ગિરનારના ભૈરવજપ શિખર ઉપર સ્પાઈડર મેનની જેમ ચઢી રહેલા આ યુવકની હકીકત જાણીને હેરાન રહી જશો, વીડિયો થયો વાયરલ - Chel Chabilo Gujrati

ગિરનારના ભૈરવજપ શિખર ઉપર સ્પાઈડર મેનની જેમ ચઢી રહેલા આ યુવકની હકીકત જાણીને હેરાન રહી જશો, વીડિયો થયો વાયરલ

ગુજરાતના ધાર્મિક સ્થળ અને પોતાની ઊંચાઈ માટે જાણીતા જૂનાગઢના ગરવા ગિરનારના ભૈરવ જપ શિખર પર જવાનો કોઈ રસ્તો જ નથી, ત્યાં જવું એટલું સરળ પણ નથી હોતું,  તેમ છતાં એક યુવક કોઈપણ જાતના ટેકા પર શિખર ચઢી-ઊતરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જોઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે.  યુવક જ્યારે આ જોખમી ચઢાણ કરી રહ્યો હતો ત્યારે અન્ય પ્રવાસીઓએ આ દૃશ્યો કેમેરામાં કેદ કર્યાં હતાં, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે. આ યુવાને જીવના જોખમે કરેલા અખતરા અંગે લોકો અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જોવા મળી છે. માત્ર થોડા સમયમાં જ લોકો તેને સ્પાઈડર મેન ગણાવી રહ્યા છે.

જૂનાગઢના સ્પાઈડર મેન સ્વદેશી યુવાન ગિરનાર પર્વત પર, શિખર સડસડાટ ચઢી રહ્યો છે. આ શિખર પર ચડવા અને ઊતરવાની સમગ્ર ઘટના કોઈ અન્ય પ્રવાસીએ મોબાઈલમાં કેદ કરી હતી, એમાં ગિરનાર પર્વતના ભૈરવ શિખર પર ભારે પવન વચ્ચે એક યુવાન સડસડાટ ચડે છે અને થોડીવાર શિખર પર રહી ફરી પાછો નીચે ઊતર્યો હતો.

આ શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ખાઈ હોઈ, જેમાં ખાબકવાના ડર રાખ્યા વગર યુવાન સડસડાટ ચડી-ઊતરી રહ્યો હતો. ત્યારે હવે લોકો પણ જાણવા માંગે છે કે ગિરનાર ઉપર આવેલા ભૈરવજપ શિખર ઉપર ચઢી રહેલો આ દેશી સ્પાઇડર મેન આખરે છે કોણ ? જે આટલી ચુસ્તી સ્ફૂર્તિ સાથે જીવન જોખમે સડસડાટ ચઢી ગયો ?

ત્યારે તમને જણાવીએ કે આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ પ્રેમ કાછડિયા છે . અને તે જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહે છે.  પ્રેમભાઈએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં 20 વર્ષથી ભૈરવજપ પર જાય છે.  તેઓ દર મહિને ત્રણથી ચાર વખત આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચઢાવે છે.

પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.

પ્રેમભાઈ ભૈરવજપ પર ચડવા અંગે કહે છે, ‘ત્યાં ચડતી વખતે બધું ભુલાઈ જાય છે. ક્યાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોવાનું. આ જગ્યાએ પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યો હતો.’ વધુમાં તેઓ જણાવે છે કે ‘ભૈરવદાદાએ પરીક્ષા બહુ લીધી. એકવાર ટૂ-વ્હીલરમાં એક્સિડન્ટ થયો હતો. ત્યારે પડી ગયો હતો અને મારા બંને પગ ડેમેજ થઈ ગયા હતા, પણ ભૈરવદાદાની કૃપાથી હાલ એકદમ સારું થઈ ગયું છે.’

પ્રેમભાઈ સેવાકીય પ્રવૃત્તિ વિશે જણાવતાં કહે છે કે ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમે જ સેવાકાર્ય કરે છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો હોય ત્યારે કે પછી પરિક્રમા હોય ત્યારે ઘણા યાત્રિકો આવતા હોય છે. તેમાંથી જો કોઈને આશ્રમમાં નાઇટ હોલ્ટ કરવો હોય તો એની વ્યવસ્થા કરી આપું છું. તેમને ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપું છું.’

ભૈરવજપ અંગે માહિતી આપતાં પ્રેમભાઈ કહે છે, ‘આ જગ્યા સાધુઓ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. અહીં જવું હોય તો સેવાદાસ બાપુના આશ્રમમાંથી બાપુની પરમિશન લેવી જ પડે. જો કોઈ આ જગ્યા અંગે જાણતું હોય તો જ તેને પરમિશન મળે છે, બાકી અજાણ્યા માણસો માટે પરમિશન નથી આપતા.

ભૈરવજપ સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્યા છે, જે ગિરનારના ફોટામાં નાક આકારે જોવા મળે છે.’ ભૈરવજપ પર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે, જ્યાં શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહાવદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.

Uma Thakor

disabled