નેહા ન્હાવા માટે બાથરૂમમાં જઈને ઉતાર્યા બધા કપડાં અને પછી થયું એવું કે તમે પણ જાણીને ચોકી જશો, જાણો સમગ્ર બાબત - Chel Chabilo Gujrati

નેહા ન્હાવા માટે બાથરૂમમાં જઈને ઉતાર્યા બધા કપડાં અને પછી થયું એવું કે તમે પણ જાણીને ચોકી જશો, જાણો સમગ્ર બાબત

રજાઓ ચાલી રહી હતી અને રજની તેના મામાને ત્યાં ગઈ હતી. એક વખત બપોરે ઘરનાં બધા લોકો બહાર ગયા હતા. રજનીને થયું લાવ સ્નાન કરીને ફ્રેશ થઈ જાઉં. બાથરૂમ બાલ્કનીના એક ખૂણામાં લાકડાની પટ્ટી બનાવેલી હતી. રજની કપડાં ઉતારી રહી હતી ત્યાં તેની નજર એક તિરાડ પર ગઈ. ત્યાંથી કોઈ તેને તાકી રહ્યું હતું. રજની એકદમ ગભરાઈ ગઈ. જલદી કપડાં પહેરીને બહાર આવી એ પછી તેણે બાથરૂમમાં જવાની હિંમત ન કરી.

પતિ ઑફિસે જાય અને પુત્ર શાળાએ નીકળે એ પછી નેહા આરામથી સ્નાન કરવા બાથરૂમમાં ગઈ હતી. નેહા નહાવા માટે સાબુ લેવાનું ભૂલી ગઈ હતી. તેણે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો ઘરનાં નોકરને બાથરૂમના દરવાજા પાસે બેઠેલો જોયો. નેહા તરત સમજી ગઈ કે નક્કી ચોરીછૂપીથી બાથરૂમમાં નજર કરીને એનાં દેહનું રસપાન કરવાનો પ્રયાસ કરતો હશે. નેહાએ જોયું તો બાથરૂમના દરવાજાના નીચેના ભાગમાં તિરાડ હતી. નોકર પર તે ગુસ્સે થઈ અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. નેહાને થયું કે તે કેટલાય દિવસથી એ નોકર આમ તેને જોતો હશે?

અંજલિના પપ્પાની બદલી એક નાના ગામમાં થઈ હતી. ત્યાં તેમણે કાચું મકાન ભાડા પર લીધું હતું. ઉપર ખપેડો હતો. પડોશીના ઘરમાં ઉપર જવાની સીડી નીચે બાથરૂમ હતી. અંજલિ સ્નાન કરી કપડાં પહેરી રહી હતી ત્યાં અચાનક તેની નજર ઉપર ગઈ તેને થયું કે કોઈ તેને તાકીને જોઈ રહ્યું છે. અંજલિ સમસમી ગઈ. તેણે બૂમ પડી ”કોણ છે?” કોઈ ધમધમાટ દાદર ઊતરી ભાગી ગયું. ત્યારબાદ અંજલિ બહાર આવી અને આમ તેમ નજર કરી તો કોઈ નહોતું.

જે વ્યક્તિ  તેને ઉપરથી તાકીને જોતો હતો એ પડોશીનો કિશોર વયનો પુત્ર હતો. અંજલિના કુટુંબ સાથે તેમનો સારો સંબંધ હતો. આ ઘરમાં પછી અંજલિ ઘણો સમય માનસિક રીતે હેરાન થવા લાગી હતી. આ બધી ઘટના કે પ્રસંગો તમને કોઈ ફિલ્મ કે ટી.વી. સીરિયલમાં હોય એવું લાગે છે ને? પણ ના, આપણી આસપાસ રોજેરોજ આ પ્રકારનાં પ્રસંગો બનતા રહે છે. ઘણી સ્ત્રીઓ સ્નાન સમયે આ પ્રકારની હીન પ્રવૃત્તિનો શિકાર બનતી હોય છે. એક તારણ મુજબ જીવનમાં લગભગ ૮૦ ટકા સ્ત્રીઓને આવો કડવો અનુભવ થયો હોય છે.

ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની સ્ત્રીઓ અને યુવતીઓ આવી ઘટનાઓનો વધુ શિકાર બનતી હોય છે. તેમને આ રીતે છુપાઈને જોનારાઓ કાં તો તેમના પિતરાઈ ભાઈ હોય છે, મામાના પુત્રો હોય છે અથવા તો જે કુટુંબો સાથે તેમને ગાઢ સંબંધ હોય તે કુટુંબના છોકરાઓ કે નોકરચાકર હોય છે.

