સગાઇ પછી મંગેતરને PIના ડ્રેસમાં તસવીરો મોકલી પણ અચાનક જ ભાંડો ફૂટી ગયો અને યુવતીના પગ નીચેથી જમીન ખસી પડી - Chel Chabilo Gujrati

સગાઇ પછી મંગેતરને PIના ડ્રેસમાં તસવીરો મોકલી પણ અચાનક જ ભાંડો ફૂટી ગયો અને યુવતીના પગ નીચેથી જમીન ખસી પડી

સચ્ચાઈ જાણીને બધાની આંખો ફાટી ગઈ, સગાઇમાં લીધા 8 લાખ રૂપિયા અને પછી કર્યો સૌથી મોટો કાંડ

લગ્ન કરવા માટે લોકો શું-શું નથી કરતા. છોકરી માટે છોકરો પસંદ કર્યા પહેલા તેની પૃષ્ઠભૂમિથી લઇને આર્થિક સ્થિતિ જોવી પડે છે. છોકરીનું પણ સપનું હોય છે કે, તેના જીવનસાથી પાસે સારી નોકરી હોય, તેનું સારુ નામ હોય અને તે સારુ કમાતો હોય. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેમાં લગ્ન કરવા માટે યુવક નકલી પોલિસવાળો બની ગયો. છોકરીને શક થયો તો તેની પોલ ખુલી નહિ તો તે પોતાને પોલિસવાળો બતાવી બધાને ફસાવી રહ્યો હતો.  હાલ તો આ ફર્જી પોલિસવાળો પોલિસની ગિરફ્તમાં છે.

પોતાને નકલી સબ ઇન્સપેક્ટર અને સેંટ્રલ ગર્વમેન્ટનો અંડરકવર પોલિસ અધિકારી બતાવી એક બદમાશે યુવતિને લગ્નની લાલચ આપી સગાઇ કરી અને 8 લાખ રૂપિયા અને એક્ટિવા લીધી. જયારે યુવતિને શંકા થઇ તો તેની તપાસ કરી અને તે બદમાશ નકલી અધિકારી નીકળ્યો. ત્યારે યુવતિ આરોપીને પકડીને પોલિસ સ્ટેશન લાવી અને તેની ફરિયાદ દાખલ કરાવી. આરોપી પાસેથી પોલિસને નકલી કાર્ડ પણ મળ્યા છે.

આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરની છે. ઈન્દોર પોલીસ દ્વારા પકડાયેલા નકલી પોલીસકર્મી ખૂબ જ જલ્દી કમિશનર બનવાનો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે કંઈક આવો જ ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તે કોન્સ્ટેબલમાંથી ASI બન્યો છે. 6 મહિના પછી જ તેને SI નો ડ્રેસ સીવડાવી લીધો. 6 મહિના પછી કમિશનર બનવાની યોજના હતી. કમિશનર એટલે શું? તેને ખબર પણ નથી.

યુવતિએ આ ફર્જી પોલિસવાળાની ફરિયાદ કરી હતી. તેનું કહેવુ હતુ કે, યુવકે પોતાને એએસઆઇ બતાવી તેની સાથે લગ્નની વાત કરી હતી. તેના લગ્ન થવાના જ હતા પરંતુ શક થવાને કારણે પોલ ખુલી ગઇ અને મંડપની જગ્યાએ યુવક પોલિસ સ્ટેશન પહોંચી ગયો. આરોપી રવિ સોલંકી સિમરોલનો રહેવાસી છે અને છોકરીની માસીના માધ્યમથી રવિ સોલંકી સાથે સંબંધની વાત ચાલી હતી. ઘર પરિવાર સારુ હોવાને કારણે વાત આગળ વધી. છોકરીએ રવિ સાથે વાત કરી તો  તેણે પોતાને ઇન્દોર પોલિસમાં એએસઆઇ જણાવ્યો. એટલું જ નહિ તેણે વર્દીમાં તેની તસવીર પણ બતાવી. વર્દી પર એક સ્ટાર હોવાને કારણે યુવતિને વિશ્વાસ થયો અને બંનેની સગાઇ થઇ ગઇ. મે 2022માં બંનેના લગ્ન નક્કી થયા હતા.

શીતલ નગરમાં રહેતી રવિની મંગેતરે પોલીસને જણાવ્યું કે તેમની સગાઈ 28 જૂને નક્કી થઈ હતી. તેના પરિવારે રવિને 8 લાખ રોકડા આપ્યા હતા. સગાઈના થોડા દિવસો બાદ રાજવીર એટલે કે રવિ શીતલ નગરમાં આવ્યો અને તેને કાર લેવાનું કહ્યું.શોરૂમમાં લઈ ગયા બાદ તેણે તેના નામે એક્ટિવા ફાઈનાન્સ કરાવ્યું અને તેને પોતે લઈ લીધું. બાદમાં એક્ટિવા તેના પિતાને આપવામાં આપી.

મંગેતરે પોલીસને જણાવ્યું કે 13 મે, 2021ના ​​રોજ જ્યારે રવિ તેના જન્મદિવસે ઘરે આવ્યો ત્યારે એક શંકા હતી. તે પોતાની જાતને રવિ સોલંકી તરીકે વર્ણવી રહ્યો હતો, જ્યારે યુનિફોર્મ પર આરએસ સોલંકી લખેલું હતું. આઈડી કાર્ડ પણ અલગ હતું. જ્યારે પરિવારના સભ્યોએ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે કેન્દ્ર સરકારમાં કામ કરે છે. કેન્દ્ર સરકારે તેમની આ રાજ્યમાં એટલે કે મધ્યપ્રદેશમાં નિમણૂક કરી છે. બાદમાં જ્યારે તેણે SIના યુનિફોર્મમાં ફોટો મોકલ્યો ત્યારે શંકા ઘેરી બની. તેનો નાનો ભઆઇ જે ચંડીગઢની IT કંપનીમાં એન્જીનિયર છે, તેણે SP ઓફિસ જઇને તપાસ કરી તો હકિકત સામે આવી.

Live 247 Media

disabled