13 વર્ષની સગીરાને છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા જોઇ ગયા પપ્પા તો કરી દીધુ ઇન્સ્ટા ડિલીટ, 8 મુ ભણતી સગીરાએ કર્યો મોટો કાંડ - Chel Chabilo Gujrati

13 વર્ષની સગીરાને છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા જોઇ ગયા પપ્પા તો કરી દીધુ ઇન્સ્ટા ડિલીટ, 8 મુ ભણતી સગીરાએ કર્યો મોટો કાંડ

રાજસ્થાનના જયપુરમાં જ્યારે બિઝનેસમેન પિતાએ 13 વર્ષની દીકરીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું, ત્યારે સગીરાએ તેનું ઘર છોડી દીધું. સગીરા ઘરે પરત ન ફરતાં તેના પિતાએ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. વિદ્યાધર નગર પોલીસે જણાવ્યું કે સેક્ટર 8માં 13 વર્ષની સગીરા ગુમ થયાની ફરિયાદ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 20 દિવસ પહેલા યુવતીનો ઈન્સ્ટાગ્રામ પર એક મિત્ર હતો, જેની સાથે તે ચેટ કરતી હતી. યુવતી તેની દાદીનો ફોન પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે પોલીસે ફોનનું લોકેશન ટ્રેસ કર્યું તો ખબર પડી કે યુવતી અજમેરમાં છે.

પોલીસની ટીમ ત્યાં પહોંચે તે પહેલા યુવતી અજમેરથી નીકળી ગઈ હતી. જે બાદ પોલીસને બ્યાવરમાં સગીરાનું લોકેશન મળ્યું અને જ્યારે પોલીસ ટીમ બ્યાવર પહોંચી ત્યારે સગીરા રોડવેઝની બસમાં સૂતી જોવા મળી હતી, જેને પોલીસે પરિવારજનોને સોંપી હતી. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, સગીરા 20 દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા છોકરાને મળવા માટે રવિવારે સાંજે ભાગી ગઈ હતી. બાળકી માતાના મોબાઈલથી ચેટ કરતી હતી, જેથી પિતાએ ફોનમાંથી ઈન્સ્ટા ડિલીટ કરી દીધુ હતું.

છોકરી ઘરે પરત ન ફરતાં પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. જે બાદ જયપુરના વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આની હતી. ઘટના સેક્ટર 8 વિસ્તારની છે. યુવતીની શોધમાં પોલીસની ટીમો અહીં-ત્યાં મોકલવામાં આવી હતી, પરંતુ તેના વિશે કંઈ હાથ ના લાગ્યુ. સગીરા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. જ્યારે પરિવારના લોકોએ નંબરની ડિટેઇલ મેળવી તો જાણવા મળ્યુ કે, સગીરા તેની દાદીનો ફોન સાથે લઇ ગઇ છે અને તે ફોન પણ ચાલુ છે. જે બાદ પોલિસે તેનું લોકેશન ટ્રેસ કર્યુ હતુ.

જણાવી દઇએ કે, સગીરાના પિતાને ખબર પડી હતી કે દીકરી મોબાઈલ પર કોઈની સાથે ચેટ કરે છે. એના માટે થઇને જ તેમણે તેનું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધુ હતુ. જેને પરિણામે સગીરા ગુસ્સે થઈ ગઈ અને તે સોશિયલ મીડિયા મિત્રને મળવા ઘરેથી ભાગી ગઈ જેની સાથે તે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી. તેનો મિત્ર બિકાનેરમાં રહે છે. યુવતી ઘરેથી ઓટો લઈને બસ સ્ટેન્ડ પર ગઈ હતી, પરંતુ ત્યાં તે અકસ્માતે બિકાનેરને બદલે બાડમેરની બસમાં બેસી ગઈ હતી.

Live 247 Media
After post

disabled