?
જવાબ: તે માણસ રાત્રે સુઈ જશે.

પ્રશ્ન: 11- દુનિયાની સૌથી જૂની પિઝાની દુકાન ક્યાં દેશમાં છે ?
જવાબ: નેપલ્સ, જે ઇટલીમાં આવેલી છે.

પશ્ન: 12-   એવો કયો દેશ છે જ્યાં સુવરનું નામ નેપોલિયન રાખવું ગુન્હો ગણવામાં આવે છે ?
જવાબ: ફ્રાન્સ

પ્રશ્ન: 13- ક્યાં દેશની મહિલાઓને વિશ્વકપની મેચ જોવી બૅન છે ?
જવાબ: ઈરાન

પ્રશ્ન: 14- ક્યાં દેશની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગેરકાનૂની માનવામાં આવે છે ?
જવાબ: બર્મા એક એવો દેશ છે જ્યાં સરકાર વિના કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ વાપરી શકતું નથી.

પ્રશ્ન: 15- એવી કઈ વસ્તુ છે જેને ગરીબ લોકો ફેંકી દે છે અને અમીર લોકો પોતાના ખિસ્સામાં રાખી લે છે ?
જવાબ: વહેતા નાકને ગરીબ લોકો ફેંકી દે છે અને અમીર લોકો પોતાના ખિસ્સામાં રાખી લે છે.

Live 247 Media

disabled