દુઃખદ સમાચાર : આજીવન ગૌસેવા સમર્પિત એવા પુષ્ટિમાર્ગીય પરમ વૈષ્ણવ ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ આજે ગૌધામ સિધાવ્યા.. - Chel Chabilo Gujrati

દુઃખદ સમાચાર : આજીવન ગૌસેવા સમર્પિત એવા પુષ્ટિમાર્ગીય પરમ વૈષ્ણવ ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ આજે ગૌધામ સિધાવ્યા..

-: દુઃખદ સમાચાર :-

આજે સોરઠની વિભૂતિ પરમપૂજ્ય ગૌસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રીની વિદાય સાથે જાણે એક મહાન યુગ આથમી ગયો. આધિભૌતિક-આધ્યાત્મિક,આધિદૈવિક સાક્ષાત્કાર થયેલ આપશ્રીએ કળીયુગના જીવોના ઉધ્ધાર માટે સમગ્ર જીવન વ્યતીત કર્યું છે. અંતિમ યાત્રા સમય: ૪: ૦૦ કલાકે

જુનાગઢમાં મોટી હવેલીના ગાદીપતિ અને દેશવિદેશના વૈષ્ણવોમાં સાચા ગૌસેવક તરીકેની નામના ધરાવતા ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ આજે બપોરે નિત્યલીલામાં પધારતા વૈષ્ણવ સમાજમાં ઘેરો શોક પ્રસરી ગયો હતો. જુનાગઢમાં બપોરે ચાર વાગે આસપાસ અંતિમયાત્રા યોજવામાં આવી હતી.

ઐતિહાસિક નગરી અને પવિત્ર એવા જુનાગઢ શહેરના પંચહાટડી ચોકમાં આવેલી મોટી હવેલીની ગાદી પર બિરાજતા ગોસ્વામી કીશોરચંદ્રજી મહારાજની દેશવિદેશના ધર્મપ્રેમી વૈષ્ણવોમાં સાચા ગૌસેવક તરીકેની અપાર નામના હતી. 1987ના દુષ્કાળ વખતે ખાનગી સંપતિ વેચીને ગામડે-ગામડે કેટલકેમ્પો ખોલીને અબોલ પશુઓની સેવા કરી હતી.

સાત્વીકતા, સાદગી,ધર્મ, ગૌસેવા, જળસંચય જેવા લોકોપયોગી કાર્યોની પ્રવૃતિઓથી જોડાયેલા હતા અને રાષ્ટ્રના ઉત્થાનની નેમ ધરાવતા હતા. સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસમાં જીવનપયોગી ઉપદેશો આપીને શાસ્ત્રો, વેદ, ગીતાનું સાચુ સ્વરૂપ સમજાવતા હતા. ગીતા, ગાય અને ગામડા અતિપ્રિય હતા.

ગૌસ્વામીશ્રી પુરૂષોતમલાલજી મહારાજ આજ ગાદિ પર બિરાજીને સ્વતંત્રતા સમયે દુષ્કાળો વખતે કરેલા રાષ્ટ્રહિતના કાર્યો આજે પણ આખું જૂનાગઢ વાળા યાદ કરે છે. તેમને સર્વ નાગરીકો વૈશ્ણવો સાચા ગૌસેવક તરીકે પણ ઓળખે છે.

આપશ્રીની ગૌસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ૧૯૮૭ ના દુષ્કાળમાં આપશ્રીએ પોતાની પ્રાઇવેટ સંપતી વહેચી ને પણ સમગ્ર સોરઠમાં ગામડે ગામડે કેટલ કેમ્પ ખોલીને દરેક પશુને નિરણની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી હતી. જે કયારેય વિસરી નહી શકાય.

ગૌ. કિશોરચંદ્રજી મહારાજની આજ્ઞાથી પ્રકાશિત થયેલા પુસ્તકો,સામાયિકો અને ઉત્સવોથી અનુપસ્થિતિમાં પણ ચારિત્ર્ય નિર્માણ થતું જ રહેશે.આપશ્રીનું સમગ્ર જીવન સતત પ્રવૃતિશીલ છે અને આપ હંમેશા વૈશ્ણોવોના સંપર્કમાં જ રહો છો. સમગ્ર સોરઠ સૌરાષ્ટ્રના ગામડાઓનો પ્રવાસ કરે છે અને જીવનપયોગો ઉપદેશો આપી શાસ્ત્રો નું વેદો નું ગીતા નું સાચુ સ્વરૂપ સમજાવે છે. ગાય, ગીતા, ગામડુ આ ત્રણેય આપશ્રીને અતિ પ્રિય છે.આજરોજ બપોરે અંતિમયાત્રા મોટી હવેલી જુનાગઢ ખાતેથી નિકળી હતી જેમાં અશ્રુભીની આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજે સોરઠની વિભૂતિ પરમપૂજ્ય ગૌસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રીની વિદાય સાથે જાણે એક મહાન યુગ આથમી ગયો. આધિભૌતિક-આધ્યાત્મિક,આધિદૈવિક સાક્ષાત્કાર થયેલ આપશ્રીએ કળીયુગના જીવોના ઉધ્ધાર માટે સમગ્ર જીવન વ્યતીત કર્યું.વિજ્ઞાન સાથે જોડાયેલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મનો સંદેશો આપતા આપશ્રીએ શુધ્ધશ્વેતનાના સિધ્ધાંતો ધ્યાનમાં રાખી અમોને સતત માર્ગદર્શિત કરેલ.કલ્યાણ, સત્ય, દયા, સરળતા વગેરે ગુણોના આચરણ થકી જ લોકોને તત્ત્વબોધ મળી જતો.

આમ સાચા અર્થમાં “આચાર્ય “ની પદવી આપે શોભાયમાન કરેલી. દુકાળના વર્ષોમાં ગૌધન માટેની તન -મન -ધનની જહેમત કે પછી શ્રી પુરૂષોતમલાલજી ગૌશાળામાં થતું પુણ્યકાર્ય અદ્રિતિય છે. 190 જેટલા ગામ-શહેરોમાં 290 થી વધુ પુષ્ટિસંસ્કાર શાળાઓ અને સમય સાથે કદમ મિલાવતા ‘online ‘ ઉદ્દબોધનોથી અનેક સંસ્કારબીજ વવાયાં છે. આપશ્રીની આજ્ઞાથી પ્રકાશિત થયેલ અનેક પુસ્તકો,સામાયિકો અને ઉત્સવોથી આપની અનુપસ્થિતિમાં પણ ચારિત્ર્ય નિર્માણ થતું જ રહેશે. આવતી પેઢીઓમાં આપણા ધર્મ અને સંસ્કૃતિને નિખારાવવા નિર્ધારેલ વિશાળ સપનું ‘પુષ્ટિ સંસ્કારધામ’ માટે અમોને આપશ્રીની નિશ્રામાં રહેવાનો અનન્ય લાભ પ્રાપ્ત થયેલ એ ભાગવત કૃપા. આપે દાખવેલ જ્ઞાન,કર્મ અને ભક્તિમાર્ગ સૌ વૈષ્ણવોને પ્રેરિત કરતા રહે શે. ગૌસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રીના ચરણોમાં

admins

disabled