સાસરિયાવાળાએ પાર કરી હેવાનિયતની હદ, ઘરવાળાએ વહુના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધો દંડો, ખતરનાક કારણ હતું - Chel Chabilo Gujrati

સાસરિયાવાળાએ પાર કરી હેવાનિયતની હદ, ઘરવાળાએ વહુના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધો દંડો, ખતરનાક કારણ હતું

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર સાસરીયા દ્વારા વહુ પર અત્યાચાર કરવાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે, દહેજને કારણે વહુને પ્રતાડિત કરવામાં આવતી હોય છે, તો કોઇ અન્ય કારણોસર તેને હેરાન કરવામાં આવતી હોય છે. હાલમાં ઉત્તર પ્રદેશના દેવરિયામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક મહિલાને તેના સાસુ, મામા અને દિયર દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જ્યારે તેમનું મન ન ભરાયું તો તેમણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં દંડો નાખી દીધો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલા હાલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે. મહિલાના પતિએ કહ્યું કે અમે લવ મેરેજ કર્યા છે.

પરિવારના સભ્યોને આ ગમતું નથી. તેની પત્ની બીજી જ્ઞાતિની છે, જેના કારણે પરિવારના સભ્યો તેને હેરાન કરે છે. મહિલાના પતિએ વિનંતી કરી કે તેને અને તેની પત્નીને પરિવારના સભ્યોથી બચાવી લેવામાં આવે. તમને જણાવી દઈએ કે, મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેરુઆર ઘાટના રહેવાસી સતીશ કુમાર સિંહે આઠ વર્ષ પહેલા દિલ્હીની મોનિકા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. સતીશ રાજપૂત સમુદાયનો છે જ્યારે તેની પત્ની મોનિકા ચૌહાણ સમુદાયની છે. સતીશ દિલ્હીમાં ઓનલાઈન શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો.

ત્યાં જ તે મોનિકા સાથે સંપર્કમાં આવ્યો. આ લગ્ન સતીશના પરિવારજનોને મંજૂર નહોતા, પરંતુ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને સતીશે લવ મેરેજ કર્યા હતા. દરમિયાન સતીશનો ભાઈ પણ દિલ્હી આવ્યો હતો. આરોપ છે કે તેણે સતીશની પત્ની સાથે ખોટું કામ કર્યું, જેના કારણે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. વિવાદને કારણે સતીશનો ધંધો ધીમે-ધીમે બરબાદ થઈ ગયો અને સતીશ તેની પત્ની મોનિકા સાથે ગામમાં આવ્યો. ગામમાં મોનિકાને તેના પરિવારના સભ્યો હેરાન કરતા હતા.

પરિવારના સભ્યો સતીશ પર મોનિકાને છોડીને ફરીથી લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા, પરંતુ સતીશ તે સ્વીકારવા તૈયાર ન હતો. સતીશને છ વર્ષની પુત્રી પણ છે. આરોપ છે કે 19 જુલાઈની રાત્રે સતીશ અને મોનિકા પર પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. મોનિકાને દોરડા વડે બાંધીને છરી વડે હુમલો કર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટમાં દંડો નાખવામાં આવ્યો હતો. કોઈક રીતે પરિવારના સભ્યોની ચંગુલમાંથી બહાર નીકળીને સતીશ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને ઘટનાની જાણ કરી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઘાયલ મોનિકાને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.સતીષનો આરોપ છે કે તેના કાકા કિસાન મોરચાના વિભાગીય અધ્યક્ષ છે, જેના કારણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી નથી. સાથે જ તેની પત્નીનું કહેવું છે કે તેને ટોર્ચર કરવામાં આવી હતી. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ એસપીએ જણાવ્યું કે, મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની પીડિતાએ પોતાની સાસુ અને પરિવારના અન્ય સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

Live 247 Media

disabled