સગીર દીકરી અને તેની મિત્ર સાથે દુષ્કર્મ કરતો રહ્યો બાપ, જ્યારે હદ થઇગઇ ત્યારે છોકરીઓએ કરી દીધો એવો કાંડ કે... - Chel Chabilo Gujrati

સગીર દીકરી અને તેની મિત્ર સાથે દુષ્કર્મ કરતો રહ્યો બાપ, જ્યારે હદ થઇગઇ ત્યારે છોકરીઓએ કરી દીધો એવો કાંડ કે…

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સહિત સગીરાઓ પર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવી ઘટનાઓમાં સંબંધો પણ કલંકિત થતા હોય છે. ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ગાગલહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 16 વર્ષની સગીર પુત્રી અને તેની સમાન વયની મિત્ર પર રેપ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી અને છોકરીઓને મેડિકલ તપાસ માટે મોકલી. તમને જાણીને નવાઇ લાગશે કે આરોપી બીજો કોઇ નહિ પણ પીડિતાનો બાપ છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગાગલહેડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના ભૂતપૂર્વ વડાએ તેની જ સગીર પુત્રી અને તેની મિત્ર પર બળાત્કાર કર્યો હતો.

યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેના પિતા તેની સાથે સંભલ જિલ્લામાં પણ બળાત્કાર કરતા હતા, તેથી તે તેના પિતાની હરકતોથી કંટાળી ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી છે. અધિક્ષકના જણાવ્યા અનુસાર તેની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી.

તેમણે કહ્યું કે છોકરીઓને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. બંનેએ પોલીસને કહ્યું કે પહેલા તેઓ સામાજિક દબાણને કારણે ચૂપ રહી, પરંતુ જ્યારે હદ થઈ ગઈ ત્યારે તેઓ પોલીસના રક્ષણમાં આવી ગયા. આરોપી ગામનો પૂર્વ પ્રમુખ રહી ચુક્યો છે.

Live 247 Media

disabled