કોરોના દરમ્યાન સ્કૂલ કોલેજ બંધ હોવાથી નાની ઉંમરની છોકરીઓ ઝડપથી થવા લાગી ગર્ભવતી, આ દેશની વધી મુશ્કેલીઓ - Chel Chabilo Gujrati

કોરોના દરમ્યાન સ્કૂલ કોલેજ બંધ હોવાથી નાની ઉંમરની છોકરીઓ ઝડપથી થવા લાગી ગર્ભવતી, આ દેશની વધી મુશ્કેલીઓ

સ્કૂલ બંધ થઇ તો પ્રેગ્રેન્ટ થવા લાગી આ નાની ઉંમરની છોકરીઓ, સરકારની હાલત કફોડી થઇ ગઈ

દુનિયાભરના દેશમાં કોરોના વાયરસ અને ઓમીક્રોન વેરિયંટના વધતા કેસ પછી ઘણા બધા નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. લોકો જ્યાં સુધી થઇ શકે તેટલું ઘરેથી જ કામ કરી રહ્યા છે. શાળા અને કોલેજ ફરી વાર બંધ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીમાં સ્કૂલ બંધ થવાથી ઝિમ્બાવે સરકાર માટે નવી મુસીબત ઉભી થઇ ગઈ છે. આ દેશમાં થોડા દિવસોથી શાળાની વિદ્યાર્થીનીઓ પ્રેગ્નેન્ટ થવાના મામલા ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ( તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)

ઝિમ્બાવેમાં કોરોના મહામારીની વચ્ચે નાની ઉંમરની છોકરીઓ ખુબ જ ઝડપથી પ્રેગ્નેન્ટ થઇ રહી છે. તેનું કારણ છે કે તે દેશમાં કાયદાકીય રૂપથી લગ્ન માટે કોઈ પણ જાતની ઉંમર નક્કી કરવામાં આવી નથી. આજ કારણ છે કે ત્યાં યૌન સંબંધ કરવા નાની વાત છે. કોરોનાને કારણે લાંબા સમયથી સ્કૂલ બંધ છે તેવામાં આ સમસ્યા વધારે વધી ગઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઝિમ્બાવેમાં લગ્ન માટે બે કાયદા છે એક વિવાહ એક્ટ અને બીજો ટ્રેડિશનલ મેરેજ એક્ટ. કોઈ પણ કાયદો લગ્નની સહમતી માટે નથી બતાવતો કે લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ. તેમજ ટ્રેડિશનલ મેરેજ એક્ટ બહુપત્નીત્વને અનુમતિ આપે છે. આ કારણે સમસ્યા કોરોના કાળમાં વધારે વધી છે.

ઝિમ્બાવેમાં કોરોના કાળ દરમ્યાન છોકરીઓ 12-13 વર્ષની ઉંમરમાં જ પ્રેગ્નેન્ટ થઇ રહી છે અને સ્કૂલ છોડી રહી છે. સરકાર અને કાર્યકર્તાઓએ ઘણા કાયદાઓ પણ બનાવ્યા છે પરંતુ તેમાં કોઈ પણ જાતનો સુધારો જોવા મળ્યો નથી. કોરોના કાળ દરમ્યાન ઝિમ્બાવે અને દક્ષિણી આફ્રિકી દેશોમાં નાની ઉંમરે ગર્ભધારણમાં ઘણો વધારો થઇ રહ્યો છે. વર્જિનિયા પણ તેમાંથી જ એક છે. ઝિમ્બાવે લાંબા સમયથી નાની ઉંમરની છોકરીઓને ગર્ભધારણ અને બાળ વિવાહ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

કોવિડની ચપેટમાં આવ્યા પહેલા પણ દેશમાં દરેક ત્રણ છોકરીઓમાંથી એકના લગ્ન 18 વર્ષ પહેલા કરી દેવામાં આવે છે. તેના ઘણા કારણ છે જેમ કે- છોકરીઓ પ્રેગ્નેન્ટ થઇ જવી, બાળ વિવાહને લઈને પણ કાયદો કડક ન હોવો, ગરીબી, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથા. કોવિડના કારણે આ સ્થિતિને વધારે ખરાબ થઇ ગઈ છે.

1.50 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં માર્ચ 2020માં કડક લોકડાઉન લગાવામાં આવ્યું હતું અને વચ્ચે વચ્ચે તેમાં છૂટ આપવામાં આવી હતી. લોકડાઉનના કારણે છોકરીઓ પર ખરાબ અસર પડી હતી. ત્યાંની છોકરીઓને ગર્ભનિરોધક ગોળી અને હોસ્પિટલની સુવિધા આપવામાં આવી નહિ. કાર્યકર્તાઓ અને અધિકારીઓનું કહેવું છે કે ઘણી છોકરીઓ યૌન શોષણની ભોગ બની કે પછી તે છોકરીઓએ લગ્ન અને ગર્ભવસ્થાને ગરીબીથી બહાર નીકળવા માટે એક રસ્તો માની લીધો હતો.

દેશમાં નાની ઉંમરે છોકરીઓની વધતી પ્રેગ્રેન્સીને જોતા ઝિમ્બાવેની સરકારે ઓગષ્ટ 2020માં તેમના કાયદાઓ બદલીને પ્રેગ્રેન્ટ વિધાર્થીઓને પણ શાળાએ જવાની અનુમતિ આપી હતી. કાર્યકર્તા અને અધિકારીઓએ આ સાહસ માટે આગળ આવ્યા અને અને તેને એક ઉમ્મીદ સ્વરૂપે જોવા લાગ્યા. પરંતુ આ નવી નીતિ સફળ રહી નહિ. પ્રેગ્રેન્ટ છોકરીઓ કાયદાના બદલાવ છતાં પણ શાળામાં ભણવા જવા જતી હતી નહિ. પૈસાની અછત, સામાજિક પ્રથાઓ, શાળાના ક્લાસમાં હેરાન થવું જેવા અનેક કારણોના લીધે ફરી વખત શાળાએ જવાનું બંધ કરી દીધું હતું.

Live 247 Media

disabled