લગ્નની ખુશી પરિણમી માતમમાં ! ત્રણ ત્રણ પરિવારના લોકોની મોતથી સમગ્ર વિસ્તાર સહિત ગામ શોકમાં... - Chel Chabilo Gujrati

લગ્નની ખુશી પરિણમી માતમમાં ! ત્રણ ત્રણ પરિવારના લોકોની મોતથી સમગ્ર વિસ્તાર સહિત ગામ શોકમાં…

પરિવારમાં લગ્ન હતા એટલે આખો પરિવાર ખુબ જ ખુશ હતો, અચાનક જ લગ્નની બધી જ ખુશીઓ થોડા જ દિવસમાં વેર-વિખેર થઇ ગઈ અને આજે તેના લીધે પરિવારના લોકોની આંખો સુકાતી જ નથી

રાજસ્થાનના સીકર જિલ્લાના રનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક બાઇક પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના પૈડામાં બાઇક ફસાઇ ગયું. અકસ્માતમાં બાઇક સવાર દંપતી અને તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસ હાજર લોકોની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય ઘાયલોને સારવાર માટે સીકરની કલ્યાણ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરે પતિ-પત્નીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીને ગંભીર હાલતમાં જયપુર રેફર કરવામાં આવી હતી.

જો કે, સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. લગભગ એક મહીના પહેલાની આ ઘટના છે. ઘટનાના 15 દિવસ પહેલા રાજસ્થાનના સીકર જિલ્લાના ગામના એક પરિવારમાં ખુશીનો માહોલ હતો. ઘરમાં લગ્નનું હાસ્ય અને ખુશીનું વાતાવરણ હતું. પરંતુ, ત્રણ દિવસમાં જ પરિવારની તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. બાઇક સવાર ઉત્તમ કુમાવત અને તેની પત્નીનું શિસ્યુ બસ સ્ટેન્ડ પાસે જાહેર પરિવહનની ટક્કર દરમિયાન મોત થયું હતું.

ત્રણ દિવસ પછી, 11 વર્ષની પુત્રી કુમકુમ પણ જીવનની લડાઈ હારી ગઈ. ચાર જણના પરિવારમાં ત્રણના મોતથી 17 વર્ષનો એકમાત્ર પુત્ર વિશાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ સાથે જ તેના દાદા-દાદીના આંસુ પણ રોકાઈ રહ્યાં ન હતા. ઘટનાની વિગત તપાસીએ તો, બસ સ્ટેન્ડ પર ઉત્તમ પત્ની કમલા અને પુત્રી કુમકુમ સાથે પલસાણાથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન સાંજના સાતેક વાગ્યાના સુમારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસે પાછળથી બાઇકને ટક્કર મારી હતી.

જેમાં ઉત્તમ અને કમલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કુમકુમને ગંભીર ઈજા થઈ હતી. જેને જયપુર રેફર કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ કુમકુમનું પણ મોત થયું હતું. અકસ્માતના કારણે સમગ્ર પરિવાર આઘાતમાં છે ત્યારે સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. દુર્ઘટનાને લઈને દરેક જણ ઉદાસ દેખાતા હતા.

Live 247 Media

disabled