ઘરમાં પિતાને શિખામણ દેતી મીઠુડી લાડલી દીકરી લફરું કરીને ભાગી, લગ્ન કરી લેતા માં-બાપ અને ભાઈએ કેનાલ પાસે ભરી લીધું મોટું પગલું - Chel Chabilo Gujrati

ઘરમાં પિતાને શિખામણ દેતી મીઠુડી લાડલી દીકરી લફરું કરીને ભાગી, લગ્ન કરી લેતા માં-બાપ અને ભાઈએ કેનાલ પાસે ભરી લીધું મોટું પગલું

ગુજરાતમાંથી અવાર નવાર મોતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ છોકરાએ માતા-પિતાની વાતનું લાગી આવતા આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર માતા-પિતા કોઇ કારણોસર આપઘાત કરી લેતા હોય છે. દરેક માતા-પિતાને તેમના દીકરા કે દીકરીના લગ્નના ઘણા હોંશ હોય છે અને આ માટે તેઓ ઘણા વર્ષોથી રાહ પણ જોઈને બેઠા હોય છે.

પરંતુ ઘણીવાર કોઇ દીકરા દીકરી તેમની પસંદની વ્યક્તિને ભગાડી લઇ આવે ત્યારે માતા-પિતાને પણ ખોટુ લાગતુ હોય છે અને જો તેમાં પણ દીકરો ભાગીને લગ્ન કરે તો માતા-પિતા એવું વિચારતા હોય છે કે તેઓ સમાજમાં કેમનું મોં બતાવશે. જેને કારણે તેઓ મોતને ભેટવા પણ તૈયાર રહેતા હોય છે.

ત્યારે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં રતિયા વિસ્તારમાંથી એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક નિરંજનભાઇ પરિવારજનો સાથે રતિયા વિસ્તારમાં રહે છે, અને તેમને તેમની દીકરી રીના ખૂબ જ વ્હાલી હતી. તે તેના પિતાને રોજબરોજ મીઠુડી ભાષામાં શિખામણ પણ આપતી હતી..પરંતુ આ જ દીકરીએ માતા-પિતાનું નામ ડુબાડવાની કોશિશ કરી અને આ અપમાન માતા-પિતા સહન ન કરી શકતા તેઓએ ખૂબ જ મોટું પગલું ભર્યુ.

રીનાની લગ્નના ઉંમર થતાં માતા-પિતા તેના માટે ખૂબ જ સારો છોકરો જોવા લાગ્યા પરંતુ રીનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા અને તેણે આ વાત પોતાના ઘરે જાણ કર્યા વગર પ્રેમી સાથે ભાગી ગઈ. તેણે ભાગીને લગ્ન કરી લીધા પરંતુ જ્યારે આ વાતની માતા-પિતાને જાણ થઈ ત્યારે તેઓએ વિચાર્યું કે, હવે અમે સમાજમાં શું મોઢું દેખાડીશું, કારણકે અમને જે દીકરી ખૂબ જ વ્હાલી હતી તેમજ અમે ગામ સામે જેના ખૂબ જ ગુણગાન ગાઈ રહ્યા હતા, તેના જ કારણે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો. ત્યારે આખતે તે એક દિવસ રાત્રીના સમયે તેમની પત્ની નીલમ

તેમજ 11 વર્ષના દીકરા સાથે મોટી ગાડી લઈને ઘરેથી નીકળી ગયા અને પછી લાંબો સમય સુધી ઘરે પરત ન ફરતા નિરંજનભાઈના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ તપાસ કરતાં સામે આવ્યુ કે, રતિયા વિસ્તારમાં આવેલી નહેરમાં એક કાર મળી આવી છે. અને આ કારની અંદરથી ત્રણ વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. ત્યારે નિરંજનભાઇના મોટાભાઈને આ લાશને ઓળખવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં જઈને જોયું તો આ લાશ નિરંજનભાઇ તેમની પત્ની નીલમ અને 11 વર્ષના દીકરાની હતી. ઊંડા આઘાતમાં સમગ્ર પરિવારે એકસાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું.

Live 247 Media

disabled