ફિનલેન્ડમાં ભણેલા-ગણેલા ગુજરાતી કપલને ઘર ચલાવવા કચરો વીણવાના દિવસો આવ્યા, આખી સ્ટોરી ખુબ ચોંકાવનારી છે  - Chel Chabilo Gujrati

ફિનલેન્ડમાં ભણેલા-ગણેલા ગુજરાતી કપલને ઘર ચલાવવા કચરો વીણવાના દિવસો આવ્યા, આખી સ્ટોરી ખુબ ચોંકાવનારી છે 

આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. કેટલાક લોકો સ્ટુડન્ટ વિઝા તો કેટલાક ઇમીગ્રેશન તો કેટલાક ગેરકાયદેસર પણ વિદેશ જવા માગતા હોય છે. જો કે, વિદેશ જઇ ત્યાં રહેવુ એટલું પણ સરળ નથી. વિદેશ જઇ કંઇ તરત જ મોટો ધંધો કે મોટી નોકરી નથી મળી જતી. પણ વિદેશ જનારા મોટાભાગના લોકોને શરૂઆત હંમેશા નાનાથી જ કરવી પડે છે.

જો કોઇ સ્ટૂડન્ટ વિઝા પર જાય તો તેમને કોઈ રેસ્ટોરન્ટ, મોલ, વેરહાઉસ, ફેક્ટરી કે પછી ફુડ ડિલિવરીનું કામ કરવું પડે છે. જો કે, કેટલીકવાર તો વાસણ ધોવા કે પછી કચરા-પોતા પણ કરવા પડે છે. પરંતુ જે દેશમાં કોઈ મોટા-મોટા સપનાં અને મોટી-મોટી આશા લઈને ગયું હોય, પણ તેને ત્યાંની ભાષા જ ના આવડતી હોય અને કોઈ નોકરી ના મળે તો શું થાય, તે તો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાઈ જાય.

 

ત્યારે હાલમાં એક કહાની સામે આવી તેની કે જે સ્ટૂડન્ટ વિઝા પર ગયો હતો અને પત્ની તેમજ બાળકને ડિપેન્ડન્ટ તરીકે લઈને ગયો હતો. પણ તેને નોકરી ન મળતા તે કચરો વીણવાનો વારો આવ્યો. સુરતનું એક કપલ પોતાના બાળક સાથે ફિનલેન્ડ ગયુ હતુ. યુવક સ્ટુડન્ટ વિઝા પર પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરાને ડિપેન્ડન્ટ તરીકે લઇ ગયો હતો.

છેલ્લા છ મહિનાથી રહેતા આ યુવકે આઇએમ ગુજરાત મીડિયા સાથે તેને કેટ કેટલી મુશ્કેલી પડી તેના વિશે વાત કરી હતી. આ યુવક ફિનલેન્ડ જેવા વિકસિત દેશમાં સારા ભવિષ્યની આશા સાથે ગયો હતો અને તેના બાળકને સારું એજ્યુકેશન આપી શકે તે માટે ગયો હતો. જો કે, ફિનલેન્ડ પહોંચ્યાના થોડા દિવસોમાં તેને સમજાઈ ગયું કે સુરતમાં સારી નોકરી છોડીને ફિનલેન્ડ આવી તેણે સૌથી મોટી ભૂલ કરી.

લગભગ આઠેક મહિના પહેલા આ યુવક ફિનલેન્ડ ગયો હતો, અને થોડા દિવસોમાં તેણે પોતાના પત્ની અને બાળકને પણ બોલાવી લીધા હતા. જો કે, પરિવાર સાથે ફિનલેન્ડ આવેલા આ યુવકને ત્રણ મહિના તો નોકરી વગર જ બેસવું પડ્યું. તે મોટી લોન લઈને ફિનલેન્ડ આવ્યો હતો અને લોનના હપ્તા પણ ભરવાના હતા. આ સાથે ત્યાં રહેવા અને જમવાનો ખર્ચો પણ કાઢવાનો હતો.

જો કે, પતિ અને પત્ની બંનેમાંથી કોઇને જોબ ન મળતા તેમણે એવું કામ કર્યુ કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આઇએમ ગુજરાત સાથે વાત કરતા યુવકે જણાવ્યુ કે, એ સમય ખૂબ જ કપરો હતો અને ભારતમાં તેઓએ આવી સ્થિતિનો ક્યારેય સામનો નહોતો કરવો પડ્યો.

જો કે, તેમણે કોઈની પાસે હાથ લંબાવવા કરતા ફિનલેન્ડના તુર્કુ સિટીના રસ્તા પર રાતના અંધારામાં, હાડ થીજવતી કાતિલ ઠંડીમાં પ્લાસ્ટિકની બોટલ્સ અને કોલ્ડડ્રિંકના કેન ઉઠાવવાનું શરૂ કર્યુ. ભણેલા-ગણેલા હોવા છતાંય વિદેશમાં જઈને કચરો એકઠો કરીને પેટ ભરવાની નોબત આવે તે સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પ્લાસ્ટિકની બોટલ્સ, કોલ્ડડ્રિંકના કેનને એકઠા કરીને સ્થાનિક મોલમાં જમા કરાવવા પર ફિનલેન્ડમાં અમુક નિશ્ચિત રકમ મળતી હોય છે અને દરેક બોટલ કે કેનની રિસાકલ પ્રાઈસ કેટલી છે તે તેના પર લખેલું જ હોય છે. આ યુવકે પોતાની પત્ની સાથે મળીને લગભગ બે મહિનાથી પણ વધુ સમય સુધી આવું કરી ગુજરાન ચલાવ્યું. રોજ રાત્રે તેઓ બે-ત્રણ કલાક આ કામ કરતા અને મહિનાના લગભગ 100 યુરો જેટલું કમાતા. જો કે, આ કામ કરતા આ ગુજરાતી કપલને ક્યારેક લોકલ લોકો ભીખારી પણ સમજી બેસતા. પરંતુ આ કામમાં પણ કોમ્પિટિશન હતી.

ફિનલેન્ડમાં રહેતા અમુક ગરીબો કે પછી નશાની આદત ધરાવતા લોકો પણ કચરો વીણવા રાત્રે જ નીકળતા, અને સૌ કોઈ બને તેટલી વધારે બોટલો અને કેન એકઠા કરવા દોડાદોડ કરી મૂકતા. જો કે, મહિનાઓ સુધી બેકાર રહ્યા બાદ આજે આ યુવકને એક સામાન્ય નોકરી મળી છે, અને તેના પત્ની પણ ક્લિનિંગની જોબ કરે છે, બંને ભેગા મળીને આકરી મહેનત કરી એટલું કમાઈ લે છે કે તેમનો રહેવા-જમવાનો ખર્ચો નીકળી જાય. પણ કોલેજની વર્ષની 11,500 યુરો ફી અને ઈન્ડિયામાં જે લોન લીધી હતી તેના હપ્તા કાઢતા તેમની પાસે કશુંય બચતું નથી. જો

Live 247 Media

disabled