દુઃખદ: દિગ્ગજ ક્રિકેટરની બહેનનું મૃત્યુ થતા આખી ટિમ રડી પડી, ફેન્સની પણ હાલત ખરાબ - Chel Chabilo Gujrati

દુઃખદ: દિગ્ગજ ક્રિકેટરની બહેનનું મૃત્યુ થતા આખી ટિમ રડી પડી, ફેન્સની પણ હાલત ખરાબ

ગુજરાતી સ્ટાર ક્રિકેટર અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પોતાના પારિવારિક સભ્યના મોત બાદ તેઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગનો બાયો બબલ છોડી દીધો છે. આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચ બાદ પરિવારના સભ્યના દુઃખદ અવસાનની ન્યુઝ સાંભળીને હર્ષલ પટેલ બાયો બબલથી બહાર થઈ ગયો હતો

અને ઘરે પરત આવવા માટે રવાના થઈ ગયો હતો. જાણકારી પ્રમાણે હર્ષલ પટેલની બહેનનું મોત થતાં તે બાયો બબલ છોડી ઘરે પરત ફર્યો હતો. દોસ્તો તમને જણાવી દઈએ કે છેલ્લી બે સિઝનથી ગુજરાતી સ્ટાર હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ પર ટીમની સાત વિકેટની જીતમાં બે વિકેટ ઝડપી હતી. આઈપીએલ સૂત્રએ કહ્યું કે, દુર્ભાગ્યથી હર્ષલને પોતાની બહેનના નિધનને કારણે બાયો બબલ છોડવી પડી છે. તેણે પુણેથી મુંબઈ માટેની બસ લીધી ન હતી.

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષલ પટેલના બહેનની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. અને ગઈકાલે જ તેમનું નિધન થયું હતું. હર્ષલ પટેલે ચેન્નઈની સામે આગામી મેચ રમે તેવી શક્યતાઓ છે. 12 એપ્રિલે આ મેચ રમાવવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હર્ષલ પટેલ જ્યારે આઈપીએલમાં પરત ફરશે, ત્યારે તેને ક્વોરન્ટાઈન રહેવું પડશે, આ દરમિયાન તેને કોરોના ટેસ્ટ પણ કરાવવા પડશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેને બાયો બબલમાં ફરીથી એન્ટ્રી મળી શકશે.

મિત્રો તમને જણાવી દઈએ કે IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધીમાં કુલ ૪ મેચ રમી છે, જેમાંથી તેણે 3 મેચ જીતી છે અને એક મેચ હારી છે. આરસીબીના પરફોર્મન્સમાં હર્ષલ પટેલનો મોટો રોલ છે. તે ગત સિઝનમાં પર્પલ કેપ જીતનાર બોલર પણ હતો. RCBને મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેચ રમવાની છે. હર્ષલ પટેલ આ મેચ પહેલા જોડાશે પણ તેમાં રમી શકશે કે નહી. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે. સાણંદ અમદાવાદ જિલ્લામાં આવે છે અને તેઓ પુણેથી સીધા અમદાવાદ જવા નીકળ્યા હતા. જોકે, તે પુણેથી સીધો અમદાવાદ ગયો કે પહેલા મુંબઈ ગયો હતો તે અંગે જાણી શકાયું નથી.

admins

disabled