45 વર્ષની દિગ્ગજ ગુજરાતી ફેમસ અભિનેત્રી અચાનક સૌ કોઈને છોડીને ચાલી ગઈ, નિધન થતા જ ફેન્સને લાગ્યો આંચકો - Chel Chabilo Gujrati

45 વર્ષની દિગ્ગજ ગુજરાતી ફેમસ અભિનેત્રી અચાનક સૌ કોઈને છોડીને ચાલી ગઈ, નિધન થતા જ ફેન્સને લાગ્યો આંચકો

ગુજરાતી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું 45 વર્ષની ઉંમરમાં લંગ્સ કેન્સરને કારણે અવસાન થયું હતું. હેપ્પી ભાવસારને પહેલા સ્ટેજનું કેન્સર હતું. હેપ્પીને મહિના પહેલાં જ કેન્સર હોવાની જાણ થઈ હતી. હેપ્પી ભાવસારે 2016માં ગુજરાતના લોકપ્રિય એક્ટર મૌલિક સાથે લગ્ન કર્યા હતા.

હેપ્પીએ 2 જૂનના રોજ ટ્વિન્સ દીકરીઓ ક્રિષ્ના તથા ક્રિષ્નાવીને જન્મ આપ્યો હતો. દીકરીઓ હજી માંડ પોણા ત્રણ મહિનાની થઈ છે. હેપ્પી ભાવસારની ગઈ કાલે એટલે કે 24 ઓગસ્ટના રોજ તબિયત બગડી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, 24 કલાકની અંદર જ હેપ્પી મોત સામે હારી ગયાં હતાં અને મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.

હેપ્પીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે થલતેજની વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. એચ કે આર્ટ્સ કોલેજમાંથી હેપ્પીએ નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. કોલેજકાળ દરમિયાન હેપ્પીને ‘મહાત્મા બોમ્બે’ નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ પણ મળ્યો હતો. ગ્રેજ્યુએશન કર્યા બાદ હેપ્પીએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલનો કોર્સ કર્યો હતો. આટલું જ નહીં હેપ્પીએ ગુજરાત કોલેજમાંથી ડ્રામામાં ડિગ્રી પણ લીધી હતી. હેપ્પીએ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલી’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે લજ્જાનું પાત્ર ભજવ્યું હતું. ‘શ્યામલી’ બાદ તેઓ ‘મારા સાજણજી’, ‘મારી પાનખર ભીંજાઈ’ જેવી સિરિયલ્સમાં જોવા મળ્યા હતા.

હેપ્પી ભાવસારના નાટક ‘પ્રિત પિયુ ને પાનેતર’ના 500થી વધુ શો થયા છે. આ શોમાં સૌનિક વ્યાસ, રાગી જાની જેવા કલાકારો છે. શોર્ટ ફિલ્મ ‘મહોતું’માં પણ હેપ્પી ભાવસારે અદ્દભૂત અભિનય કર્યો હતો. હેપ્પીએ ‘મોન્ટુની બિટ્ટુ’, ’21મુ ટિફિન’, ‘મૃગતૃષ્ણા’ સહિત અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું.

હેપ્પી હંમેશાં હસતાં ને હસતાં જ જોવા મળતાં હતાં. એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના નામ પાછળની એક રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તે રડ્યા નહોતા. ડૉક્ટર્સે અથાગ પ્રયાસો કર્યા પણ તે તો રડ્યાં જ નથી. અંતે ડૉક્ટર્સે તેમને ચૂંટલી ખણી હતી અને પછી રડી પડ્યાં હતાં. ત્યારબાદ ડૉક્ટર્સે કહ્યું હતું કે આ બાળક ઘણું જ હેપ્પી છે. આ રીતે તેમના પેરેન્ટ્સે તેમનું નામ હેપ્પી પાડી દીધું હતું.

Uma Thakor

disabled