“તું નહિ મળે તો હું ગળા ઉપર બ્લેડ મારી દઈશ” એવું બોલીને યુવતી સાથે કર્યા લગ્ન અને સુહાગરાત પછી બતાવ્યો અસલી ચહેરો જે જાણીને જ હોશ ઉડી જશે

સુહાગરાતે પતિએ બતાવ્યો અસલી રંગ, ઓનલાઇન ચેટિંગ કર્યા પછી ચાલુ થયું લફરું ને અંત એવો આવ્યો કે પરિવાર હચમચી ગયો

આજે જમાનો ખુબ જ બદલાઈ ગયો છે અને આજે મોટાભાગના લોકો લવ મેરેજ કરવા લાગ્યા છે, વળી ઓનલાઇન સોશિયલ મીડિયાની દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે કે લોકો સોશિયલ મીડિયા દ્વારા જ પ્રેમમાં પડે છે અને સાત સમુદ્ર દૂર હોવા છતાં પણ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જતા હોય છે. પરંતુ ઘણીવાર આવા ઓનલાઇન સંબંધોનું પરિણામ ખુબ જ ભયાનક પણ આવતું હોય છે.

થોડા સમય પહેલા એવા જ એક કિસ્સાએ ચકચારી મચાવી હતી. જેમાં ફતેહપુરમાં રહેવાવાળા એક યુવકને કોલકાત્તાની રહેવા વાળી એક છોકરી સાથે ફેસબુક ઉપર મિત્રતા થઇ. ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જેના બાદ યુવકે કોલકાત્તા પહોંચી અને કોર્ટમાં તે યુવતી સાથે લગ્ન પણ કરી લીધા.

આરોપ છે કે લગ્ન બાદ યુવક નવ મહિના સુધી યુવતીના ઘરમાં જ પતિ બનીને તેની સાથે રહ્યો અને પછી ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો. 13 મહિના સુધી રાહ જોવા છતાં પણ યુવક જયારે કોલકાત્તા પરત ના ફર્યો ત્યારે પીડિત યુવતી યુવકની તલાશમાં ફતેહપુર પહોંચી. ત્યાં તેને પોલીસ અધિક્ષક સાથે મળીને ન્યાય માટે અપીલ કરી.

મહિલાનું કહેવું છે કે લગ્ન પહેલા તે આપઘાત કરી લેવાની ધમકીઓ આપતો હતો. તે કહેતો હતો કે જો તું લગ્ન માટે ના પાડીશ તો બ્લેડથી ગળું કાપી અને આપઘાત કરી લઈશ. પરંતુ હવે તે દગો આપીને ફરાર થઇ ગયો છે. મહિલાની માંગણી છે કે આવા ચાલાક લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.

મહિલાનું કહેવું છે કે લગ્ન બાદ તેના પતિએ ઘરમાં રાખેલા ત્રણ લાખના ઘરેણાં અને સાથે જ એક લાખ રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો છે. તો પોલીસે આશ્વાસન આપ્યું છે કે જલ્દી જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. મહિલાએ પતિની શોધ માટે કોલકાત્તા પોલીસ સાથે આવીને જિલ્લા પોલીસ સામે મદદ માટે અપીલ કરી છે.

તેના બાદ મહિલા પોલીસ સાથે તેના પતિ અભિષેક આર્યાના ઘરે પહોંચી. ઘરમાં તાળું બંધ જોઈને મહિલાએ મોટો હોબાળો પણ કર્યો. પીડિતાનું કહેવું છે કે તેની અભિષેક સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઇ હતી. ઓળખ થયા બાદ બંને દૂરના સંબંધી નીકળ્યા. જેના થોડા જ દિવસ બાદ અભિષેક લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો.

મહિલાનું કહેવું છે કે અભિષેકે ગળામાં બ્લેડ મારી અને આપઘાત કરવાની ધમકી પણ આપી દીધી હતી. તેનું કહેવું હતું કે જો તું નહિ મળે તો હું ગળું કાપી લઈશ. પછી મહિલાએ આ વાતને નજરઅંદાજ કરી પરંતુ અભિષેકદિલ્હીથી સીધો જ ફલાઇટ પકડી અને કોલકાત્તા આવી ગયો. જેના બાદ મહિલાને સમજાવી અને તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા.

After post

disabled