ગોધરાની યુવતીને પિતરાઈ ભાઈ સાથે જ થયો આંધળો પ્રેમ, કહ્યું લગ્ન નહિ થાય તો….
વિકૃતિ કઈ હદ આવી ગઈ આ કળયુગમાં, પ્રેમમાં આંધળી બનેલી યુવતીએ ભાઈ સાથે કર્યું ગંદુ કામ
પ્રેમમાં થનાર એહસાસ અને અનુભવ એકદમ અલગ હોય છે. ઘણીવાર તો મિત્રતા જ ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ જતી હોય છે. આ દરમ્યાન તમારી અંદર ઘણા ફેરફાર આવવા લાગે છે. યુવાઓની માનસિક સ્થિતિ પર પ્રેમનો ચમત્કારી પ્રભાવ પડવા લાગે છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં હોય ત્યારે યુવક યુવતી બધું ભૂલી અને એકબીજાને પામવા અને સાથે જીવનભર રહેવા માંગતા હોય છે. જો કે ક્યારેક પ્રેમ કરવો યુવક અથવા યુવતીને આખી જિંદગી માટે ભારે પડતો હોય છે.

પ્રેમમાં પડેલાં વ્યક્તિઓ એટલી હદે ભાવનાઓમાં વહી જાય છે કે તેમને તેમના પ્રિય વગર કંઇજ દેખાતું નથી આવો જ કિસ્સો ગોધરામાં સામે આવ્યો છે. ગોધરામાં એક યુવતીને તેના પિતરાઈ ભાઈ સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જેના પ્રેમમાં આંધળી બનીને તે આપઘાત કરવા નીકળી ગઈ હતી. પંચમહાલના ગોધરામાં બે દીકરીઓની માતાએ પોતાની પુત્રીની જીદથી હારીને 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે પંચમહાલમાં રહેતી એક માતાએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો. ત્યારે માતાએ અભયમને જણાવ્યું કે તેની યુવાન પુત્રી પરિવારના જ પિતરાઈ ભાઈ સાથે પ્રેમમાં પડી ગઈ છે અને તેણે તેના પિતરાઇ ભાઈ સાથે લગ્ન કરવા માટે જીદ પકડી હતી જયારે તેને સમજાવવામાં આવી ત્યારે તેને આપઘાત કરવાની ચીમકી આપી હતી. એકવાર તેણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે માંડ માંડ તેને સમજાવી હતી. પરંતુ હજી પણ તે સમજતી નથી.

જેના થોડા જ દિવસોમાં પોતાની દીકરીએ તેના પિતરાઈ ભાઈ સાથે મોબાઈલ પર વાત કરવાની શરુ કરી દીધી હતી અને લગ્ન કરવાની જીદે ચડી હતી જેથી અભયમ દ્વારા મદદ કરવામાં આવે તો સમાજમાં પોતાની ઈજ્જત સચવાઈ રહે એવા આશયથી મહિલા હેલ્પલાઈન 181નો સંપર્ક કર્યો હતો.

જે આધારે અભયમ રેસ્ક્યુ ટીમ કોલ મળતાં ગોધરા સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવતીનું કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું. આ દરમ્યાન પ્રારંભિક તબક્કામાં યુવતી પ્રેમના નશામાં ધૂત જોવા મળી હતી અને લગ્ન કરવાની જીદ સાથે અડગ રહી હતી. પરંતુ અભયમ ટીમે સહજતા પૂર્વક પોતાના પ્રયાસ ચાલુ રાખતાં યુવતીને આ લગ્ન માટે પરિવાર શા માટે મંજૂરી આપતા નથી તે અંગે વિગતે કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું હતું.

ટીમે સમજાવ્યું હતુ કે, પરિવાર હંમેશા સંતાનોનું જીવન સુખમય બને તેમ ઇચ્છતા હોય છે. પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા સામાજિક રીતે હિતકારી નથી આ ઉપરાંત તમારી ઉંમર પણ હાલ અભ્યાસ કરવાની છે જેથી તેમાં ધ્યાન કેન્દ્રિત કરી ઉજ્જવલ કારકિર્દી બનાવી શકાય એમ છે.

આવી રીતે સમજાવતા યુવતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને હવે પછી પરિવારને હેરાન નહિ કરે તેવી ખાતરી આપતાં પરિવારને રાહત પહોંચી હતી . યુવતીના મનમાં લગ્ન કરવાની જીદ અને પોતાનું ધાર્યું ન થાય તો આત્મહત્યા કરી લેવાના વિચારોના બંધનમાંથી આખરે ટીમને સફળતા મળી હતી. યુવતી સમજી જતાં પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.