મોટા ભાગે કિશોરોમાં ખાનગી રીતે ટીકીટીકીને છુપાઈને જોવાની ટેવ વધુ જોવા મળે છે. ત્યારબાદ પ્રૌઢ વયના પુરુષો અને છેલ્લે યુવાનોનો નંબર આવે છે. આવી ઘટનામાં સ્ત્રીઓને સંકોચ, લાજ-મર્યાદા, લોકલાજનો ડર કારણભૂત બનતો હોય છે. તે આ ભયના કારણે ચૂપ રહેતી હોય છે. મનોવૈજ્ઞાાનિકોના મત મુજબ, આ પ્રકારની વિકૃત્તિ માનવીના અચેતન મનમાં દબાયેલી હોય છે, જે એકાંત અને અનુકૂળ પરિસ્થિતિમાં બહાર આવતી હોય છે.

સાથે સાથે ફિલ્મો અને ટી.વી. પર બતાવાતી જાહેરાતો આવતી વૃત્તિને વેગ આપતી હોય છે. આપણી જાહેરાતોમાં સ્ત્રીનાં અંગપ્રદર્શનને વધારે મહત્ત્વ આપે છે. આ બધી હરકતો પાછળ આ બધાં કારણોને જવાબદાર ગણી શકાય છે. આના કારણે કિશોરોના મનમાં ખરાબ વિચાર પ્રત્યે જિજ્ઞાાસાવૃત્તિ સતેજ બનતી હોય છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્યમ અને ગરીબ પરિવારોમાં બાથરૂમને વધારે મહત્ત્વ અપાતું નથી. રસોઈઘર, ડ્રોઈંગરૂમ તથા બીજા રૂમ તરફ વધારે ધ્યાન અપાતું હોય છે. બાથરૂમનો દરવાજો તૂટી ગયો હોય અથવા તે સહેજ નાનો હોય છે. વળી ઉપરની ફ્રેમમાં કાચ તૂટેલો હોય છે કે પછી ઘણા ઘરમાં તો તે હોતો પણ નથી. ક્યારેક બાલ્કનીના કોઈ ભાગમાં અથવા તો બહાર ખુલ્લા આંગણામાં લાકડાના કે પતરાંનો બાથરૂમ હોતા હોય છે. ક્યારેક તાડપત્રી લગાવેલ હોય છે.

આ પ્રકારના બાથરૂમમાં તિરાડ કે કાણાં રહી ગયાં હોય છે જેમાંથી અંદર નજર કરી શકવાની શક્યતા વધુ હોય છે. શ્રીમંત અને સાધનસંપન્ન પરિવારના બાથરૂમમાં કી હોલથી અંદર નજર કરી શકાતી હોય છે ક્યારેક બાથરૂમમાં હવાની અવરજવર માટે ઉપર નાનકડી જાળી કરાઈ હોય છે. ત્યાંથી પણ નજર કરાતી હોય છે. બાથરૂમમાં તિરાડ પડી હોય તો પણ આ શક્ય બને છે.

આ પ્રકારની પ્રવૃત્તિથી બચવા માટે સ્ત્રીઓએ સજાગ બનવાની જરૂર છે. બાથરૂમમાં જાવ ત્યારે કોઈ તિરાડ કે છિદ્ર નથી ને તે જોઈ લેવું જોઈએ. ઘરમાં જ્યારે સ્ત્રી એકલી જ હોય ત્યારે આ પ્રકારની તકેદારી રાખવી જરૂરી બને છે. જો તમારા ઘરની આસપાસ અન્ય કોઈ ઘર ન હોય તો પણ સાવધાની રાખવી જરૂરી છે.

કદાચ દૂરબીનથી દૂરથી કોઈ તમને તાકી રહ્યું હોય એવું પણ બની શકે. એક બીજી ખાસ વાત યાદ રાખવાની કે કોઈ પ્રવાસ પર જાઓ કોઈક જગાએ રોકાવાનું બને તો બાથરૂમમાં જતા પહેલાં પૂર્ણ રીતે તેની તપાસ કરી લેવી જોઈએ. એવું તારણ નીકળેલું છે કે હોટલમાં રોકાવાનું બને ત્યારે ઘણા વેઈટરને આ પ્રકારની આદત હોય છે એટલે પૂરી સાવધાની રાખવી. જો આવી હરકત કરનારો પકડાઈ જાય તો ગભરાયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે આક્રમક બની ફટકારજો. ઘરમાં પણ બધાંને જાણ કરી દેવી. સજાગતા રાખશો તો નિશ્ચિત મને તમે સ્નાનનો આનંદ માણી શકશો.

Live 247 Media

disabled