અમદાવાદમાં સાસુએ દત્તક લીધેલા 5 વર્ષના માસુમ સાળાની ઘરજમાઈએ કરી નાખી કરપીણ હત્યા, લાશને ફેંકી દીધી કેનાલમાં, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના - Chel Chabilo Gujrati

અમદાવાદમાં સાસુએ દત્તક લીધેલા 5 વર્ષના માસુમ સાળાની ઘરજમાઈએ કરી નાખી કરપીણ હત્યા, લાશને ફેંકી દીધી કેનાલમાં, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત સામે આવવા લાગ્યા છે, કોઈની પ્રેમપ્રસંગોમાં હત્યા કરી દેવામાં આવે છે તો કોઈને અંગત અદાવતમાં મોત આપવામાં આવતું હોવાની ઘટનાઓ ચકચારી મચાવી રહી છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એવી જ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં 5 વર્ષના માસૂમની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આવેલા દાણીલીમડા વિસ્તારમાંથી એક પાંચ વર્ષનું બાળક રિયાન શેખ ગુમ થવા અંગેની માહિતી આવી હતી. રિયાનનો પરિવાર અને પોલીસ તેને દિવસ રાત શોધી રહી હતી. ત્યારે હવે પોલીસને રિયાનની લાશ મળી આવી છે. આ ઘટનાને લઈને ચકચારી મચી જવા પામી છે.

આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું હતું કે રિયાનની બહેન અને તેના બનેવી વચ્ચે સતત ઝઘડાઓ ચાલી રહ્યા હતા. જેમાં રિયાનના બનેવીએ જ અદાવત રાખી અને પાંચ વર્ષના રિયાનનું પહેલા અપહરણ કર્યું હતું અને બાદમાં તેની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે હવે આ મામલામાં પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને લઈને મળી રહેલી વધુ માહિતી અનુસાર અમદાવાદમાં આવેલા બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષીય દીકરો રિયાન શેખ ગમ થયો હતો. રિયાન ચાર બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતો, જેના કારણે તે પરિવારનો ખુબ જ લાડકો પણ હતો. પરંતુ રિયાનના અચાનક ગુમ થઇ જવાના કારણે પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો.

જેના બાદ રિયાનને શોધવા માટે પોલીસ અને પરિવારે દિવસ રાત એક કરી નાખ્યા હતા. રિયાનને શોધવા માટે ઠેર ઠેર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા અને રિયાનની ભાળ આપનાર વ્યક્તિને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રિયાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ દરમિયાન જ પોલીસને ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકની લાશ મળી હોવાની જાણકારી મળી હતી, જેને લઈને પોલીસે રિયાનના પરિવારજનોને માહિતી આપી હતી. રિયાનના પરિવારજનો લાશને જોતા જ સુઝબુઝ ખોઈ બેઠા હતા. ત્યારબાદ પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસને પણ આ મામલામાં તપાસ કરતા ઘણી જ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં રિયાનની એક બહેન જેના લગ્ન થઇ ગયા હતા તેના પતિ સાથે રિયાનની બહેનનો અવાર નવાર ઝઘડો થતો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા પતિએ રિયાનને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો અને રિયાનનું અપહરણ કરી લીધું. પરંતુ જયારે રિયાનને શોધવા માટે પોસ્ટરો લાગવામાં આવ્યા ત્યારે તેને લાગ્યું કે હવે તે પકડાઈ જશે અને ત્યારબાદ તેને રિયાનને મોતને ઘાટ ઉતારી દીધો અને લાશને કેનાલમાં નાખી આવ્યો.

Uma Thakor

disabled