મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં થતો હતો દુખાવો, ચેકઅપ કરવા પર ખબર પડી કે અંદરથી એવું મળ્યું કે ડોક્ટર ફફડી ઉઠ્યા
દુનિયામાં એવી અનેક વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે, જેના વિશે જાણીને દરેક દંગ રહી જાય છે. સોશિયલ મીડિયા પર પણ આવી ઘટનાઓનો ઘણો ઉલ્લેખ થઈ રહ્યો છે. આવી જ એક ઘટના આજકાલ ચર્ચામાં છે. જયાં ઓપરેશન દ્વારા 45 વર્ષની મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી આવી વસ્તુ કાઢી નાખવામાં આવી, જેને જોઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા. મહિલા તેના પ્રાઈવેટ પાર્ટમાં ભારે દુખાવાને કારણે ડોક્ટર પાસે ગઈ હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તેના મૂત્રાશયમાં કાચનો ગ્લાસ ફસાઈ ગયો હતો, જે તેને છેલ્લા ચાર વર્ષથી પીડા આપી રહ્યો હતો.
રિપોર્ટ અનુસાર, મહિલા ઘણીવાર પ્રાઈવેટ પાર્ટમાં હળવા દુખાવાની ફરિયાદ કરતી હતી. તેને વારંવાર બાથરૂમ જવું પડતું હતું. પરંતુ જ્યારે તેને પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે તે ડોકટર પાસે દોડી ગઈ. ચેકઅપમાં જાણવા મળ્યું કે મહિલાને કોઈ ઈન્ફેક્શન નથી, પરંતુ તેના શરીરમાં 8 સેમી પહોળી બ્લેડર સ્ટોન હતી. આ બ્લેડર સ્ટોન એક કાચનો ગ્લાસ હતો જે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લેડર સુધી પહોંચતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે આ કાચનો ગ્લાસ મહિલાના શરીરમાં છેલ્લા 4 વર્ષથી હતો. હાલમાં ઓપન સર્જરી દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો છે અને મહિલાને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છ. તમને જણાવી દઈએ કે આ ઓપરેશન વર્ષ 2021ના અંતમાં કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ઓપરેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ તેની ચર્ચા થઈ રહી છે.
Woman’s ‘UTI’ was actually glass tumbler lodged in bladder for 4 years https://t.co/NoRy00HjYE pic.twitter.com/KjLSti55N6
— New York Post (@nypost) March 16, 2022
રિપોર્ટ અનુસાર, મહિલાએ ખુલાસો કર્યો હતો કે તેણે ઘણા વર્ષો પહેલા પીવાના ગ્લાસનો શરીર સંબંધ બાંધવાના ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. જો કે, ઓપરેશન કરનાર સ્ફેક્સ શહેરની હબીબ બોરગુઇબા હોસ્પિટલે આ અંગે કશું કહ્યું નથી. આફ્રિકાના એક દેશમાં ઓપરેશન દ્વારા મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી ગ્લાસ કાઢવામાં આવ્યો છે.