લિવ ઇન રિલેશનશિપમાં રહેવા પર મળી મોતની સજા, પૂર્વ પ્રેમીએ કરી દીધી મહિલાના લિવ ઇન પાર્ટનરની હત્યા - Chel Chabilo Gujrati

લિવ ઇન રિલેશનશિપમાં રહેવા પર મળી મોતની સજા, પૂર્વ પ્રેમીએ કરી દીધી મહિલાના લિવ ઇન પાર્ટનરની હત્યા

માં-બાપની વિરુદ્ધમાં જતી સીધી દીકરીઓ ચેતી જજો નહિ તો થશે આવા હાલ, લિવ ઇનમાં રહી રહી હતી યુવતિ, એક્સ બોયફ્રેન્ડ મળવા ગયો પછી થયો કાંડ…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેનું કારણ કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ હોય છે. ત્યારે હાલમાં હત્યાની સનસનીખેજ વારદાત સામે આવી છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેનાર એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. મૃતક જે યુવતિ સાથે લિવ ઇનમાં રહેતો હતો, તેના જ પૂર્વ પ્રેમીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.હત્યા કરનાર આરોપીની પોલિસે ધરપકડ કરી છે. આ ઘટના હરિયાણાના રેવાડીની છે.

જાણકારી અનુસાર, મનીષ કુમાર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ગામ જિરોલીનો રહેવાસી હતો. તે થોડા સમયથી પ્રિયા સાથે રેવાડીના ધારૂહેડામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પ્રિયા સાથે મનીષ લગભગ 15 મહિના પહેલા જ ધારૂહેડા શિફ્ટ થયો હતો. પ્રિયાનો પૂર્વ પ્રેમી મનોજ કુમાર મથુરાના ગામ સુનરખનો રહેવાસી છે. તે રવિવાર-સોમવારની રાતે મનીષ અને પ્રિયાને મળવા તેના રૂમ પર ગયો હતો.ત્યારે ત્રણેય વચ્ચે બહેસ થઇ હતી. આ દરમિયાન મનોજે બંદૂક નીકાળી અને મનીષ પર ફાયર કરી દીધી.

આ ગોળી મનીષની કનપટીમાં જઇને વાગી. તે બાદ આરોપી મનોજ તરત ત્યાંથી ભાગી નીકળ્યો. પ્રિયાએ આ ઘટનાની જાણકારી મનીષના મોટાબાપાના દીકરા સંતોષને આપી. ઘટનાસ્થળ પર પહોંચેલ સંતોષ ગંભીર હાલતમાં મનીષને રેવાડીની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયો, જ્યાં ડોક્ટરે તેની ગંભીર હાલત જોઇ તેને મોટી હોસ્પિટલ લઇ જવા કહ્યુ. તે બાદ મનીષને સારવાર માટે જયપુર લઇ જવામાં આવ્યો. પરંતુ લોહી વધારે નીકળવાને કારણે મનીષે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો.

ધારૂહેડા પોલિસને આ ઘટનાની સૂચના આપવામાં આવી, તો તેમણે આ વિશે મનીષના પરિવાર પાસે પૂરી જાણકારી લીધી. પ્રિયાએ મનોજ વિશે પોલિસને જણાવ્યુ. તે બાદ સીઆઇએ ધારૂહેડાની ટીમે ઘટનાને અંજામ આપનાર મનોજની મથુરાથી ધરપકડ કરી. પોલિસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે, પ્રિયા પહેલા મનોજ સાથે હતી. બંને લિવ ઇનમાં રહેતા હતા. બાદમાં મનોજને છોડી તે મનીષ સાથે લિવ ઇનમાં રહેવા લાગી. બંને રેવાડી શિફ્ટ થઇ ગયા. આ વાતની જાણકારી આરોપી મનજને હતી. તેણે બંનેને માત્ર વાત કરવા માટે મળવાનું કહ્યુ હતુ, પછી ફ્લેટ પર જઇ મનીષને તેણે ગોળી મારી દીધી. પોલિસે આરોપી પર હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ મામલો દાખલ કર્યો છે.

Live 247 Media

disabled