ગ્રીષ્મા વેકરિયા વગર તેના ભાઇની પહેલી રક્ષાબંધન સુની સુની...ગ્રીષ્માને ભાઇ ગિફ્ટ કરવાનો હતો આ ખાસ વસ્તુ - Chel Chabilo Gujrati

ગ્રીષ્મા વેકરિયા વગર તેના ભાઇની પહેલી રક્ષાબંધન સુની સુની…ગ્રીષ્માને ભાઇ ગિફ્ટ કરવાનો હતો આ ખાસ વસ્તુ

હાલમાં જ 11 ઓગસ્ટના રોજ બધાએ રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. ત્યારે હાલમાં જ કેટલાક મહિનાઓ પહેલા સુરતમાં ગ્રીષ્મા વેકરિયાના નામની યુવતિની ફેનિલ ગોયાણી નામના યુવક દ્વારા એકતરફી પ્રેમમાં હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે ગ્રીષ્માના ભાઇની બહેન વિના આ રક્ષાબંધન સુની સુની હતી.ગ્રીષ્માનો ભાઈ બહેન પાસે રાખડી બંધાવવાથી વંચિત રહી ગયો. ગ્રીષ્માએ તેના ભાઇએ ગત વર્ષે રક્ષાબંધને રાખડી બંધાવી તે બાદ આ વર્ષે ગ્રીષ્માના ભાઈએ તેને ઘડિયાળ આપવાનું વચન આપ્યું હતું.

જો કે, આ વર્ષે રક્ષાબંધનના દિવસે ગ્રીષ્મા તેના ભાઇને રાખડી બાંધે તે પહેલા જ તે આ દુનિયા છોડી ગઇ. હવે ગ્રીષ્મા તેના ભાઇ ધ્રુવને ક્યારેય રાખડી નહિ બાંધી શકે. આ બાબતે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા ગ્રીષ્માના ભાઈ ધ્રુવે જણાવ્યું કે, પરિવારમાં 11 જેટલી પિતરાઈ બહેનો છે. જો ગ્રીષ્મા ક્યાંય ગઈ હોય તો તે આવ્યા બાદ જ પહેલા તેની પાસે રાખડી બંધાવતો અને પછી બીજી બહેનો પાસે રાખડી બંધાવતો. ગત વર્ષે ગ્રીષ્માએ ધ્રુવને રાખડી બાંધી

ત્યારે ધ્રુવે તેને પ્રિય રાધા-કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી. અને ત્યારે કે ઘણી ખુશ પણ થઈ ગઈ હતી. જો કે, ધ્રુવે ગયા વર્ષે વાયદો કર્યો હતો કે તે આ વર્ષે તેને ઘડિયાળ ગિફ્ટમાં આપશે. તેણે ગયા વર્ષે રક્ષાબંધને રાખડી બંધાવતો ફોટો પણ પડાવ્યો હતો અને હવે એ જ દર વર્ષ માટે અને આખી જીંદગી માટે યાદગારીરૂપ બની ગયો. ગ્રીષ્મા આગલા દિવસે જ રક્ષાબંધનની તૈયારીઓ કરી લેતી અને ભાઈને ભાવતા પિત્ઝા-સેન્ડવીચ, પકોડા જેવી વાનગીઓ અને મીઠાઈ પણ બનાવતી.

ગ્રીષ્માની વાત કરીએ તો, સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીએ 12 ફેબ્રુઆરીના રોજ સરાજાહેર ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, તેને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા અને પછી રિમાન્ડ પૂર્ણ થયા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડ્યો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં જજે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માની હત્યા બાદ 15 ફેબ્રુઆરીના રોજ તેના પિતા વિદેશથી આવ્યા પછી તેની અંતિમયાત્રા યોજાઈ હતી. ત્યાર બાદ ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ગ્રીષ્માની અંતિમવિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેને અંતિમ વિદાય આપી હતી.

(સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

Live 247 Media

disabled