બિચારા બાપે દીકરા-દીકરીને બચાવવા મારી છલાંગ, પણ ત્રણેયના તડપી તડપીને મૃત્યુ થતા, 2 જ સેકન્ડમાં ખુશખુશાલ પરિવાર.... - Chel Chabilo Gujrati

બિચારા બાપે દીકરા-દીકરીને બચાવવા મારી છલાંગ, પણ ત્રણેયના તડપી તડપીને મૃત્યુ થતા, 2 જ સેકન્ડમાં ખુશખુશાલ પરિવાર….

9 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરોને દરિયામાં ડૂબ્યો તો પપ્પા ખેંચવા ગયા અને 2 જ સેકન્ડમાં ખુશખુશાલ પરિવારમાં 3 મૃત્યુ , વીડિયો આવી ગયો સામે

સમુદ્રમાં ઘણીવાર કોઇ નાની બેદરકારી પણ જીવલેણ બની શકે છે, જેનું ઉદાહરણ ઓમાનના બીચ પર જોવા મળ્યું હતું. ત્યાંના બીચ પર થયેલા એક અકસ્માતનો  હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજાની અંદર આવી  ગયા હતા.

આ અકસ્માતમાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મહમાને અને તેની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે. ડૂબતા બાળકોને બચાવવા પિતાએ દરિયામાં છલાંગ લગાવી હતી પરંતુ આ દરમિયાન તેમના બાળકોને બચાવવાના ચક્કરમાં ત્રણેય ડૂબી ગયા હતા.

અને તેમને શોધવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેની પત્ની સારિકા પણ તેની સાથે દુબઈમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર  રવિવારે શશિકાંત પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઓમાન ગયા હતા.

શશિકાંત તેના પરિવાર અને મિત્રો સાથે ઓમાનના સલાલ્હા નામના સ્થળે દરિયામાંથી આવતા ઊંચા મોજાનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું જેમાં શશિકાંતના બંને બાળકો અને બીજા ઘણા લોકો તે મોજાની ચપેટમાં આવી ગયા હતા અને સીધા  દરિયામાં ડૂબી ગયા હતા. ત્યારબાદ  શશીકાંત અને તેના બાળકોની શોધ ચાલુ છે. રોયલ ઓમાન પોલીસ તેને શોધી રહી છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે લોકોએ મુગસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. લહેર અથડાયા બાદ લગભગ આઠ લોકો પડી ગયા હતા.

દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. શશીકાંત ગત રવિવારે પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારમાં મુગલસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજા આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો દરિયાની અંદર વહી ગયા હતા.

Live 247 Media

disabled