હિરલ અને ચિરાગની પ્રેમ કહાની ફિલ્મોને પણ ટક્કર આપે તેવી છે, એકવાર વાંચશો તો પણ ચોધાર આંસુઓ રડવા લાગી જશો - Chel Chabilo Gujrati

હિરલ અને ચિરાગની પ્રેમ કહાની ફિલ્મોને પણ ટક્કર આપે તેવી છે, એકવાર વાંચશો તો પણ ચોધાર આંસુઓ રડવા લાગી જશો

આ જ છે કળીયુગનો સત્ય પ્રેમ..હિરલે સગાઈ બાદ હાથ અને પગ ગુમાવ્યા તો પણ પ્રેમની કસોટીમાં પાર ઉતર્યો આ યુવાન

દરેક વ્યક્તિ પોતાના પ્રેમને દુનિયા યાદ કરે એવો બનાવવા માંગતા હોય છે, જેના માટે તે તેના પ્રિયજનને લાખ વચનો પણ આપતા હોય છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગોના કારણે કેટલાય લોકો પોતાના પ્રેમથી અલગ થઇ જાય છે અને વચનો પણ એમની એમ જ રહી જાય છે, ઘણા પ્રેમીઓ સાથે જીવવા મરવાની કસમો પણ ખાતા હોય છે, પરંતુ જયારે સમય આવે ત્યારે તે પણ હટી જાય છે.

પરંતુ આજે અમે તમને એક એવી પ્રેમ કહાની જણાવીશું જેની આગળ ભલભલી ફિલ્મોની કાલ્પનિક કહાનીઓ પણ તમને ફેલ લાગશે અને આ કહાની વાંચીને તમે પણ ચોધાર આંસુઓએ રડવા લાગી જશો. કારણ કે આજના કલિયુગમાં આવો પ્રેમ હોવો એ માનવું પણ મુશ્કેલ છે પરંતુ એક પ્રેમીએ આ કરી બતાવ્યું છે.

જામનગરના જીલ્લાના ડબાસણ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલની સગાઈ 28 માર્ચ 2019ના રોજ 22 વર્ષીય ચીરાગ ગજ્જર સાથે થઈ હતી અને ત્યાર બાદ હિરલના 18 વર્ષ પુરા થયા બાદ ઉનાળાના વેકશનમાં લગ્ન લેવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ ભગવાને હિરલ સાથે કઈ અલગ જ વિચાર્યુ હતુ.

ગત 11 મે 2019ના રોજ હિરલ તેના ઘરે કચરા પોતુ કરી ભીનુ પોતુ ઘરની બહાર સુકવવા જતી હતી તે સમય દરમિયાન જીઈબીનો હાઈટેન્શન વાયર તુટી હીરલના હાથ પર પડ્યો હતો. ત્યારે અચાનક હીરલ પર આવેલી આફતના કારણે હીરલનો હાથ ત્યાંને ત્યાજ બળીને ખાખ થઈ ગયો હતો અને હિરલને પગના ભાગે પણ કરંટ લાગવાથી તે દાઝી ગઈ હતી.

હીરલની હાલત ગંભીર જોતા હીરલના પરીવાર જનોએ તેને જામનગરની જી.જી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 3 થી 4 દિવસ સુધી જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ હિરલની સારવાર કરી, પરંતુ તેમનાથી હીરલની સારવાર આગળ થઈ શકે તેમ ન લાગતા તેમને હાથ અદ્ધર કરી દીધા હતા. ત્યારબાદ હીરલના પરીવાર જનોએ અને તેના મંગેતર ચિરાગે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.

હિરલની સારવાર દરમ્યાન સીવીલ હોસ્પીટલના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યુ કે, હીરલના બન્ને પગે કરંટ લાગવાથી સડો વધી ગયો છે તેથી ધુંટણ સુધી તેના બન્ને પગ અને ખભા સુધી એક હાથ કાપવો પડશે. આ સાંભળીને હિરલના માતા પીતાના દિલમાં ધ્રાસકો પડ્યો.

તેમની જવાનજોધ દિકરી બન્ને પગ અને હાથ કાપી નાખ્યા બાદ તેનુ શું થશે? કારણ કે બે મહીના પહેલા જ હિરલની સગાઈ થઈ હતી. પરંતુ ખાનદાની વંશનો દીકરો ચિરાગ હીરલના માતા-પિતાની આગળ આવી અને તે હીરલને નહી છોડે, જીવન ભર તેનો સાથ નીભાવશે તેવુ વચન આપ્યુ.

હીરલના પગ અને હાથ કાપ્યા બાદ 2 દિવસ સુધી હીરલ ભાનમાં જ ન હતી, હીરલ જેવી ભાનમાં આવી તેના મંગેતર ચીરાગે તેને હિમંત આપી અને કહ્યુ કે, જીવનભર તારો સાથ નિભાવીશ અને જીવનભર તારી સેવા ચાકરી કરીશ તેમ કહેતા હીરલમાં હિમત આવી. ત્યારે હિમંત હારી ગયેલા હીરલના માતા-પિતાને ચીરાગે કહ્યુ કે, જો આ જ અકસ્માત લગ્ન પછી મારા ઘરે થયો હોત તો શુ હીરલને તરછોડી નાખત? નહી હીરલને હુ જીવનભર સાચવીશ અને તેની સેવા ચાકરી કરીશ.

હિરલ છેલ્લા 7 મહિનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી, ડોકટરે છેલ્લા સાત મહિનામાં તેની પાંચ સર્જરી કરી હતી, અને તેને બચાવવાના ઘણા બધા પ્રયાસો કર્યા હતા,  અને આ સમય દરમિયાન ચિરાગે હિરલની ખુબજ સેવા કરી હતી, અને તેના પ્રેમની સાચી વફાદારી બતાવી હતી.

પરંતુ એટલી સારવાર દરમિયાન પણ હિરલ બચી ન શકી, અને છેલ્લે તેણે દમ તોડી દીધો. ચિરાગ કે જે હિરલની સાત મહિનાથી રાહ જોઈ રહ્યો હતો,  પરંતુ વિધાતાનું તમેનું એક થવું મંજુર નહીં હોય. આ સાથે ડોકટરો પણ લાચાર બની ગયા હતા, આખરે હિરલે અંતિમ શ્વાસ લીધા

ત્યારબાદ હિરલની અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી, હતી જેમાં હિરલના પાર્થિવ શરીરને  નવી પરિણીતાની જેમ સોળ શણગાર કરીને તૈયાર કરવામાં આવી અને તેની વિદાય કરવામાં આવી , આ સમય ચિરાગ માટે ખુબજ વસમો સાબિત થયો હતો અને જયારે આખરે  હિરલે અંતિમ વિદાય લીધી  ત્યારે ચિરાગ તેના પાર્થિવ શરીરને પકડી ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો આ જોઈને ત્યાં એ સમયે હાજર તમામ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

Uma Thakor

disabled