લો બોલો હવે હનુમાન દાદા પણ ભગવાન નથી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહી દીધી એવી વાત કે રોષે ભરાયા હનુમાન ભક્તો, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

લો બોલો હવે હનુમાન દાદા પણ ભગવાન નથી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહી દીધી એવી વાત કે રોષે ભરાયા હનુમાન ભક્તો, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દૂ સનાતન ધર્મના દેવો ઉપર ટિપ્પણીઓ કરવાના વીડિયો સતત વાયરલ થઇ રહ્યા છે. જેમાં ઘણા સંતોએ ભગવાન શિવ ઉપર ટિપ્પણી કરી તો કોઈએ બ્રહ્મા અને ઇન્દ્ર ઉપર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત સંકટ મોચન હનુમાન દાદા ઉપર ટિપ્પણી કરતા હોવા મળી રહ્યા છે.

હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે અક્ષરમુનિ સ્વામીનો છે. જે એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વીડિયોમાં અક્ષરમુનિ સ્વામી હનુમાન દાદાને ભગવાન ના ગણવા વિશે જણાવતા જોવા મળ્યા હતા.  જેના બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તે જણાવી રહ્યા છે કે, “હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની સમાન જ પૂજનીય છે. આ બધા કોઈ ભગવાન નથી. આ તમામ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે કે તેઓ સંત છે. તેમને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કરી શકાય, પરંતુ હનુમાનજી મહારાજને ભગવાન ન કહી શકાય.”

ત્યારે આ મામલે અક્ષરમુનિ સ્વામીએ મીડિયા સામે પણ આ વીડિયોને લઈને સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ વીડિયો એક વર્ષ જૂનો છે. તેમણે આગાઉ આ ટિપ્પણી કરી હતી અને તેના બાદ માફી પણ માંગી હતી. આ ટિપ્પણી તેમણે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કરી હતી. જેના બાદ હનુમાન ભક્તો અને સ્વામી અક્ષરમુનિ વચ્ચે આ મામલે એક બેઠક બાદ સમાધાન થયું હતું અને અક્ષરમુનિ સ્વામીએ હનુમાન દાદાને ભગવાન તરીકે પણ સ્વીકાર્યા હતા.

પરંતુ હવે એક વર્ષ બાદ આ વીડિયો વાયરલ થતા જ ફરી વિવાદ વકર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સોખડા સ્વમિનારાયણ સંપ્રદાયના એક સંત આનંદ સાગરે ભગવાન શિવ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો અને તેનો વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે હવે વધુ એક વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે.

Uma Thakor

disabled