એક છે ભારતની તો બીજી છે પાકિસ્તાનની..ચુમ્મા ચાટી વાળી તસવીરોએ આખું ઈન્ટરનેટ ધ્રુજાવી નાખ્યું - Chel Chabilo Gujrati

એક છે ભારતની તો બીજી છે પાકિસ્તાનની..ચુમ્મા ચાટી વાળી તસવીરોએ આખું ઈન્ટરનેટ ધ્રુજાવી નાખ્યું

સોશિયલ મીડિયામાં એક ભારતની તો બીજી પાકિસ્તાની યુવતીએ ચાલુ કર્યું લફરું, સમાજની આબરૂ વિશે વિચાર્યા વગર લગ્ન કર્યા જુઓ તસવીરો

ભારત અને પાકિસ્તાનની વચ્ચે સબંધો પહેલેથી જ ખરાબ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે આ બંને દેશમાં બીજો પણ સબંધ છે અને એ સબંધ સાચવી રાખ્યો છે લેસ્બિયન કપલે. આ સંબંધમાં ના ધર્મ વચ્ચે આવ્યો, ના કોઈ જેન્ડર, ના કોઈ બોર્ડરની સરહદ. આ સુંદર કપલનું નામ છે સૂફી મલિક અને અંજલી ચક્ર.

તેમાંથી એક હિન્દૂ છે અને એક મુસ્લિમ, એક ભારતીય છે તો બીજી પાકિસ્તાની. સૂફી એક આર્ટિસ્ટ છે તે પાકિસ્તાનના મુસ્લિમ પરિવારથી આવે છે તેમજ અંજલી ભારતની રહેવાસી છે. આ લેસ્બિયન કપલે થોડા દિવસો પહેલા જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. તેમની ફોટોશૂટની તસવીરો લોકોને ખુબ પસંદ પણ આવી રહી છે.

સૂફી મલિક અને અંજલી ચક્રની મુલાકાત કેલિફોર્નિયામાં ટમ્બલર પર થઇ હતી. અંજલી ચક્ર ઇવેન્ટ પ્લાનર છે અને સૂફી મલિક એક આર્ટિસ્ટ છે. કપલ બનવાના 7 વર્ષ પહેલા બંને ઓનલાઇન જોડાયા હતા. કપલનું કહેવું છે કે તેમની મિત્રતા ટમ્બલર પર એક બીજાના બ્લોગને ફોલો કરવાથી શરુ થઇ હતી અને ત્યારબાદ તે એક બીજાની સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાયા હતા.

અંજલી ચક્ર કહેવું છે કે તેણે એક દિવસ સુફીને પૂછ્યું હતું કે શું આપણે દક્ષિણી એશિયાઈ મહિલાના સ્વરૂપમાં તેના અનુભવ વિશે વાત કરી શકીએ છીએ? અને તે સહેમત થઇ ગઈ. આ જોડી જુલાઈ 2018થી સાથે છે. આ જોડી 2019માં ત્યારે વાયરલ થઇ જયારે તેમણે એક બ્રાન્ડના ફોટોશૂટમાં ભાગ લીધો હતો. આ શૂટિંગ ‘બોરો ધ બાઝાર’ નામના એક બ્રાન્ડ માટે હતું જે ખાસ દિવસો માટે લોકોને દક્ષિણી એશિયાઈ કપડાં ભાડે આપતી હતી.

અંજલી ચક્ર અને સૂફી તેના વીકેન્ડ પર લગ્નમાં શામેલ થવા ગયા હતા. ત્યાં તેમણે લગ્નમાં પહેરવા માટે ફ્રી બદલે બ્રાન્ડની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તેમના ફોટોગ્રાફર સરોવર અહમદે ‘અ ન્યૂ યોર્ક લવ સ્ટોરી’ કેપ્શન સાથે શૂટ કરેલી તસવીરો ટ્વિટ કરી હતી અને તે ટ્વિટ પર 50 હજાર કરતા પણ વધુ લાઇક્સ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anjali (@anjalichakra)

તસવીરો ટ્વિટર પર એટલી વાયરલ થઇ કે તેમણે ભારત, પાકિસ્તાન અને યુકેમાં થોડાક દિવસોની અંદર સમાચાર વેબસાઈટ, પત્રો અને ટીવીને હિટ કરી દીધું હતું. લોકોને આ લેસ્બિયન જોડી ખુબ પસંદ આવા લાગી અને તે દક્ષિણ એશિયાના કપલના નામથી મશહૂર થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Sufi Malik (@sufi.sun)

આ કપલ એક બીજાને પોતાની સંસ્કૃતિઓ વિશે શીખવાડે છે. તેમનું માનવું છે કે બંનેમાં ઘણી બધી સમાનતા છે કેમકે આપણા દેશ ક્યારેક એક જ હતો પરંતુ શોધવા માટે ઘણા બધા મતભેદ પણ છે. તે એક સાથે ખાવાનું બનાવે છે અને પ્રત્યેક દેશના વિભિન્ન પ્રકારના વ્યંજનો વિશે વાત કરતા હોય છે. તેમણે કહ્યું કે અમે એક બીજાની સાથે સંગીત શેર કરતા હોઈએ છીએ અને અંજલી ધીરે ધીરે ઉર્દૂ શીખી રહી છે. આપણી સંસ્કૃતિમાં એ વસ્તુઓની તુલનામાં ઘણું બધું છે પરંતુ દરેક દિવસે આદાન પ્રદાન કરવું સૌથી સરળ છે.

Live 247 Media

disabled